Breaking News : IPL 2025 ફાઈનલ પહેલા વિરાટ કોહલીને મોટો ઝટકો, પોલીસે FIR દાખલ કરી
IPL 2025 ફાઈનલ પહેલા RCBના સુપરસ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને મોટો ઝટકો લાગ્યો છે. બેંગલુરુમાં પોલીસ દ્વારા એક FIR દાખલ કરવામાં આવી છે, જેનું સીધું કનેક્શન વિરાટ કોહલી સાથે છે. જાણો શું છે સમગ્ર મામલો.

વિરાટ કોહલી હાલમાં IPLમાં ધૂમ મચાવી રહ્યો છે. તેની ટીમ RCB પણ IPL 2025ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે તે ટાઈટલથી માત્ર 1 ડગલું દૂર છે. આ દરમિયાન તેને મોટો આંચકો લાગ્યો છે. બેંગલુરુમાં કોહલીના પબ ‘વન8 કોમ્યુન’ વિરુદ્ધ પોલીસે FIR દાખલ કરી છે. પબ વિરુદ્ધ સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ (COTPA) 2003 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે વિરાટના પબ સામે FIR દાખલ કરી
પોલીસને ફરિયાદ મળી હતી કે વન8 કોમ્યુન પબમાં સ્મોકીંગ ઝોનના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ પછી 1 જૂન, 2025ના રોજ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશને પબના મેનેજર વિરુદ્ધ FIR નોંધી. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે પબમાં સ્મોકીંગ ઝોન અંગેના જરૂરી નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી, જે COTPA કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આ કાયદા હેઠળ, જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા માટે કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે, અને તેનું પાલન ન કરવું એ કાનૂની ગુનો માનવામાં આવે છે.
અગાઉ પણ કાનૂની વિવાદમાં ફસાયું હતું
આ પહેલીવાર નથી જ્યારે One8 Commune Pub કાનૂની વિવાદમાં ફસાયું હોય. અગાઉ જુલાઈ 2024માં પણ બેંગલુરુ પોલીસે આ પબ સામે કાર્યવાહી કરી હતી. તે સમયે રાત્રે 1 વાગ્યા પછી પણ પબ ખુલ્લું રાખવા અને ગ્રાહકોને સેવા આપવા બદલ FIR દાખલ કરવામાં આવી હતી, જે શહેરના નિયમોનું ઉલ્લંઘન હતું.
કોહલીની ફેમસ રેસ્ટોરન્ટ અને પબ ચેઈન
વધુમાં, ડિસેમ્બર 2024માં, ગ્રેટર બેંગલુરુ મહાનગર પાલિકે (BBMP)એ પબને ફાયર સેફટીના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ જારી કરી હતી. BBMPએ આરોપ લગાવ્યો હતો કે પબ પાસે ફાયર વિભાગ તરફથી જરૂરી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નથી, અને તેને સાત દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, One8 Communeએ વિરાટ કોહલીની એક ફેમસ રેસ્ટોરન્ટ અને પબ ચેઈન છે, જેની બ્રાન્ચ દિલ્હી, મુંબઈ, પુણે, કોલકાતા અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં છે.
IPLમાં જોરદાર ફોર્મમાં કોહલી
વિરાટ કોહલીનું ધ્યાન હાલમાં IPL પર છે. તે પોતાના IPL ટ્રોફીના દુષ્કાળને સમાપ્ત કરવાથી માત્ર એક ડગલું દૂર છે. આ સિઝન વિરાટ માટે અત્યાર સુધી બેટ્સમેન તરીકે ખૂબ સારી રહી છે. તેણે 14 મેચમાં 55.81ની સરેરાશ અને 146.53ના સ્ટ્રાઈક રેટથી 614 રન બનાવ્યા છે. જેમાં 8 અડધી સદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: IPL 2025 Prize Money : ચેમ્પિયન અને રનર-અપ ટીમને કેટલા પૈસા મળશે ? જાણો સંપૂર્ણ વિગત