AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ક્રિકેટરના લાખો રુપિયાના 3 કિંમતી બેટની ચોરી થઈ, દુઃખ વ્યક્ત કરતાં વીડિયો શેર કર્યો

મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ખેલાડીના બેટની ચોરી થતાં ક્રિકેટરને લાખો રુપિયાનું નુકસાન થયું છે. આ સમાચારની જાણકારી ખુદ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી આપી હતી. તેમજ કહ્યું આ માટે મારે કોની પાસે જવુ.

Breaking News : ક્રિકેટરના લાખો રુપિયાના 3 કિંમતી બેટની ચોરી થઈ,  દુઃખ વ્યક્ત કરતાં વીડિયો શેર કર્યો
Image Credit source: AI
| Updated on: Sep 29, 2026 | 1:19 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરની સાથે તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની. તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ખુલાસો થયો હતો કે તેના ત્રણ બેટ ચોરાઈ ગયા છે. ચહરના પિતા લોકેન્દ્ર ચહર એક ક્રિકેટ એકેડમી ચલાવે છે. ચહર ત્યાં પ્રેક્ટિસ કરવા ગયો હતો. તેણે પોતાની કીટ મૂકી અને પ્રેક્ટિસ શરૂ કરી. એક કલાક પછી, જ્યારે તે બેટિંગ પ્રેક્ટિસ માટે પોતાનું બેટ લેવા ગયો, ત્યારે તે ગાયબ હતું. ત્યારબાદ દીપકે ચોરને બેટ પરત કરવા અપીલ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો.

ત્રણેય બેટની કિંમત દોઢ લાખ રુપિયા

દીપક ચહરે વીડિયોમાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેના ચોરી થયેલા 3 બેગ ખુબ મોંઘા હતા. તેમણે કહ્યું કાલ સાંજે મારા 3 બેટની ગ્રાઉન્ડમાંથી ચોરી થઈ છે. તેને ખબર નહી હોય આ બેટ કેટલા મોંઘા હશે. ત્રણેય બેટની કિંમત દોઢ લાખ રુપિયા છે. ચોર આ બેટ વેચી નાંખશે અથવા ટેનિસ બોલથી રમશે. ભાઈ મને કીધું હોત તો હું તને બેટ માટે પૈસા આપી દેત. આ ચોરીની ઘટનાથી પરેશાન થઈને દીપક ચહરે મજાકમાં કહ્યું કે હવે તેમની પાસે ફરિયાદ નોંધાવવા માટે થોડા જ વિકલ્પો બચ્યા છે.

View this post on Instagram

દીપકે કહ્યું પોલીસ પાસે જઈ ફરિયાદ કરી શકું છું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી પાસે અથવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જઈ શકું છુ. બાકી સીધા ભગવાન પાસે પ્રાર્થના કરી શકું છુ કે, આ ચોરને બુધ્ધી આપો. જેમણે મારા બેટની ચોરી કરી છે.

ઇજાઓને કારણે વધુ ચર્ચામાં

દીપક ચહર લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. તેમણે ભારત માટે અત્યારસુધી 13 વનડે મેચમાં 16 વિકેટ, 25 ઈન્ટરનેશનલ મેચમાં 31 વિકેટ લીધી છે. તેમણે પોતાની છેલ્લી વનડે ડિસેમ્બર 2022 અને છેલ્લી ટી20 મેચ ડિસેમ્બર 2023માં રમી હતી. આઈપીએલની વાત કરીએ તો. દીપક ચહર ગત્ત સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી રમ્યો હતો.દીપક ચહર તેની રમત કરતાં તેની ઇજાઓને કારણે વધુ ચર્ચામાં રહ્યો છે.

Deepak Chahar Family Tree : આજે છે દિપક ચહરનો જન્મદિવસ, ગર્લફ્રેન્ડને મેચ દરમિયાન પ્રપોઝ કર્યું હતું જાણો તેના પરિવાર વિશે અહી ક્લિક કરો

Follow Us
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
g clip-path="url(#clip0_868_265)">