AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કોલકાતાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, દિલ્હી પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 51 મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર થઈ રહી છે. દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં દિલ્હી કેપિટલ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: કોલકાતાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, દિલ્હી પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
Kolkata won Delhi bat first
| Updated on: May 08, 2026 | 7:20 PM
Share

IPL 2026માં આજે સિઝનના 51 મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં KKRએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે DC આ મેચમાં પહેલા બેટિંગ કરશે. KKR આ સિઝનની દસમી અને DC અગિયારમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

અજિંક્ય રહાણેએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અક્ષર પટેલે કહ્યું કે છેલ્લી ત્રણ મેચમાં વિકેટ સમજવી અને તે મુજબ રમવું ફાયદાકારક રહ્યું છે. અમને બ્રેક મળ્યો અને હવે ખેલાડીઓનો મૂડ ખૂબ સારો છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. અમે આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યા.

અક્ષર પટેલે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે કહ્યું કે આજે પહેલા બેટિંગ કે બોલિંગ તેનાથી મને કોઈ ફરક નથી પડતો. હું દિલ્હીની વિકેટો પર જેટલું રમ્યો છું, મને લાગે છે કે ત્યાં વધુ સ્પિન નથી, પરંતુ થોડી ધીમી ગતિને કારણે, બોલ બોલિંગ પછી થોડો ધીમો આવે છે. તેથી મને લાગે છે કે સ્પિનરોને થોડી મદદ મળે છે. અને જ્યાં સુધી સીમર્સની વાત છે, તેઓ મોટે ભાગે આ વિકેટો પર ધીમા બાઉન્સર અને સ્લો બોલનો વધુ ઉપયોગ કરે છે. તેથી ત્રણ સ્પિનરો અને ત્રણ ઝડપી બોલરો મસાથે મેદાનમાં ઉતરીશું. અમારી ટીમમાં બે ફેરફારો છે, નટરાજનની જગ્યાએ મુકેશ કુમાર અને કરુણ નાયરની વિપ્રાજ નિગમ આજની મેચમાં રમશે.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

પથુમ નિસાંકા, કેએલ રાહુલ (વિકેટકિપર), નીતીશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપ્રાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, લુંગી એનગીડી, મુકેશ કુમાર.

ઈમ્પેક્ટ સબ્સ: કરુણ નાયર, કુલદીપ યાદવ, ટી નટરાજન, અભિષેક પોરેલ, ડેવિડ મિલર.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન

અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), કેમરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, કાર્તિક ત્યાગી, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.

ઈમ્પેક્ટ સબ્સ: રમનદીપ સિંહ, ફિન એલન, તેજસ્વી દહિયા, નવદીપ સૈની, ટિમ સીફર્ટ.

Breaking News: વર્લ્ડ કપ વિજેતા ખેલાડીના ઘરમાંથી મળ્યો મૃતદેહ, ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">