AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ સાથે દિલ્હી પહોંચ્યો, મુંબઈ ઈન્ડિયન્સથી અલગ કર્યું ટ્રાવેલ

IPL 2026 દરમિયાન હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે તેની રમત સાથે-સાથે વ્યક્તિગત જીવન પણ ધ્યાન ખેંચી રહ્યું છે. દિલ્હી સામેની મેચ પહેલા તે ટીમ સાથે નહીં પરંતુ ટીમથી અલગ ગર્લફ્રેન્ડ સાથે દિલ્હી પહોંચ્યો હતો, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

Breaking News : હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ સાથે દિલ્હી પહોંચ્યો, મુંબઈ ઈન્ડિયન્સથી અલગ કર્યું ટ્રાવેલ
hardik pandya & mahika sharmaImage Credit source: X/INSTAGRAM
| Updated on: Apr 02, 2026 | 3:56 PM
Share

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સની સફળ શરૂઆત બાદ હવે ટીમ બીજા મુકાબલા માટે તૈયાર છે. પરંતુ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાનો અલગ અંદાજ ચાહકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે.દિલ્હી સામેની મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એકસાથે પહોંચી હતી, પરંતુ હાર્દિક પંડ્યા ટીમ સાથે જોવા મળ્યો નહોતો. તે પોતાની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે અલગથી દિલ્હી પહોંચ્યો હતો, જે ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ.

હાર્દિક ગર્લફ્રેન્ડ મહિકા સાથે દિલ્હી પહોંચ્યો

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાર્દિક પંડ્યા અને મહિકા શર્માનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. હાર્દિક પંડ્યા મહિકા શર્માનો હાથ પકડીને ચાલતો દેખાય છે. આ વીડિયો સે આવ્યા બાદ ચાહકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે.

હાર્દિક-મહિકાનો રોમાન્સ સતત ચર્ચામાં

માહિતી મુજબ, હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે સતત જાહેરમાં જોવા મળ્યો છે. બંનેના સંબંધો વિશે ચર્ચા પહેલાથી જ ચાલી રહી હતી અને વર્લ્ડ કપ પહેલા હાર્દિકે પોતે પોસ્ટ કરી તેમના સંબંધની પુષ્ટિ કરી હતી.

જીત સાથે નવી સિઝનની શરૂઆત

મેચની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શાનદાર જીત મેળવી હતી. KKR એ પહેલા બેટિંગ કરીને 220 રન બનાવ્યા હતા, જો કે મુંબઈએ મજબૂત પ્રદર્શન કરીને આ મોટો ટાર્ગેટ ચેઝ કરી જીત સાથે નવી સિઝનની શરૂઆત કરી હતી.

દિલ્હી કેપિટલ્સ સામે મુકાબલો

આ મેચમાં રોહિત શર્મા અને રાયન રિકેલ્ટનની અડધી સદીની ઈનિંગ્સે ટીમને જીત અપાવી હતી. હવે આગળ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પણ ટીમ સતત બીજી જીત મેળવવાનો પ્રયાસ કરશે, સાથે જ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર સૌની નજર રહેશે.

Breaking News: મોહમ્મદ શમીએ ઈનિંગના પહેલા જ બોલ પર કર્યો કમાલ, IPLમાં આવું કરનાર પ્રથમ બોલર

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">