AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: લીગમાં DRS સહિત અનેક નિયમોમાં થયો ફેરફાર, જાણો સમગ્ર માહિતી

IPL 2022 માં DRS ના નિયમમાં થયો ફેરફાર, તો લીગ દરમ્યાન જો કોઇ ટીમમાં કોરોના કેસ સામે આવે તો તેના નિયમને લઇને ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

IPL 2022: લીગમાં DRS સહિત અનેક નિયમોમાં થયો ફેરફાર, જાણો સમગ્ર માહિતી
Tata IPL 2022 (PC: IPL)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 11:45 PM
Share

BCCI એ IPL ની નવી સિઝનને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. આમાં, કોરોનાને લઈને ટીમો સાથે ખેલાડીઓની ઉપલબ્ધતા ન હોવા અંગે એક નિયમ બનાવવામાં આવ્યો છે. જો કોઈ ટીમ કોરોના કેસને (Corona Cases) કારણે પ્લેઈંગ ઈલેવન આપવામાં અસમર્થ હોય, તો મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. આ પછી પણ જો મેચ નહીં થાય તો મામલો ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે. ડીઆરએસને (DRS) લઈને વધુ એક ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. આમાં, નિર્ણય સમીક્ષા સિસ્ટમનો ઉપયોગ દરેક ઇનિંગ્સ દરમિયાન બે વાર કરી શકાય છે. પહેલા આવું નહોતું. મતલબ કે એક ટીમને ફિલ્ડિંગ અને બેટિંગમાં ચાર ડીઆરએસ હશે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, બોર્ડે કહ્યું છે કે જો કોઈપણ ટીમમાં પ્લેઈંગ ઈલેવન તૈયાર થતી નથી, તો તે મેચ ફરીથી આયોજિત કરવા માટે શેડ્યૂલ નક્કી કરવામાં આવશે. આ પછી પણ જો મેચ નહીં થાય તો મામલો ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે. ત્યાં જે પણ નિર્ણય લેવાય તે સ્વીકારવો જ રહ્યો. અગાઉ, નિયમ હતો કે જો મેચ રિશેડ્યુલ કર્યા પછી પણ પૂર્ણ નહીં થાય, તો પાછળની ટીમને હારનાર તરીકે બે પોઈન્ટ આપવામાં આવશે.

આ સિવાય બોર્ડે એમ પણ કહ્યું છે કે પ્લે ઓફ અથવા ફાઈનલમાં ટાઈ થવાની સ્થિતિમાં, જો નિર્ધારિત સમયમાં સુપર ઓવર અથવા અન્ય સુપર ઓવર દ્વારા નિર્ણય લેવામાં નહીં આવે તો લીગ કક્ષાની રમત જોવામાં આવશે. જે ટીમ લીગ તબક્કામાં ટોચ પર રહેશે તેને વિજેતા ગણવામાં આવશે.

આ વખતે આઈપીએલ મુંબઈ અને પુણેમાં રમાશે. તેમાં મુંબઈના ત્રણ સ્ટેડિયમનો સમાવેશ થાય છે. વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમ છે. પુણેનું સ્ટેડિયમ પણ IPL મેચોનું આયોજન કરશે.

આ પણ વાંચો : PAK vs AUS: મિચેલ સ્ટાર્કની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનની ટીમ સાધારણ સ્કોરમાં વિખેરાઇ ગઇ

આ પણ વાંચો : IPL 2022માંથી 26 ખેલાડીઓ રહેશે બહાર, દિલ્હી અને લખનૌ ફ્રેન્ચાઈઝીને સૌથી વધુ નુકસાન થશે

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">