AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જો આજે વરસાદ પડે અને મેચ ડ્રો થઈ, જો આવું થયું તો ભારતની WTC ફાઇનલની આશાઓને મોટો ઝટકો લાગશે

Galle Weather Forecast : ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. પહેલા 2 દિવસમાં વરસાદના કારણે માત્ર 116 ઓવર જ રમાય હતી.

Breaking News  : જો આજે વરસાદ પડે અને મેચ ડ્રો થઈ, જો આવું થયું તો ભારતની WTC ફાઇનલની આશાઓને મોટો ઝટકો લાગશે
Image Credit source: AI
| Updated on: Aug 17, 2026 | 8:01 AM
Share

ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ ગાલેમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમી રહી છે. મેચમાં પહેલા 2 દિવસ વરસાદે ખુબ પરેશાન કર્યા હતા. પહેલા દિવસે 73 ઓવરની મેચ રમાઈ હતી.. બીજા દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ હતી. પહેલો બોલ બપોરે 2:35 વાગ્યે ફેંકાયો હતો. તે દિવસે કુલ 43 ઓવર ફેંકાઈ હતી. બે દિવસમાં વરસાદે 64 ઓવરની રમત બગાડી નાખી છે.

ગાલેમાં આજે કેવું છે વાતાવરણ?

ટેસ્ટ મેચ શરુ થતાં પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, ગાલામાં તમામ 5 દિવસ વરસાદ થવાની શક્યતા છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. અને આજે પણ વરસાદ થઈ શકે છે. પરંતુ બીજા દિવસે સ્થિતિ ખરાબ થવાની શક્યતાઓ ખુબ ઓછી છે. વેધર અનુસાર બપોરના 2 કલાકે વરસાદ સૌથી વધારે 52 ટકા થવાની શક્યતા છે. તો સવારે 9 કલાકે અને 10 કલાકે 51 ટકા વરસાદ પડવાના ચાન્સ છે.

બીજા દિવસે ટીમ ઈન્ડિયાની 7 વિકેટ પડી

ગાલે ટેસ્ટના પહેલા દિવસે બેટ્સમેનનું પલડું ભારે રહ્યું હતુ. ભારતીય ટીમે 2 વિકેટ પર 288 રન બનાવ્યા હતા. પરંતુ મેચના બીજા દિવસે શ્રીલંકાના બોલરોએ 7 વિકેટ માટે નવો બોલ આવ્યા પછી વિકેટ પડવા લાગી હતી. 303ના સ્કોર પર ભારતની ત્રીજી વિકેટ પડી હતી. બીજા દિવસે સ્ટંપ સમયે ટીમ ઈન્ડિયાએ 9 વિકેટ પર 460 રન બનાવ્યા હતા.

ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ માટે દરેક મેચ મહત્વની

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા 5માં નંબર પર છે. 9 મેચમાં ટીમના 48.15 પોઈન્ટ છે. જો આ મેચ ડ્રો થાય છે. તો ભારતના પોઈન્ટ 46.67 રહેશે. ત્યારે ટીમ માટે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ ખુબ મુશ્કેલ થશે. ભારતને ન્યુઝીલેન્ડમાં હજુ 2 મેચ રમવાની છે. ત્યાં ટીમ માટે જીત સરળ નહી હોય. આ સાથે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘર આંગણે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી છે. જો આ મેચ ડ્રો રહે છે તો ભારતને બાકી રહેલી 8 ટેસ્ટમાં 7 જીતવું પડશે. ત્યારે જ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન મળશે.

અત્યારસુધી કેવી રહી મેચ

અત્યારસુધી રમાયેલી મેચની જો વાત કરીએ તો વરસાદની અસર જોવા મળશે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પહેલા બેટિંગ કરી હતી અને 2 દિવસની રમત પછી તે ઓલઆઉટ થઈ ન હતી. જ્યારે રન 460 બન્યા અને 9 વિકેટ પડી હતી. આ સાથે માત્ર 116 ઓવરની રમત રમાઈ છે. બીજી દિવસે ટીમ ઈન્ડિયાએ 172 રન બનાવ્યા હતા અને 7 વિકેટ પડી હતી. ત્રીજા દિવસે કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાના રુપમાં ખેલાડીએ રમત આગળ વધારી હતી.

બળાત્કાર કેસમાં ધરપકડ કરાયેલ ક્રિકેટર અભિષેક પોરેલનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
g clip-path="url(#clip0_868_265)">