VIDEO : એશિયા કપ 2025 પહેલા ગૌતમ ગંભીરે વિરાટ કોહલી પર કરી કોમેન્ટ, વીડિયો થયો વાયરલ
એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ ટીમનો હેડ કોચ ગૌતમ ગંભીર દિલ્હી પ્રીમિયર લીગની ફાઈનલમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે એક મજેદાર ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

ટીમ ઈન્ડિયા 9 સપ્ટેમ્બરથી એશિયા કપ 2025નો ભાગ બનવાની છે. આ ટુર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા લાંબા બ્રેક પર છે. આ બધા વચ્ચે, ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે એશિયા કપ 2025ની તૈયારીઓ પહેલા એક રસપ્રદ ખુલાસો કર્યો છે. ગંભીરે તાજેતરમાં કહ્યું હતું કે તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પછી કોઈ પણ પ્રકારનું ક્રિકેટ જોયું જ નથી. આ સાથે તેણે ભારતીય દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કર્યો.
DPLમાં ગંભીરની હાજરી
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર તાજેતરમાં દિલ્હી પ્રીમિયર લીગની ફાઈનલમાં હાજરી આપી હતી. ગંભીરે બ્રોડકાસ્ટ સાથે વાત કરતા કહ્યું, ‘આ ઘણા છોકરાઓ માટે એક મોટું પ્લેટફોર્મ છે જેમાં તેઓ પોતાની પ્રતિભા બતાવી શકે છે. DPL ખૂબ સારું કામ કરી રહ્યું છે.’
View this post on Instagram
વિરાટ કોહલી “દેશી બોય”
આ દરમિયાન ગૌતમ ગંભીરે રેપિડ-ફાયર રાઉન્ડમાં મજેદાર પ્રશ્નોના જવાબ પણ આપ્યા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જ્યારે તેઓ “દેશી બોય” શબ્દ સાંભળે છે ત્યારે તેમના મનમાં સૌથી પહેલા કયો ક્રિકેટર આવે છે? ત્યારે ગૌતમ ગંભીરે આ પ્રશ્નના જવાબમાં વિરાટ કોહલીનું નામ લીધું. તમને જણાવી દઈએ કે, તેમણે વિરાટ કોહલીને દિલ્હી સાથે જોડાયેલા મૂળના કારણે “દેશી બોય” કહ્યો હતો.
કયા ખેલાડીને કયો ટેગ આપ્યો?
ગૌતમ ગંભીરે સચિન તેંડુલકરને ‘ક્લચ’ ખેલાડી કહ્યો. તેણે ‘સ્પીડ’ માટે જસપ્રીત બુમરાહનું નામ લીધું. ખાસ વાત એ હતી કે ગંભીરે નીતિશ રાણાને ‘ગોલ્ડન આર્મ’ કહ્યો. તેણે શુભમન ગિલને ‘સૌથી સ્ટાઈલિશ’ ખેલાડી તરીકે પસંદ કર્યો. તેણે રાહુલ દ્રવિડને ‘મિસ્ટર કોન્સ્ટેન્ટિવ’ અને વીવીએસ લક્ષ્મણને ‘રન મશીન’ કહ્યો. આ ઉપરાંત, તેણે ઝહીર ખાનને ‘ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ’ કહ્યો. તેણે રિષભ પંતને સૌથી મજેદાર ખેલાડી ગણાવ્યો.
આ પણ વાંચો: ICC Rule Book EP 33: ક્રિકેટમાં કેચ અંગે શું છે ICCનો નિયમ?
