AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગાયકવાડ-ઓવરટન વચ્ચે પડ્યો બોલ અને કેચ ડ્રોપ, પાકિસ્તાની ખેલાડીઓની શરમજનક ભૂલની અપાવી યાદ

દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 155 રન બનાવ્યા. દિલ્હીની ઇનિંગ દરમિયાન ચેન્નાઈના કેપ્ટન ગાયકવાડ અને ઓલરાઉન્ડર ઓવરટને એક સરળ કેચ છોડ્યો. આ ડ્રોપ કેચ જોઈ બધાને પાકિસ્તાની ખેલાડીઓની સૌથી શરમજનક ભૂલની યાદ આવી ગઈ.

Breaking News: ગાયકવાડ-ઓવરટન વચ્ચે પડ્યો બોલ અને કેચ ડ્રોપ, પાકિસ્તાની ખેલાડીઓની શરમજનક ભૂલની અપાવી યાદ
Gaikwad Overton Funny Catch DropImage Credit source: X
| Updated on: May 05, 2026 | 11:13 PM
Share

દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ઓલરાઉન્ડર જેમી ઓવરટને એક એવો કેચ છોડ્યો જેની કોઈએ અપેક્ષા રાખી ન હતી. ગાયકવાડ અને ઓવરટનની આ ભૂલની તુલના વર્ષો પહેલા પાકિસ્તાની ખેલાડીઓ સઈદ અજમલ અને શોએબ મલિક દ્વારા કરવામાં આવેલી ભૂલ સાથે કરવામાં આવી રહી છે.

ઓવરટન-ગાયકવાડે છોડ્યો કેચ

જેમી ઓવરટન અને ઋતુરાજ ગાયકવાડની આ ભૂલ 19મી ઓવરમાં થઈ હતી. સમીર રિઝવીએ ઓવરટનના બોલ પર હવામાં શોટ રમ્યો. પહેલા ઓવરટન બોલ પકડવા માટે દોડ્યો અને ગાયકવાડ પણ ત્યાં પહોંચ્યો પરંતુ આ પછી બંનેએ બોલને સ્પર્શ કર્યો નહીં અને બોલ બંનેની વચ્ચે પડ્યો.

પાકિસ્તાનીઓની શરમજનક ભૂલની યાદ અપાવી

2008 માં શોએબ મલિક અને સઈદ અજમલે એક કેચ છોડ્યો હતો જેને ક્રિકેટની સૌથી શરમજનક ભૂલોમાંની એક માનવામાં આવે છે. સાથે મળીને તેમણે ક્રિસ ગેલનો કેચ છોડ્યો, હવે ગાયકવાડ અને જેમી ઓવરટનએ પણ તેવી જ રીતે કેચ છોડ્યો. ચેન્નાઈએ દિલ્હી કેપિટલ્સ સામે બે કેચ છોડ્યા. પહેલો કેચ નૂર અહેમદે છોડ્યો. તેણે ટ્રિસ્ટન સ્ટબ્સનો એક સરળ કેચ છોડ્યો, ત્યારે તે ફક્ત 1 રન પર હતો, અને ત્યારબાદ આ ખેલાડીએ તેના સ્કોરમાં 37 રન ઉમેર્યા. ત્યાર બાદ સમીર રિઝવીનો પણ કેચ છોડી દીધો, જેના કારણે તે 24 બોલમાં 40 રન બનાવીને અણનમ રહ્યો.

દિલ્હીએ 155 રન બનાવ્યા

દિલ્હી કેપિટલ્સે અરુણ જેટલી સ્ટેડિયમમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ધીમી પિચને ધ્યાનમાં રાખીને દિલ્હીએ આ નિર્ણય લીધો. દિલ્હીની શરૂઆત નબળી રહી, કેએલ રાહુલ 12 રન બનાવીને આઉટ થયો. નિસન્કા 19 રન બનાવી શક્યો. નીતિશ રાણા 15 અને કરુણ નાયર 13 રન બનાવી શક્યો. અક્ષય પટેલ ફક્ત 2 રન બનાવી શક્યો. પરંતુ આ પછી રિઝવી અને સ્ટબ્સની જોડીએ દિલ્હીનો સ્કોર 150 ને પાર પહોંચાડ્યો. ચેન્નાઈ માટે અકીલ હુસેને 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 1 વિકેટ લીધી. નૂર અહેમદે 22 રન આપીને 2 વિકેટ લીધી.

Breaking News: 11 મી ઓવરના પહેલા બોલ પર અફઘાન સ્પિનરની એક ભૂલથી CSK ને 37 રનનું નુકસાન

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">