AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એક વખતની IPL ચેમ્પિયન ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને, 2 ટીમે હજુ ખાતું ખોલ્યું નથી

IPL 2026 Points Table: રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ પછી પોઈન્ટ ટેબલમાં ધમાલ મચી ગઈ છે. સૌથી નીચે તે ટીમ ગઈ છે. જેમણે કુલ 14 ખિતાબ જીત્યા છે. તેમજ ટોપ-5માં એક-એક વખતની ચેમ્પિયન ટીમનો જલવો છે.

Breaking News : એક વખતની IPL ચેમ્પિયન ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને, 2 ટીમે હજુ ખાતું ખોલ્યું નથી
| Updated on: Apr 08, 2026 | 11:51 AM
Share

IPL 2026 Points Table : મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સની જીત પછી આઈપીએલની 19મી સીઝનના પોઈન્ટ ટેબલમાં ધમાલ મચી ગઈ છે. જેના ખાતમાં સૌથી વધારે ખિતાબ છે. તે ટીમ સૌથી નીચે છે. તેમજ જે ટીમોએ એક એક વખત ટ્રોફી જીતી છે. તેનું ચેમ્પિયન બનવું નક્કી છે. તે ટોપ-5માં સામેલ છે. સરળ ભાષામાં કહીએ તો પ્લેઓફની રેસમાં હાલમાં આગળ છે. 7 એપ્રિલના રોજ ગુવાહાટીમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 11-11 ઓવરની થ્રિલર મેચમાં 27 રનથી હરાવ્યું હતુ.

આ ટીમોએ સાથે મળી 14 ખિતાબ જીત્યા

હવે સવાલ એ છે કે, આ ટીમ કઈ છે. જેના ખાતામાં કુલ 14 ખિતાબ છે?તેમાંથી એક રાજસ્થાન રોયલ્સ સામે હારનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે. જેની પાસે 14માંથી 5 આઈપીએલ ખિતાબ છે. મુંબઈ ઈન્ડિયન્સની જેમ ચેન્નાઈ સુપર કિંગ્સની પાસે પણ 5 ખિતાબ છે. તો કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે આઈપીએલની 3 ટ્રોફી છે. જ્યારે ગુજરાત ટાઈટન્સ પાસે એક ખિતાબ છે.

એક વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સ નંબર 1 પર

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો. રાજસ્થાન રોયલ્સની ટીમ ટોપ પર છે. જેને મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે. રાજસ્થાન રોયલ્સે આઈપીએલમ 2026માં અત્યારસુધી 3 મેચ રમી છે અને 3 મેચમાં જીત મેળવી 6 પોઈન્ટ કર્યા છે. તેનો રન રેટ 2.403નો છે. આ ટીમે એક વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. જેના 3 મેચમાં 5 પોઈન્ટ છે. તેમજ પંજાબનો રન રેટ 0,637 છે.

એક વખતની ચેમ્પિયન પણ ટોપ 5માં

IPL ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB એ તેમની બંને મેચ જીતી છે અને 2.501 ના રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જોકે, દિલ્હી કેપિટલ્સે પણ તેમની બંને મેચ જીતી છે, પરંતુ RCB કરતા તેમનો રન રેટ ઓછો હોવાને કારણે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તેમનો રન રેટ 1.170 છે. IPL 2026 પોઈન્ટ ટેબલમાં ટોચની 5 ટીમોમાં, 2016 ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ પાંચમા સ્થાને છે. તેઓએ અત્યાર સુધી તેમની ત્રણ મેચમાંથી એક જીતી છે અને તેમનો રન રેટ 0.275 છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">