AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શરમજનક! PSLના કેપ્ટને કરી બોલ ટેમ્પરિંગ? આ કૃત્ય કેમેરામાં કેદ થયું જુઓ વીડિયો

Ball Tampering, PSL 2026: પાકિસ્તાન સુપર લીગમાં એક એવી ઘટના સામે આવી છે કે, ક્રિકેટ જગતને ચોંકાવી દીધા. પાકિસ્તાન ક્રિકેટ ફરી એક વખત પોતાના જ ખેલાડીઓના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર શરમજનક કૃત્યું કર્યું છે. તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

Breaking News : શરમજનક!  PSLના કેપ્ટને કરી બોલ ટેમ્પરિંગ? આ કૃત્ય કેમેરામાં કેદ થયું જુઓ વીડિયો
| Updated on: Mar 30, 2026 | 9:41 AM
Share

Ball Tampering, PSL 2026 : પાકિસ્તાન સુપર લીગમાં થયેલા બોલ ટેમ્પરિંગમાં થોડા કલાકો ખુબ મહત્વના રહેવાના છે.આવું એટલા માટે કારણ કે, આ ઘટનાને લઈ ટુંક સમયમાં જ સજાની જાહેરાત થઈ શકે છે. હાલમાં આ મામલાની સુનાવણી ચાલુ છે. પાકિસ્તાન ક્રિકેટરો જો તેમના કૃત્યો માટે દોષિત સાબિત થાય છે, તો તેમને દંડ અને પ્રતિબંધનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે. બોલ ટેમ્પરિંગની ઘટના 29 માર્ચની સાંજે લાહોર કલંદર્સ અને કરાચી કિંગ્સ વચ્ચે PSL 2026 મેચ દરમિયાન બની હતી. આ ઘટના બાદ, તે પાકિસ્તાની મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી ચર્ચાનો વિષય બની ગયો છે. અનુભવી પાકિસ્તાની ક્રિકેટરો કહી રહ્યા છે કે જો બોલ ટેમ્પરિંગના પુરાવા હોય તો તેમને સજા થવી જોઈએ.

બોલ ટેમ્પરિંગની ઘટના પર સૌથી લેટેસ્ટ અપડેટ એ છે કે, ફખર જમા મેચ રેફરી રોશન મહાનામાની સામે પહેલી સુનાવણીમાં ફખર ઝમાનએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ એક નિવેદનમાં આ વાત કહી છે. પહેલી સુનાવણીમાં ફખર ઝમાન દ્વારા આરોપોને નકારવાનો અર્થ એ છે કે, આગામી 48 કલાકમાં બોલ ટેમ્પરિંગ કેસની ફરીથી સુનાવણી કરવામાં આવશે, ત્યારબાદ મેચ રેફરી પોતાનો નિર્ણય સંભળાવશે.

શું ફખર ઝમા પર લાગશે પ્રતિબંધ?

ફખર ઝમા જો દોષિત ઠરે તો તેને ઓછામાં ઓછી લેવલ 3નો ગુનો માનવામાં આવશે. હવે સવાલ એ છે કે, શું સજા થશે. કોઈ પણ ખેલાડી લેવલ-3 હેઠળ દોષિત સાબિત થાય છે. તો તેના પર સજા તરીકે એક મેચ પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

શાહીન અને રઉફને પણ થશે સજા?

બોલ ટેમ્પરિંગનો આરોપ ભલે ફખર ઝમા પર લાગ્યો છે પરંતુ ક્રિકેટના કેટલાક દિગ્ગજોનું માનવું છે કે, તેમાં લાહૌર કલંદર્સની ટીમના કેપ્ટન શાહિન આફરીદી અને બોલર હારિસ રુઉફ પણ દોષિત છે. પાકિસ્તાનના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન કામરાન અકમલે એક ટીવી શોમાં કહ્યું કે, જો પ્રુફ છે તો તેને પણ સજા થવી જોઈએ.

બોલ ટેમ્પરિંગ વિશે સંપૂર્ણ સત્ય કેવી રીતે, ક્યારે અને શું થયું જાણો?

લાહૌર કલંદર્સ અને કરાંચી કિંગ્સની મેચમાં બોલ ટેમ્પરિંગની ઘટના મેચની છેલ્લી ઓવરમાં સામે આવી હતી. કરાંચી કિંગ્સને જીત માટે 14 રનની જરુર હતી પરંતુ ઓવર શરુ થતાં પહેલા શાહીન ,હારિસ રુઉફ અને ફખર ઝમા ચર્ચા કરવા લાગ્યા હતા. આ દરમિયાન ફખરે બોલ પોતાના હાથમાં લીધો અને તેના પર કાંઈ કરતા જોવા મળ્યો હતો. એવું લાગી રહ્યું હતુ કે, તે નખથી બોલને નુકસાન કરી રહ્યો છે. અમ્પાયરની જ્યારે નજર તેના પર પડે છે તો તેમણે બોલ બદલી નાંખ્યો હતો. ત્યારબાદ લાહૌર કલંદર્સ પર 5 રનની પેનલ્ટી પણ લગાવવામાં આવી હતી. અમ્પાયરોએ આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે, તેમણે લાહૌર કલંદર્સના બોલ સાથે છેડછાડ કરી હતી.

Breaking News : આંતકવાદી દેશ પાકિસ્તાનની આબરુ ગઈ, પાકિસ્તાન સુપર લીગમાં મેચ રમત-રમતા સફેદ બોલ ગુલાબી થયો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">