AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: MS ધોનીના કમબેક અંગે આવ્યા ખરાબ સમાચાર, CSK ફેન્સને મોટો ઝટકો

IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમનો સૌથી અનુભવી ખેલાડી MS ધોનીની ઈજાને કારણે એક પણ મેચ રમી શક્યો નથી. હવે તેની વાપસી અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Breaking News: MS ધોનીના કમબેક અંગે આવ્યા ખરાબ સમાચાર, CSK ફેન્સને મોટો ઝટકો
MS DhoniImage Credit source: X
| Updated on: Apr 08, 2026 | 5:30 PM
Share

IPL 2026 ની શરૂઆતમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ટીમ સતત ત્રણ મેચ હારી ગઈ છે અને એકપણ મેચ જીતી શકી નથી. આ દરમિયાન, ટીમનો આઇકોન ભૂતપૂર્વ કેપ્ટન MS ધોની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં, ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી હતી કે ધોની રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે અને પહેલા બે અઠવાડિયા સુધી રમી શકશે નહીં. આનો અર્થ એ થયો કે MS ધોની ઓછામાં ઓછી ત્રણ મેચ ગુમાવશે. જોકે, ચોથી મેચ પહેલા તેની વાપસી અંગે વધુ એક અપડેટ સામે આવ્યું છે.

ધોનીને ફીટ થવામાં લાગશે વધુ સમય

એક અહેવાલ મુજબ, ધોની હજુ પણ તેની ઈજામાંથી પુનર્વસન હેઠળ છે અને હજુ સુધી ફિટ નથી. તેણે સિઝનની પહેલી ત્રણ મેચમાં ટીમ સાથે મુસાફરી પણ કરી ન હતી, અને કોઈ પણ ઘરેલુ મેચમાં પણ મેદાનમાં ઉતર્યો ન હતો. 44 વર્ષીય ધોની હાલમાં ચેન્નાઈમાં તેના પરિવાર સાથે છે અને ટીમના ફિઝિયો અને માલિશ કરનારની દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહ્યો છે. તેણે થોડા દિવસો પહેલા નેટમાં બેટિંગ સેશન પણ કર્યું હતું, પરંતુ તેને સંપૂર્ણ ફિટનેસ મેળવવામાં વધુ સમય લાગશે.

આગામી બે મેચોમાં ધોની નહીં રમે!

અહેવાલો અનુસાર, ધોનીને મેદાનમાં રમવા ઉતરતા પહેલા સંપૂર્ણ રીતે ફીટ થવું ખૂબ જ જરૂરી છે, જેમાં ઓછામાં ઓછો એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. પરિણામે, 11 એપ્રિલ, 2026 ના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક) ખાતે દિલ્હી કેપિટલ્સ સામેની ઘરેલુ મેચમાં રમવાની કોઈ શક્યતા નથી. આ સિવાય 14 એપ્રિલના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં પણ ધોનીના રમવાની તેની શક્યતા ઓછી છે.

ટીમને ધોનીની જરુર

ધોનીની ગેરહાજરીમાં IPL 2026માં CSKની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. ટીમને ધોનીના અનુભવ અને ફિનિશિંગ સ્કીલની ખૂબ જરૂર છે. વધુમાં, યુવા સ્ટાર ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ સાઈડ સ્ટ્રેન ઈજાના કારણે પ્રથમ ત્રણ મેચમાંથી બહાર હતો, જોકે તે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે અને આગામી મેચમાં રમશે તેવી અપેક્ષા છે.

Breaking News : IPLમાં વરસાદ KKR નો સૌથી મોટો વિલન, અનેક વખત તૂટી પ્લેઓફની આશા

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
g clip-path="url(#clip0_868_265)">