AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈંગ્લેન્ડ સામે ‘બાપુ’ અક્ષર પટેલનું ઓલરાઉન્ડર પ્રદર્શન, આ ખેલાડી જીત્યા-હીરો રહ્યા

India vs England: એજબેસ્ટનમાં ભારતે ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત મેળવી છે. કેપ્ટન શુભમન ગિલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાની જીતના હીરો રહ્યા.

Breaking News : ઈંગ્લેન્ડ સામે 'બાપુ' અક્ષર પટેલનું ઓલરાઉન્ડર પ્રદર્શન, આ ખેલાડી જીત્યા-હીરો રહ્યા
Image Credit source: AI
| Updated on: Jul 15, 2026 | 8:09 AM
Share

અંતે ટીમ ઈન્ડિયાની હારની સિલસિલો પૂર્ણ થયો છે. આયરલેન્ડ સામે 2 ટી20 સીરિઝ અને ઈંગ્લેન્ડ સામે 4 ટી20 સીરિઝની હાર બાદ ટીમ ઈન્ડિયાની પહેલી જીત થઈ છે. ભારતીય ટીમે એજબેસ્ટનમાં રમાયેલી પહેલી વનડેમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 258 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. કેપ્ટન શુભમન ગિલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ જીતના હીરો રહ્યા હતા. ગિલે શાનદાર 80 રન બનાવ્યા હતા અને અક્ષર પટેલે અડધી સદી ફટકારી હતી અને ચાર વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે પણ અણનમ અડધી સદી ફટકારી હતી.

બર્મિઘમમાં 12 વર્ષ બાદ હાર્યું ઈંગ્લેન્ડ

ઈંગ્લેન્ડની ટીમ બર્મિઘમના એજબેસ્ટન મેદાન પર કમાલનો રેકોર્ડ છે. આ ટીમ આ મેદાન પર 12 વર્ષથી એક પણ વનડે મેચ હારી ન હતી. વર્ષ 2014માં અંતે છેલ્લી વખત ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતુ. હવે 2026માં ફરી એક વખત ટીમ ઈન્ડિયાએ અંગ્રેજોનું ઘમંડ તોડ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ આ મેદાન પર સતત 7 વનડેમાં જીત્યા બાદ હારી છે.અક્ષર પટેલે માત્ર 12 બોલમાં 4 વિકેટ ઝડપી હતી, જેના પરિણામે ઈંગ્લેન્ડ 258 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

ભારતીય ટીમનો જવાબ

જવાબમાં ભારતની શરુઆત ખરાબ રહી હતી. રોહિત શર્મા 11 અને વિરાટ કોહલી માત્ર 5 રન બનાવી આઉટ થઈ હતી પરંતુ કેપ્ટન શુભમન ગિલે જોફ્રા આર્ચર, જોશ ટંગ,સૈમ કરનનો સામનો કર્યો હતો. તેમણે શ્રેયસ અય્યરની સાથે મળી અડધી સદી ફટકારી હતી. ગિલે 75 બોલમાં 80 રન બનાવ્યા હતા પરંતુ તે રિટાયર્ડ હર્ટ થયો હતો. ગિલના રિટાયર્ડ હર્ટ થયા બાદ અય્યર 35 રન પર આઉટ થયો હતો. રાહુલ પણ 1 જ રન બનાવી શક્યો હતો. પરંતુ ત્યારબાદ વોશિગ્ટન સુંદર અને અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરી ઈંગ્લેન્ડને ઘુંટણિયે પાડ્યું હતુ. અક્ષર પટેલે માત્ર 38 બોલમાં અડધી સદી ફટકારી હતી. વોશિગ્ટન સુંદરે પણ 63 બોલમાં 52 રનની ઈનિગ્સ રમી ભારતને જીતાડ્યું હતુ.

બર્મિંગહામના એજબેસ્ટન ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી વનડે જોવા માટે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની પહોંચ્યા હતા.

ગુજરાતના બાપુની ધાકડ બોલિંગથી ધ્રુજવા લાગે છે, આવો છે અક્ષર પટેલનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">