AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 નું ટાઇટલ જીતવા માટે દિલ્હી કેપિટલ્સે દિગ્ગજ ખેલાડીને પોતાની ટીમ સાથે જોડ્યો, ધોની સાથે રમી ચુક્યો છે આ ખેલાડી

રાજસ્થાન અને ચેન્નઇ ટીમ સાથે રમી ચુકેલ અને બંને ટીમને ટાઇટલ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવનાર આ ખેલાડી હવે દિલ્હી સાથે જોડાયો. ટાઇટલ જીતવા માટે દિલ્હીની અપેક્ષા વધી ગઇ.

IPL 2022 નું ટાઇટલ જીતવા માટે દિલ્હી કેપિટલ્સે દિગ્ગજ ખેલાડીને પોતાની ટીમ સાથે જોડ્યો, ધોની સાથે રમી ચુક્યો છે આ ખેલાડી
Delhi Capitals Jersey (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 5:43 PM
Share

દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) જીતવા માટે ટીમ સાથે મોટું નામ જોડ્યું છે. દિલ્હીએ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને IPL ના મોટા મેચ વિનર શેન વોટસનને (Shane Watson) ટીમના સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સ ટીમે આ સિઝન માટે પહેલાથી જ અજીત અગરકરને સહાયક કોચ ટીમ સાથે જોડ્યા છે. પરંતુ આ ફ્રેન્ચાઈઝીએ શેન વોટસનને પણ પોતાની કોચિંગ ટીમમાં જગ્યા આપી છે. શેન વોટસન આઈપીએલનું મોટું નામ છે, તેણે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રહીને આઈપીએલનો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. શેન વોટસન RCB માટે IPL પણ રમી ચૂક્યો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે તેની કારકિર્દીની અંતિમ ઇનિંગ રમી હતી. વોટસને છેલ્લી વાર 2020 માં IPL રમી હતી અને ત્યાર બાદ તેણે ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

શેન વોટસને IPL માં કુલ 145 મેચમાં 3874 રન બનાવ્યા છે અને 92 વિકેટ ઝડપી છે. વોટસનના આ આંકડા તેના અનુભવને દર્શાવે છે. ઉપરાંત, એમએસ ધોની અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓની ખૂબ નજીક હોવાને કારણે તેમની રમતની સમજમાં વધારો થયો છે અને આ જ કારણ છે કે દિલ્હી કેપિટલ્સે આ ખેલાડીને તેમના કોચિંગ સ્ટાફમાં સમાવેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ છે. આસિસ્ટન્ટ કોચ અજીત અગરકર અને શેન વોટસન છે. બોલિંગ કોચ જેમ્સ હોપ્સ અને બેટિંગ કોચ પ્રવિણ આમરે છે.

શેન વોટસને કહ્યુંઃ દિલ્હીનો ચેમ્પિયન બનવા માટેનો સમય આવી ગયો છે

દિલ્હી કેપિટલ્સે હજુ સુધી IPL ટાઇટલ જીત્યું નથી. તે વર્ષ 2020 માં ફાઇનલમાં પહોચ્યું હતું પણ રનર્સ અપ રહ્યું હતું. પરંતુ શેન વોટસનને આશા છે કે હવે દિલ્હીની ટીમ જરૂરથી ચેમ્પિયન બનશે. શેન વોટસને દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ બનવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, ‘એક ખેલાડી તરીકે મારી પાસે આ ટૂર્નામેન્ટ સાથે ઘણી યાદો જોડાયેલી છે અને હવે મને કોચિંગની જવાબદારી મળી છે. રિકી પોન્ટિંગના નેતૃત્વમાં આ તક મળવાથી ટીમને મોટો ફાયદો થશે. રિકી પોન્ટિંગ વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ કોચમાંથી એક છે. તેની પાસેથી મને ઘણું શીખવા મળશે. હું ખૂબ જ રોમાંચીત છું.’

દિલ્હીમાં દમ છેઃ વોટસન

શેન વોટસને દિલ્હી કેપિટલ્સને મજબૂત ટીમ ગણાવી હતી. તેના મતે હવે દિલ્હી ટીમ માટે IPL ચેમ્પિયન બનવાનો સમય આવી ગયો છે. વોટસને વધુમાં કહ્યું, ‘દિલ્હી કેપિટલ્સની ટીમ શાનદાર છે અને હવે સમય આવી ગયો છે કે ટીમ ચેમ્પિયન બને. હું ખેલાડીઓને શક્ય તેટલી મદદ કરવા માંગુ છું. અમે પ્રથમ ટાઇટલ જીતી શકીએ છીએ.’

આ પણ વાંચો : IPL 2022: હાર્દિક પંડ્યાએ શરૂ કરી IPLની તૈયારી, ફિટનેસ સાબિત કરવા NCA પહોંચ્યો

આ પણ વાંચો : Asian Youth & Junior Boxing Championships : વિશ્વનાથ-વંશજ જીત્યા ગોલ્ડ મેડલ, ભારતના નામે કુલ 39 મેડલ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">