AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શુભમન ગિલે ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમને લઈને આપ્યું નિવેદન, કહ્યું – “ક્રિકેટ 11 ખેલાડીઓની રમત છે, 12ની નહીં”

BCCI દ્વારા IPLમાં લાગુ કરવામાં આવેલા ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર હવે શુભમન ગિલે સવાલો ઉઠાવ્યા છે. ગિલે જણાવ્યું કે ઈમ્પેક્ટ પ્લેયર નિયમ ખેલાડીઓના સ્કિલને ખતમ કરી રહ્યો છે. તાજેતરમાં અક્ષર પટેલે પણ આ નિયમનો વિરોધ કર્યો હતો.

Breaking News : શુભમન ગિલે 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમને લઈને આપ્યું નિવેદન, કહ્યું - ક્રિકેટ 11 ખેલાડીઓની રમત છે, 12ની નહીં
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2026 | 5:57 PM
Share

શુભમન ગિલે ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ અંગે આપ્યું નિવેદન: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂઆત 28 માર્ચથી થઈ રહી છે. તે પહેલા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે BCCI દ્વારા IPLમાં લાગુ કરવામાં આવેલા ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આનાથી રમતમાં કૌશલ્ય (skill) અને પડકારનું મહત્વ ઓછું થઈ જાય છે. આ નિયમ પર અગાઉ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને તાજેતરમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે પણ વાંધો વ્યક્ત કર્યો છે. મુંબઈમાં બુધવારે એટલે કે 25 માર્ચના રોજ યોજાયેલી IPL કેપ્ટનોની બેઠકમાં ગિલ સહિત મોટાભાગના કેપ્ટનોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસે આ નિયમની સમીક્ષા કરવાની માંગ કરી હતી.

ઈમ્પેક્ટ પ્લેયર નિયમ પર શુભમન ગિલે શું કહ્યું?

BCCI દ્વારા વર્ષ 2023માં ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો અને તેને ઓછામાં ઓછા વર્ષ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે. આ નિયમ અંગે શુભમન ગિલે કહ્યું, મારા મતે ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ હોવો જોઈએ નહીં. ક્રિકેટ સામાન્ય રીતે 11 ખેલાડીઓની રમત છે. એક વધારાના બેટ્સમેન અથવા બોલરને ઉમેરવાથી અસલી પડકાર અને ખેલાડીના સ્કિલનું મહત્વ ઘટી જાય છે.

તેણે વધુમાં ઉમેર્યું, રમતમાં એક ખાસ કૌશલ્ય હોય છે. જો તમારા કેટલાક મુખ્ય બેટ્સમેનો જલ્દી આઉટ થઈ જાય, તો ટીમને સારો સ્કોર બનાવવા માટે વ્યૂહરચના અને કૌશલ્યની જરૂર પડે છે, પરંતુ આ એક વધારાના ખેલાડીથી રમત એકતરફી બની ગઈ છે અને પડકાર પણ ઓછો થઈ ગયો છે. મારા માટે સરળ પિચ પર 220 રનનો પીછો કરવા કરતા, પડકારજનક પિચ પર 180 કે 160 રનનો પીછો કરવો વધુ રોમાંચક છે.

BCCI વર્ષ 2027 પછી આ નિયમ (ઈમ્પેક્ટ પ્લેયર) પર નિર્ણય લઈ શકે છે

BCCI ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર અંતિમ નિર્ણય વર્ષ 2027 પછી જ લઈ શકે છે. ગિલે જણાવ્યું હતું કે, આ નિયમ વર્ષ 2027 સુધી અમલમાં રહેશે. કેપ્ટનોની બેઠકમાં અમે આ બાબતે ચર્ચા કરી હતી. હું સમજું છું કે આનાથી રમત થોડી મનોરંજક બને છે, પરંતુ મને આ નિયમ પસંદ નથી, તેમ છતાં અંતિમ નિર્ણય તો BCCIનો જ રહેશે.

Breaking News: જેમને ક્યારેય બોલિંગ કરતા નથી જોયા, તેઓ પણ IPLમાં લઈ ચૂક્યા છે વિકેટ! હેરાન કરી દેશે આ લિસ્ટ

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">