AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCIનો મોટો નિર્ણય, ODI વર્લ્ડકપ 2027 સુધી ચાલું રહેશે અજીત અગરકર યુગ

બીસીસીઆઈ ચીફ સિલેક્ટર અજીત અગરકરનો કાર્યકાળ વધારવાની તૈયારીમાં છે. જૂન 2026માં પૂર્ણ થઈ રહેલા કોન્ટ્રાક્ટને ઓડીઆઈ વર્લ્ડકપ 2027 સુધી લંબાવવામાં આવી શકે છે. તેના કાર્યકાળમાં ભારતે 3 આઈસીસી ટ્રોફી જીતી છે. બોર્ડ તેમના નિર્ણયોથી ખૂબ જ સંતુષ્ટ છે.

Breaking News : BCCIનો મોટો નિર્ણય, ODI વર્લ્ડકપ 2027 સુધી ચાલું રહેશે અજીત અગરકર યુગ
| Updated on: Apr 19, 2026 | 1:06 PM
Share

ભારતીય ક્રિકેટમાં એક મોટો નિર્ણય થોડા સમયમાં સામે આવી શકે છે. અજીત અગરકરના ચીફ સિલેક્ટર તરીકે એક્સટેન્શન મળવાની સંપૂર્ણ સંભાવના છે. તેનો હાલનો કોન્ટ્રાક્ટ જૂન 2026માં પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેને આગળની ભૂમિકામાં બનાવી રાખવાના પક્ષમાં છે.સુત્રોના જણાવ્યા મુજબ બોર્ડની નજર હવે સીધી આઈસીસી વનડે વર્લ્ડકપ 2027 પર છે.આને ધ્યાનમાં રાખી અગરકરને એક્સટેન્શન આપવાનો નિર્ણય લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે.

ટૂર્નામેન્ટસમાં શાનદાર પ્રદર્શન

અગરકરના કાર્યકરને બોર્ડ સફળ માની રહ્યું છે. તેના સમયમાં ટીમ ઈન્ડિયાએ સતત મોટી ટૂર્નામેન્ટસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2024, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 અને આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2026 જેવા મોટા ખિતાબ પોતાને નામ કર્યા છે. આ સિવાય ટીમે આઈસીસી વર્લ્ડકપ 2023 ફાઈનલ સુધીની સફર નક્કી કરવામાં આવી હતી.

View this post on Instagram

A post shared by Ajit Agarkar (@imaagarkar)

સુત્રોના જણાવ્યા મુજબ અગરકરના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયામાં સ્મૂથ ટ્રાંજિશન જોવા મળ્યું છે. સીનિયર અને યંગ ખેલાડીઓ વચ્ચે સંતુલન બનાવવાની સાથે-સાથે સિલેક્શનમાં કોઈ મોટા અને સાહસિક નિર્ણય લેવામાં આવ્યા છે. જેનાથી ટીમને નવી દિશા આપી છે.

સફળતાની પાછળ અગરકરની રણનીતિ

બોર્ડનું માનવું છે કે, ટીમની ફિયરલેસ અપ્રોચ અને સતત સફળતાની પાછળ અગરકરની રણનીતિ અને પસંદગીની નીતિનો મોટો હાથ રહ્યો છે. આ કારણ છે કે, બીસીસીઆઈ હવે તેના કોન્ટ્રાક્ટને વધારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો આ નિર્ણય અધિકારિક રુપથી લેવામાં આવે છે. તો 2027 વર્લ્ડકપ સુધી ટીમ ઈન્ડિયાની પસંદગીની કમાન ફરી એક વખત અજીત અગરકરના હાથમાં રહેશે. અગરકરની વાત કરવામાં આવે તો જુલાઈ 2023માં ભારતીય ટીમના ચીફ સિલેક્ટર બન્યા હતા. તેમણે ભારત માટે ટેસ્ટ, વનડે અને ટી20 ક્રિકેટ પણ રમી છે.

જો તેમનો કાર્યકાળ લંબાવવામાં આવે છે, તો આગામી મોટો પ્રશ્ન કયો છે?

જૂન 2023 થી ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત થયેલા અજિત અગરકરનો કાર્યકાળ લંબાવવામાં આવે તો તેમને ફરી એકવાર ઘણા મોટા પ્રશ્નોનો સામનો કરવો પડશે. સૌથી મોટો પ્રશ્ન એ હશે કે શું રોહિત અને વિરાટ 2027 ના ODI વર્લ્ડ કપમાં રમશે.

Ajit Agarkar Love Story :મિત્રની બહેન સાથે પ્રેમ થયો, પછી પરિવારના સભ્યો વિરુદ્ધ લગ્ન કર્યા, જાણો ચીફ સિલેક્ટરની લવ સ્ટોરી વિશે અહી ક્લિક કરો

Follow Us
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">