વર્લ્ડ કપ ફાઈનલ પહેલા સટ્ટા બજાર ગરમાયું, ફાઈનલ જીતવા ટીમ ઈન્ડિયા છે ફેવરિટ

વર્લ્ડ કપની ફાઈનલ પહેલા સટ્ટા બજાર ગરમાયું છે. વર્લ્ડની બે ટોપ ક્રિકેટ ટીમો વચ્ચે ચેમ્પિયન બનવા રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જંગ જામશે. આ મેચમાં કોણ જીતશે એ અંગે અનેક ચર્ચાઓ વચ્ચે સટ્ટા બજારના આંકડા સામે આવ્યા છે, જેમાં ભારત ફેવરિટ છે.

વર્લ્ડ કપ ફાઈનલ પહેલા સટ્ટા બજાર ગરમાયું, ફાઈનલ જીતવા ટીમ ઈન્ડિયા છે ફેવરિટ
satta market
Follow Us:
| Updated on: Nov 18, 2023 | 1:37 PM

વર્લ્ડ કપ 2023ની ફાઈનલના એક દિવસ પહેલા જ ક્રિકેટનો માહોલ જામી ગયો છે. રવિવારે મેચ પહેલા કોણ મેચ જીતશે તે અંગે ફેન્સથી લઈ ક્રિકેટ દિગ્ગજો વચ્ચે પણ ચર્ચા છે, ત્યારે હાલ સટ્ટા બજારમાં કોણ આ મેચ જીતવા મામલે આગળ છે એના આંકડા સામે આવી ગયા છે.

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ પહેલા જ સટ્ટાબજાર ગરમાયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચનો સટ્ટો 15 હજાર કરોડને પાર પહોંચશે એવી શક્યતા છે અને સત્તા બજારમાં ભારત જીતવા માટે ફેવરિટ માનવામાં આવી રહ્યું છે.

સટ્ટા બજારમાં ભારતીય ટીમ હોટ ફેવરીટ

ફાઈનલ મેચ પર 15 હજાર કરોડનો સટ્ટો રમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, સાથે જ આ ફાઈનલ મેચ જીતી વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી ટીમ ઈન્ડિયા હાલ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. બુકીઓના મતે આ વર્ષે ભારત રોહિત શર્માની આગેવાનીમાં 12 વર્ષ બાદ વર્લ્ડ કપ ટ્રોફી જીતશે. સત્તાવાર રીતે સટ્ટો લેતી વેબસાઇટ્સ અને બુકીઓના મતે પણ ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે.

Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા

ભારતની જીતનો ભાવ 45 પૈસા

સટ્ટા બજારમાં ભારતીય ટીમ હોટ ફેવરીટ છે. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની જીતનો ભાવ 1.90 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે ભારતની જીતનો ભાવ 45 થી 50 પૈસા ચાલી રહ્યો છે. બુકીઓ ફાઈનલ મેચમાં સેશન પર પાંચ હજાર કરોડથી વધારેનો સટ્ટો રમશે એવું માનવામાં આવી રહ્યું છે.

ભારતીય ટીમનો ગ્રાફ ઘણો ઊંચો રહ્યો

ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં અત્યારસુધી એક પણ મેચ હારી નથી. આ સિવાય વિરાટ કોહલી, રોહિત શર્મા અને મોહમ્મદ શમીનું ધમાકેદાર પ્રદર્શન અને ઓસ્ટ્રેલિયા સામે લીગ મેચમાં ભારતની જીતના કારણે ક્રિકેટ સટ્ટા બજારમાં પણ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવા ફેવરિટ છે, આ ઉપરાંત વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો પણ ગ્રાફ ઘણો ઊંચો રહ્યો છે. સટ્ટા બજારમાં ભારતીય ટીમનો ભાવ 50 પૈસા બોલાઈ રહ્યો હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને લઈ મોટો ખુલાસો, જાણો વર્લ્ડ કપ ફાઈનલમાં કેટલો સ્કોર થશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
g clip-path="url(#clip0_868_265)">