AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: પાંચમી T20 માં સંજુ સેમસનની થશે વાપસી! તો વૈભવ-ઈશાન-તિલકમાંથી કોનું પત્તું કપાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પાંચમી અને અંતિમ T20 મેચ સાઉથમ્પ્ટનમાં રમાનારી છે, જ્યાં સંજુ સેમસન ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી શકે છે. સેમસન ઉપરાંત અન્ય એક ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. સવાલ એ છે કે સંજુને કોના સ્થાને રમાડવામાં આવશે. વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, તિલક વર્મામાંથી કોનું પત્તું કપાશે.

IND vs ENG: પાંચમી T20 માં સંજુ સેમસનની થશે વાપસી! તો વૈભવ-ઈશાન-તિલકમાંથી કોનું પત્તું કપાશે?
Sanju SamsonImage Credit source: X/BCCI
| Updated on: Jul 11, 2026 | 4:10 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ સાઉથમ્પ્ટનમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ શ્રેણી હારી ચૂકી છે. તેથી, તેઓ આ અંતિમ મેચ જીતી વાઈટ વોશથી બચવા પ્રયાસ કરશે. સાઉથમ્પ્ટનમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારો જોવા મળી શકે છે. જો સંજુ સેમસન પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફરે તો આશ્ચર્ય થશે નહીં. હવે મોટો પ્રશ્ન એ છે કે: સંજુ સેમસન કોની જગ્યાએ ટીમમાં આવશે? વૈભવ સૂર્યવંશી, જેના માટે તેને પડતો મૂકવામાં આવ્યો હતો, કે પછી ઈશાન કિશન અને તિલક વર્મામાંથી કોઈ એકને બહાર રાખવામાં આવશે?

વૈભવ સૂર્યવંશીનું ખરાબ પ્રદર્શન

15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જોકે, તેની પહેલી ત્રણ ઈનિંગમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. વધુમાં, તેના IPL ટીમના સાથી ખેલાડી જોફ્રા આર્ચરે છેલ્લી બે મેચમાં જે રીતે તેની નબળાઈઓ છતી કરી તે કોઈ રહસ્ય નથી. પવૈભવ સૂર્યવંશીએ હેલી ત્રણ ઇનિંગમાં 14 ની સરેરાશ અને 168 ના સ્ટ્રાઈક રેટથી માત્ર 42 રન બનાવ્યા હતા.

T20 શ્રેણીમાં ઈશાન-તિલક ફ્લોપ

ઈંગ્લેન્ડમાં ઈશાન કિશનનું બેટ પણ શાંત રહ્યું છે. તેણે T20 શ્રેણીની ચાર ઈનિંગમાં 16.50 ની સરેરાશ અને 115.78 ના સ્ટ્રાઈક રેટથી ફક્ત 66 રન બનાવ્યા છે. T20 ટીમનો વાઈસ કેપ્ટન તિલક વર્મા પણ ઈશાન અને વૈભવની જેમ જ મુશ્કેલીમાં છે, જેણે શ્રેણીની પ્રથમ ચાર મેચમાં ફક્ત 51 રન જ બનાવ્યા હતા.

સંજુ સેમસન પાંચમી T20માં રમશે!

ઈંગ્લેન્ડ સામેની અંતિમ T20માં ટીમ ઈન્ડિયાની પ્રતિષ્ઠા અને T20માં તેમનું વર્ચસ્વ દાવ પર લાગેલું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટને કઠિન નિર્ણયો લેવાની ફરજ પડી શકે છે. જો આવું થાય તો પાંચમી T20 માટે સંજુ સેમસનનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ નિશ્ચિત લાગે છે.

વૈભવ-ઈશાન-તિલક કોનું પત્તું કપાશે?

એ જોવાનું રસપ્રદ રહેશે કે સેમસન ટીમના બેટિંગ ઓર્ડરમાં તેના અગાઉના સ્થાન પર વૈભવ સૂર્યવંશીને સ્થાને રમે છે કે પછી તે ઈશાન કિશન અને તિલક વર્મામાંથી કોઈ એકના સ્થાને રમશે. જો સેમસનને પાંચમી T20I માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે, તો વૈભવ-ઈશાન-તિલકમાંથી કોઈ એક બહાર થશે એ નિશ્ચિત છે.

સૂર્યાંશ શેડગેને તક મળી શકે

સેમસન ઉપરાંત, ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને પણ પાંચમી T20 માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. તે સાઉથમ્પ્ટન T20માં શિવમ દુબેનું સ્થાન લઈ શકે છે. આ સૂર્યાંશ શેડગેની જમણા હાથથી બેટિંગ કરે છે, જેના કારણે તેની પસંદગી થવાની શક્યતા છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન/સંજુ સેમસન (WK), તિલક વર્મા, શ્રેયસ અય્યર (કેપ્ટન), શિવમ દુબે/સૂર્યંશ શેડગે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા.

IND W vs ENG W: સ્મૃતિ મંધાનાની ખાસ ‘ટ્રિપલ સેન્ચુરી’, આ માઈલસ્ટોન સુધી પહોંચનાર ત્રીજી ભારતીય

Follow Us
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
g clip-path="url(#clip0_868_265)">