AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વર્લ્ડ કપ વિજેતા ખેલાડીના ઘરમાંથી મળ્યો મૃતદેહ, ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું

ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્લ્ડ કપ વિજેતા ખેલાડી વિવાદમાં ફસાઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના ઘરમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના એક નજીકના મિત્રએ ઘરે આત્મહત્યા કરી હતી, અને તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.

Breaking News: વર્લ્ડ કપ વિજેતા ખેલાડીના ઘરમાંથી મળ્યો મૃતદેહ, ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું
dead body at de Silva houseImage Credit source: ESPN
| Updated on: May 08, 2026 | 6:36 PM
Share

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને 1996ના વર્લ્ડ કપ વિજેતા ખેલાડી અરવિંદ ડી સિલ્વાના ઘરેથી મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક શ્રીલંકા એરલાઈન્સના CEO કપિલા ચંદ્રસેના હતા. ડી સિલ્વાના ઘરે ચંદ્રસેના મૃત હાલતમાં મળી આવ્યા હતા. ચંદ્રસેના અને અરવિંદ ડી સિલ્વા નજીકના સગા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્રસેનાએ અરવિંદ ડી સિલ્વાના ઘરે આત્મહત્યા કરી હતી.

ચંદ્રસેના પર લાંચનો કેસ ચાલી રહ્યો હતો

કપિલા ચંદ્રસેના લાંચનો કેસનો સામનો કરી રહ્યા હતા. તેમના પર 2.3 અબજ યુએસ ડોલરના સોદામાં ભ્રષ્ટાચારનો આરોપ હતો. એવું કહેવાય છે કે ચંદ્રસેનાએ એક શેલ કંપની દ્વારા 2 મિલિયન ડોલરની લાંચ સ્વીકારી હતી. કોલંબોના ચીફ મેજિસ્ટ્રેટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. આ વોરંટ જારી થયા પછી, ચંદ્રસેના 7 મેના રોજ અરવિંદ ડી સિલ્વાના ઘરે ગયા અને ત્યાં આત્મહત્યા કરી લીધી.

અરવિંદ ડી સિલ્વાની કારકિર્દી

અરવિંદ ડી સિલ્વા શ્રીલંકા માટે 93 ટેસ્ટ મેચ રમ્યા હતા, જેમાં 6,361 રન બનાવ્યા હતા. તેમણે કુલ 20 સદી ફટકારી હતી. વનડેમાં અરવિંદ ડી સિલ્વાએ 9,284 રન અને 11 સદી ફટકારી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં, ડી સિલ્વાએ 15,000 રન બનાવ્યા હતા, જેમાં 43 સદીનો સમાવેશ થાય છે. ડી સિલ્વાએ વનડેમાં 106 અને ટેસ્ટમાં 29 વિકેટ પણ લીધી હતી.

1996ના વર્લ્ડ કપમાં અરવિંદ ડી સિલ્વાનું પ્રદર્શન

1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકા માટે અરવિંદા ડી સિલ્વાએ સૌથી વધુ 448 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 90 ની નજીક અને સ્ટ્રાઈક રેટ 107.69 હતો. તેણે વર્લ્ડ કપમાં બે સદી અને બે અડધી સદી ફટકારી હતી. અરવિંદા ડી સિલ્વાએ ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલમાં શાનદાર સદી ફટકારી હતી, જેના કારણે ટીમ સાત વિકેટથી વિજયી બની હતી. શ્રીલંકાને ફાઈનલમાં 242 રનની જરૂર હતી, અને ડી સિલ્વા ચોથા નંબરે મેદાનમાં આવ્યો અને તેણે અણનમ 107 રન બનાવ્યા અને શ્રીલંકાને પહેલીવાર વિશ્વ ચેમ્પિયન બનાવ્યું.

Breaking News: વિરાટ કોહલી શૂન્ય પર થયો આઉટ, જાણો IPLમાં સૌથી વધુ ‘ડક’ આઉટ થનાર ખેલાડી કોણ છે?

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">