Breaking News : ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
Kheda News : કપડવંજ નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આખી બળીને ખાક થઈ ગઈ છે.
Kheda News : ખેડા જિલ્લાના કપડવંજ નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આખી બળીને ખાક થઈ ગઈ છે. તેમજ બ્લાસ્ટના કારણે 6 લોકોને ગંભિર રીતે ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ અને રાહત કામગીરી માટે JCB મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
6 લોકો ગંભીર રીતે ઘાયલ
મળતી માહિતી મુજબ બ્લાસ્ટ સમયે ફેક્ટરીમાં અંદાજે 17 લોકો કામ કરી રહ્યા હતા. ઘટનામાં 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ફાયર વિભાગની આગ પર કાબુ મેળવા કરી રહી પ્રયાસ
ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની સાથે વધુ બચાવ કામગીરી શરૂ કરી છે. હાલમાં બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
(with Input : ધર્મેન્દ્ર કપાસી)
Gujarat Monsoon Update: ગુજરાતમાં અટકી ગયું ચોમાસું! 72 કલાકથી આગળ નથી વધ્યું, હવે ધોધમાર વરસાદ ક્યારે પડશે?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
