AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 8 બોલમાં 6 સિક્સ! 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો, ગુજરાતી બેટ્સમેને ચેન્નાઈના મેદાનમાં લખનૌના બોલરોની ઊંઘ ઉડાડી દીધી

IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સના મેદાન પર એક એવો નજારો જોવા મળ્યો કે, જેણે ફેન્સના દિલ જીતી લીધા. ટીમ મુશ્કેલ સ્થિતિમાં હતી, ત્યારે ગુજરાતના એક યુવા બેટ્સમેને મેદાનમાં ઉતરીને અદભૂત બેટિંગ કરી અને ક્રિકેટ જગતમાં પોતાનું નામ રોશન કર્યું.

Breaking News: 8 બોલમાં 6 સિક્સ! 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો, ગુજરાતી બેટ્સમેને ચેન્નાઈના મેદાનમાં લખનૌના બોલરોની ઊંઘ ઉડાડી દીધી
Image Credit source: Cricinfo
| Updated on: May 10, 2026 | 7:45 PM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પોતાના ઘરઆંગણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે આઈપીએલ 2026ની મેચ રમી રહી છે, જેમાં તેમને 204 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં CSK ની ટીમે 45ના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલા 27 વર્ષના ઉર્વિલ પટેલે એવી તોફાની ઇનિંગ રમી કે, તેણે ઘણા રેકોર્ડ્સ તોડી નાખ્યા.

આ મેચમાં ઉર્વિલે માત્ર 23 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ખાસ વાત એ છે કે, ઉર્વિલે ફક્ત 13 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. ઉર્વિલે પોતાની આ ઇનિંગના જોરે એબી ડી વિલિયર્સનો 11 વર્ષ જૂનો એક મોટો રેકોર્ડ પણ ચકનાચૂર કરી દીધો છે.

IPLમાં ફટકારી સંયુક્ત રીતે ‘સૌથી ઝડપી ફિફ્ટી’

ઉર્વિલ પટેલે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં પોતાની ઇનિંગની શરૂઆત અત્યંત ધમાકેદાર રીતે કરી હતી, જેમાં તેણે મોટાભાગના બોલને સીધા સ્ટેન્ડમાં પહોંચાડ્યા હતા. ઉર્વિલે આ મેચમાં પોતાની ફિફ્ટી માત્ર 13 બોલમાં પૂરી કરી હતી, જેની સાથે જ તે હવે યશસ્વી જયસ્વાલ સાથે આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

‘ઉર્વિલ પટેલ’ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા આઈપીએલમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે, જે અગાઉ સુરેશ રૈનાના નામે હતો. રૈનાએ વર્ષ 2014માં પંજાબ કિંગ્સ સામે 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનો

  1. યશસ્વી જયસ્વાલ: 13 બોલ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ (2023)
  2. ઉર્વિલ પટેલ: 13 બોલ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ (2026)
  3. કેએલ રાહુલ: 14 બોલ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (2018)
  4. પેટ કમિન્સ: 14 બોલ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ (2022)
  5. રોમારિયો શેફર્ડ: 14 બોલ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ (2025)

ઉર્વિલ પટેલ આ મામલે IPLમાં બન્યો ‘પ્રથમ ખેલાડી’

આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી એકથી એક આક્રમક બેટ્સમેનો જોવા મળ્યા છે પરંતુ ઉર્વિલ પટેલે એક એવો પરાક્રમ કર્યો છે કે, જે અગાઉ કોઈ બેટ્સમેન કરી શક્યો ન હતો. ઉર્વિલ પટેલ હવે આઈપીએલમાં પ્રથમ એવો ખેલાડી બની ગયો છે કે, જે પોતાની ઇનિંગના પ્રથમ 8 બોલમાં 6 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો હોય.

આ સિવાય પ્રથમ 10 બોલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ ઉર્વિલ પટેલ બની ગયો છે, જેમાં તેણે એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો છે. ડી વિલિયર્સે વર્ષ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ 10 બોલમાં 41 રન બનાવ્યા હતા, જ્યારે ઉર્વિલે આ મેચમાં પ્રથમ 10 બોલમાં 42 રન બનાવી દીધા હતા.

Breaking News: ના સદી, ના અડધી સદી… તેમ છતાંય ક્રિસ ગેલના ખાસ ક્લબમાં જોડાયો ‘મિશેલ માર્શ’

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">