દુબઈમાં જામશે એશિયન ટીમોની જંગ, જાણો શેડયૂલ અને લાઈવ સ્ટ્રીમિંગ વિશે
ભારતીય ટીમ અંડર-19 એશિયા કપમાં આઠ વખત ચેમ્પિયન છે અને આ રીતે આ સ્પર્ધામાં સૌથી સફળ ટીમ છે. ભારતને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળની સાથે ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 8 ડિસેમ્બરે અફઘાનિસ્તાન સામે ICC એકેડમી ઓવલ 1 ખાતે રમશે.

ઉભરતા બેટ્સમેન ઉદય સહારન સંયુક્ત આરબ અમીરાતમાં 8 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ACC મેન્સ અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનું નેતૃત્વ કરશે.ગયા વર્ષે એન્ટિગુઆમાં અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન જ્યારે ભારતીય ટીમ કોવિડનો શિકાર બની હતી, ત્યારે તેને બેકઅપ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
સૌમ્ય કુમાર પાંડેને 15 સભ્યોની ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ અંડર-19 એશિયા કપમાં આઠ વખત ચેમ્પિયન છે અને આ રીતે આ સ્પર્ધામાં સૌથી સફળ ટીમ છે. ભારતને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળની સાથે ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 8 ડિસેમ્બરે અફઘાનિસ્તાન સામે ICC એકેડમી ઓવલ 1 ખાતે રમશે.
ભારતીય ટીમઃ ઉદય સહારન (કેપ્ટન), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રૂદ્ર મયુર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, ધનુષ ગૌડા, અવિનાશ રાવ (વિકેટકીપર), એમ અભિષેક , ઇનેશ મહાજન (વિકેટકીપર), આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી.
અનામત ખેલાડી: પ્રેમ દેવકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન
નોન-ટ્રાવેલિંગ રિઝર્વ: દિગ્વિજય પાટીલ, જયંત ગોયાત, પી વિગ્નેશ, કિરણ ચોરમલે
ACC U19 એશિયા કપ 2023 ભારતીય સમય અનુસાર શેડયૂલ
- શુક્રવાર, ડિસેમ્બર 8 – ભારત U19 vs અફઘાનિસ્તાન U19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, 11:00 AM
- શુક્રવાર, ડિસેમ્બર 8 – પાકિસ્તાન U19 vs નેપાળ U19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ, 11:00 AM
- શનિવાર, 9 ડિસેમ્બર – બાંગ્લાદેશ U19 vs યુનાઇટેડ આરબ અમીરાત U19, ગ્રુપ B, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઇ, 11:00 AM
- શનિવાર, 9 ડિસેમ્બર – શ્રીલંકા U19 vs જાપાન U19, ગ્રુપ B, ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ, સવારે 11:00 AM
- રવિવાર, ડિસેમ્બર 10- ભારત U19 vs પાકિસ્તાન U19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, સવારે 11:00 AM
- રવિવાર, ડિસેમ્બર 10- અફઘાનિસ્તાન U19 vs નેપાળ U19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ, 11:00 AM
- સોમવાર, ડિસેમ્બર 11 – બાંગ્લાદેશ U19 vs જાપાન U19, ગ્રુપ B, ICC એકેડેમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ, 11:00 AM
- સોમવાર, ડિસેમ્બર 11 – શ્રીલંકા U19 vs યુનાઇટેડ આરબ અમીરાત U19, ગ્રુપ B, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઇ, 11:00 AM
- મંગળવાર, ડિસેમ્બર 12 – પાકિસ્તાન U19 vs અફઘાનિસ્તાન U19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, 11:00 AM
- મંગળવાર, ડિસેમ્બર 12 – ભારત U19 vs નેપાળ U19, ગ્રુપ A, ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ, 11:00 AM
- બુધવાર, ડિસેમ્બર 13 – બાંગ્લાદેશ U19 vs શ્રીલંકા U19, ગ્રુપ B, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, 11:00 AM
- બુધવાર, ડિસેમ્બર 13 – સંયુક્ત આરબ અમીરાત U19 vs જાપાન U19, ગ્રુપ B, ICC એકેડમી ગ્રાઉન્ડ નંબર 2, દુબઈ, સવારે 11:00 AM
- શુક્રવાર, ડિસેમ્બર 15 – પ્રથમ સેમી ફાઈનલ, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ, 11:00 AM
- શુક્રવાર, ડિસેમ્બર 15 – 2જી સેમી ફાઈનલ, ICC એકેડમી ગ્રાઉન્ડ, દુબઈ, 11:00 AM
- રવિવાર, ડિસેમ્બર 17 – ફાઈનલ, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ, 11:00 AM
ACC U19 એશિયા કપ 2023: ટેલિકાસ્ટ અને લાઇવ-સ્ટ્રીમિંગ
ACC યુટ્યુબ ચેનલ ભારતના ચાહકો માટે ACC U19 એશિયા કપ 2023 ની તમામ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ કરશે. જોકે આ સિરીઝનું કોઈ જીવંત પ્રસારણ નથી.
આ પણ વાંચો : કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે