AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શ્રીલંકાના ખેલાડીને ધક્કો મારવાના મામલે વૈભવ સૂર્યવંશી પર આવ્યો ફેંસલો, 15 વર્ષીય ખેલાડીને શું સજા મળી?

શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીમાં ઈન્ડિયા A વતી રમી રહેલા વૈભવ સૂર્યવંશીને મોટો ઝટકો લાગ્યો છે. તેને શ્રીલંકાના ખેલાડીને ધક્કો મારવા મામલે દોષી ઠેરવવામાં આવ્યો છે અને તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

Breaking News: શ્રીલંકાના ખેલાડીને ધક્કો મારવાના મામલે વૈભવ સૂર્યવંશી પર આવ્યો ફેંસલો, 15 વર્ષીય ખેલાડીને શું સજા મળી?
Vaibhav Suryavanshi guiltyImage Credit source: X
| Updated on: Jun 17, 2026 | 6:59 PM
Share

શ્રીલંકામાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણી દરમિયાન ઈન્ડિયા A વતી રમતી વખતે વૈભવ સૂર્યવંશી વિવાદમાં ફસાઈ ગયો હતો. વૈભવે શ્રીલંકા A ના ખેલાડીને ધક્કો માર્યો હતો. મેચ રેફરીએ તેને દોષિત ઠેરવ્યો છે અને તેની સજા જાહેર કરી છે. મેચ રેફરીએ વૈભવ સૂર્યવંશીની મેચ ફી કાપી લીધી છે. અહેવાલો અનુસાર, 15 વર્ષીય ખેલાડીને તેની મેચ ફીના પચાસ ટકા દંડ કરવામાં આવશે. માત્ર સૂર્યવંશી જ નહીં, પરંતુ તેને ધક્કો મારનાર વિશેન હલંબગેને પણ દોષી ઠેરવવામાં આવ્યો છે. તેની મેચ ફીમાં પણ પચાસ ટકા કાપ મૂકવામાં આવ્યો છે.

વૈભવ સૂર્યવંશીનો ઝઘડો થયો

ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચેની મેચ પછી વૈભવ સૂર્યવંશી અને વિશેન હલંબગે વચ્ચે ઝઘડો થયો. શ્રીલંકા A ના ખેલાડીઓએ આક્રમક રીતે પોતાની જીતની ઉજવણી કરી હતી. મેચ દરમિયાન વિશેન હલંબગેએ સૂર્યવંશી વિશે કેટલીક વ્યક્તિગત ટિપ્પણીઓ કરી, જેનાથી સૂર્યવંશી ગુસ્સે થયો અને તે શ્રીલંકાના ખેલાડીઓ પાસે ગયો. જેના કારણે વિશેન હલંબગે અને સૂર્યવંશી વચ્ચે ઝઘડો થયો.

શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીનું એવરેજ પ્રદર્શન

વૈભવ સૂર્યવંશીની વાત કરીએ તો, તેણે અત્યાર સુધી ત્રિકોણીય શ્રેણીમાં ખાસ સારું પ્રદર્શન કર્યું નથી. તેણે અત્યાર સુધી ચાર મેચ રમી છે, અને ચારેયમાં તે અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે. સૂર્યવંશીએ અફઘાનિસ્તાન સામે 28 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેને બે તકો પણ મળી હતી, પરંતુ તે તેનો લાભ લેવામાં નિષ્ફળ ગયો.

ઈન્ડિયા A ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં

જો કે, ઈન્ડિયા A માટે સારી વાત એ હતી કે તેણે અફઘાનિસ્તાન A સામે 101 રને શાનદાર જીત નોંધાવી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા A પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગઈ હતી અને ફાઈનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું હતું. પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા A એ 50 ઓવરમાં 319 રન બનાવ્યા હતા. પ્રિયાંશ આર્યએ 58 રન, તિલક વર્માએ 59 રન અને કુમાર કુશાગ્રે 58 રન બનાવ્યા હતા. વિપરાજ નિગમ અને ઋતુરાજ ગાયકવાડે 30-30 રન બનાવી યોગદાન આપ્યું હતું. જવાબમાં અફઘાનિસ્તાન A ટીમ 218 રનમાં સમેટાઈ ગઈ હતી. નિશાંત સિંધુએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. યશ ઠાકુરે 2 વિકેટ લીધી હતી. વિપર્ણ નિગમ, સૂર્યાંશ શેડગે અને અનુકુલ રોયને 1-1 વિકેટ મળી હતી.

Breaking News: શુભમન ગિલના ગળામાં દેખાયેલી સફેદ વસ્તુ શું હતી? જાણો તેના ફાયદા

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">