AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026માં આ ટીમને 1 પણ જીત મળી નથી, કેપ્ટનને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મળેલી 32 રનથી હાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિક્ય રહાણે પર એક્શન લેવામાં આવ્યું છે. મેચ દરમિયાન કરેલી ભૂલની સજા કેપ્ટનને મળી છે.રહાણે પહેલા 4 કેપ્ટન ફસાય ચૂક્યા છે.

Breaking News : IPL 2026માં આ ટીમને 1 પણ જીત મળી નથી, કેપ્ટનને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ
| Updated on: Apr 15, 2026 | 10:33 AM
Share

ચેન્નાઈસુપર કિંગ્સ વિરુદ્ધ મળેલી હાર બાદ કેકેઆરના કેપ્ટન અજિંક્ય રહાણે પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી તેની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મળેલી હારની નથી પરંતુ તેની પાછળનું કારણ તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સેનો સ્લો ઓવર રેટનો શિકાર બનવું હતુ. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ કેકેઆરની આ ભૂલને લઈ કેપ્ટન અજિક્ય રહાણે પર 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અજિક્ય રહાણે બન્યો 5મો કેપ્ટન

આઈપીએલમાં સ્લો ઓવર રેટને લઈ દંડ ફટકારવામાં આવેલ પાંચમો કેપ્ટન છે. દંડ ફટકારવામાં આવનારો સૌપ્રથમ પંજાબ કિંગ્સ હતો. તેનો કેપ્ટન શ્રેયસ અય્યર પર 2 સ્લો ઓવર રેટનો દંડ લાગી ચૂક્યો છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ પર સ્લો ઓવર રેટને લઈ 12 લાખનો દંડ લાગી ચૂક્યો છે. સીએસકેના ઋતુરાજ ગાયકવાડ સ્લો ઓવર રેટની સજા ભોગવનાર ત્રીજો કેપ્ટન બન્યો છે. તેના બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પણ સ્લો ઓવર રેટનો શિકાર બની ચૂક્યો છે.

અજિંક્ય રહાણે પર લાગ્યો 12 લાખનો દંડ

આઈપીએલ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, કેકેઆરના કેપ્ટન અજિક્ય રહાણે પર ટીમની સ્લો ઓવર લઈને દંડ ફટકારવામાં આવ્યો છે. તેના પર આ દંડ 12 લાખ રુપિયાનો લાગ્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે, આઈપીએલ2026માં કાંઈ સારું થતો જોવા મળી રહ્યું નથી.ના તેનું બેટ ચાલી રહ્યું છે તેમજ તેની કેપ્ટનશીપમાં ટીમને જીત પણ મળતી નથી. હવે સતત હાર બાદ તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે.

CSKએ KKRને 32 રનથી હાર આપી

CSK વિરુદ્ધ મેચની જો વાત કરવામાં આવે તો કેકેઆરને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા રમતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ પર 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 193 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કેકેઆરે 20 ઓવરમાં 7 વિકેટ પર 160 રન બનાવી શકી હતી.આઈપીએલ 2026માં વધુ એક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની હાર થઈ છે. તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

આ સિઝન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે નિરાશાજનક રહી છે. તેઓ અત્યાર સુધી પાંચ મેચમાં એક પણ મેચ જીતી શકી નથી અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેઓ આ પાંચ મેચમાંથી ચાર મેચ હારી ગઈ છે. એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેના કારણે KKR પાસે એક પોઈન્ટ અને -1.383 નો નેટ રન રેટ રહ્યો હતો, જે આ સિઝનમાં બધી ટીમોમાં સૌથી ખરાબ રહ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિક્ય રહાણેનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
g clip-path="url(#clip0_868_265)">