IPL 2022 દરમિયાન બાયો બબલ તોડવા પર પ્રતિબંધ, ટીમના પોઈન્ટ કપાશે, 1 કરોડનો દંડ થશે !
IPL 2022 26 માર્ચથી શરૂ થઈ રહી છે, BCCI એ ટૂર્નામેન્ટ દરમિયાન બાયો બબલ તોડવા માટે સખત સજાની જોગવાઈ કરી છે.
IPL 2022 26 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાશે. બંને ટીમોએ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટૂર્નામેન્ટની તૈયારીઓ લગભગ પૂર્ણતાના આરે છે અને તેના માટે બીસીસીઆઈએ આ વખતે ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે. આ Bio Bubble નિયમો વિશે છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બાયો બબલના નિયમોનો ભંગ કરવા બદલ BCCI એ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ, ટીમના પોઈન્ટ કાપવા અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરી છે. તમને જણાવી દઈએ કે IPL ની છેલ્લી સિઝનમાં બાયો બબલમાં ખેલાડીઓને કોરોના થવાના કારણે લીગ સ્થગિત કરવી પડી હતી અને ત્યાર બાદ ટૂર્નામેન્ટનો બીજો ભાગ UAE માં યોજાયો હતો. જોકે હવે BCCI એ IPLમાં ખૂબ જ કડક નિયમો રાખ્યા છે.
Cricbuzz ના રિપોર્ટ પ્રમાણે, જો Bio Bubble માં કોઈપણ ખેલાડી અથવા તેના પરિવારના સભ્યો, ટીમના માલિક અથવા તેમની સાથે સંકળાયેલા લોકો બાયો બબલનું ઉલ્લંઘન કરે છે, તો તેમને તેનો ભોગ બનવું પડશે. બીસીસીઆઈએ પુષ્ટિ કરી છે કે બાયો બબલનું ઉલ્લંઘન કરવા બદલ, ખેલાડીને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવશે અને તેણે વધુ 7 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. જો ખેલાડીના પરિવાર કે મેચ અધિકારી દ્વારા બાયો બબલનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમની સામે વધુ ગંભીર કાર્યવાહી કરવામાં આવશે.
ટીમ પર 1 કરોડનો દંડ અને પોઇન્ટ પણ કપાશે
જો આઈપીએલ 2022 દરમિયાન કોઈ ટીમ ઈરાદાપૂર્વક કોઈ બહારના વ્યક્તિને ટીમ બબલમાં લાવે છે તો તેને સજા તરીકે એક કરોડ રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે. તેમજ જો આવી ભૂલ ફરીથી થશે તો ટીમના એક-બે પોઈન્ટ પણ કપાશે.
ખેલાડીઓ જો બાયો-બબલ તોડશે તો શું થશે?
જો ખેલાડી પ્રથમ વખત બાયો બબલ તોડશે તો તેને 7 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. તેમજ તે સમય દરમિયાન તે જેટલી મેચ રમી શકશે નહીં તેના માટે ખેલાડીને પૈસા મળશે નહીં. બીજીવાર ભૂલ કરવા બદલ, ખેલાડીને સાત દિવસનો ક્વોરેન્ટાઇન તથા એક મેચના પ્રતિબંધનો સામનો કરવો પડશે. ત્રીજી ભૂલ માટે, ખેલાડીને આખી સિઝનમાંથી બહાર કરી દેવામાં આવશે અને ટીમમાં કોઈ રિપ્લેસમેન્ટ આપવામાં આવશે નહીં.
ખેલાડીના પરિવારે બાયો-બબલ તોડ્યું તો?
પહેલી ભૂલ પર, ખેલાડીના પરિવારના સભ્યને 7 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. બીજી ભૂલ પર ખેલાડીના પરિવાર, મિત્રને બાયો બબલમાંથી કાઢી નાખવામાં આવશે. તો તેમની સાથે સંકળાયેલા ખેલાડીને 7 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવું પડશે.
ટીમે કોઇ બહારના વ્યક્તિને બાયો-બબલમાં એન્ટ્રી કરાવી તો?
પહેલી ભૂલ પર તે ટીમને દંડ તરીકે એક કરોડ રૂપિયા ચૂકવવા પડશે. બીજી ભૂલ માટે ટીમ માટે એક પોઈન્ટ કાપવામાં આવશે અને ત્રીજી ભૂલ માટે ટીમના 2 પોઈન્ટ કાપવામાં આવશે.
આ પણ વાંચો : IPL 2022: હાર્દિક પંડ્યાએ શરૂ કરી IPLની તૈયારી, ફિટનેસ સાબિત કરવા NCA પહોંચ્યો