IPL 2022: હાર્દિક પંડ્યાએ શરૂ કરી IPLની તૈયારી, ફિટનેસ સાબિત કરવા NCA પહોંચ્યો

મહત્વનું છે કે ગુજરાતની જર્સી લોન્ચમાં પત્રકાર દ્વારા પુછવામાં આવેલ તેની ફિટનેસ અને આગામી લીગમાં બોલિંગ કરવાને લઇને પુછવામાં આવેલ પ્રશ્નનો જવાબ દેતા કહ્યું હતું કે, તે સરપ્રાઇઝ છે અને તેને સરપ્રાઇઝ રહેવા દો.

IPL 2022: હાર્દિક પંડ્યાએ શરૂ કરી IPLની તૈયારી, ફિટનેસ સાબિત કરવા NCA પહોંચ્યો
Hardik Pandya (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 4:51 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝનની શરૂઆત પહેલા, નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં જોડાયો છે. હાર્દિક ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાયેલા T20 વર્લ્ડ કપ બાદથી મેદાનથી દૂર છે અને હવે તે પોતાની ફિટનેસ સાબિત કરવા NCA પહોંચ્યો છે.

NCA માં થોડા દિવસો વિતાવ્યા બાદ હાર્દિક ફરીથી તેની ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાશે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે NCA માં આ કેમ્પ લગાવ્યો છે. આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ સાથે, દ્રવિડ તેના કોઈપણ મુખ્ય ખેલાડીને ઈજાના કારણે ચૂકી ન જાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. દ્રવિડ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે આઈપીએલમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે.

ગુજરાતના એક સૂત્રએ જણાવ્યું કે, “હાર્દિક બેંગ્લોર ગયો છે. તે થોડા દિવસ NCA માં રહેશે અને ત્યાર બાદ તે અમદાવાદ પાછો આવશે અને ક્વોરેન્ટાઈન પૂર્ણ કરશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સની કપ્તાની કરશે

ગુજરાત ટાઇટન્સ ટીમે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. હાલમાં જ ટીમે આ સિઝન માટે જર્સી પણ લોન્ચ કરી દીધી છે. ગુજરાતની ટીમમાં હાર્દિક ઉપરાંત રાશિદ ખાન, મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસન જેવા દિગ્ગજ ખેલાડીઓ છે. લીગ શરૂ થાય તે પહેલા જ ઇંગ્લિશ ઓપનર જેસન રોયે લીગમાંથી હટી જવાનો નિર્ણય કર્યો હતો અને ગુજરાતને મોટો ઝટકો આપ્યો હતો.

ગુજરાતે જેસન રોયને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જેસન રોયે આ મહિનાની શરૂઆતમાં અંગત કારણોસર લીગમાંથી પોતાનું નામ પરત ખેચ્યું હતું. ત્યાર બાદ ગુજરાતે તેના સ્થાને અફઘાનિસ્તાનના યુવા વિકેટ કીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝને સાઈન કર્યો છે. ગુજરાતની ટીમમાં ગુરબાઝ ઉપરાંત મેથ્યુ વેડ અને રિદ્ધિમાન સાહા અન્ય બે વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં છે.

આ પણ વાંચો : IND vs ENG, WWC 2022, LIVE Streaming: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ, તમે ક્યાં જોઈ શકો છો, જાણો અહીં

આ પણ વાંચો : IPL 2022: લીગમાં DRS સહિત અનેક નિયમોમાં થયો ફેરફાર, જાણો સમગ્ર માહિતી

g clip-path="url(#clip0_868_265)">