IND vs BAN: રિષભ પંત આઉટ, કુલદીપ સેનનું ડેબ્યૂ, જુઓ ભારતની પ્લેઈંગ ઈલેવન

મીરપુરમાં આજે પ્રથમ વનડે રમાઈ રહી છે. આ મેચનો ટોસ થઈ ગયો છે. ટોસ બાદ બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવન (Playing 11)ની પણ જાહેરાત કરી દીધી છે.

IND vs BAN: રિષભ પંત આઉટ, કુલદીપ સેનનું ડેબ્યૂ, જુઓ ભારતની પ્લેઈંગ ઈલેવન
ઋષભ પંત આઉટImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 11:40 AM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. મીરપુરમાં આજે પ્રથમ વનડે રમાઈ રહી છે. આ મેચનો ટોસ થઈ ગયો છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ભારત પ્રથમ બેટિંગ કરશે. ટોસ બાદ બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવનની પણ જાહેરાત કરી દીધી છે. રિષભ પંતને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે જ્યારે કુલદીપ સેનને ડેબ્યૂ કરવાની તક મળી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તમને જણાવી દઈએ કે, આ વર્ષે ભારતની આ છેલ્લી વ્હાઈટ બોલ સિરીઝ છે. ભારત છેલ્લે બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે સિરીઝમાં હારી ગઈ હતી. એવામાં આ વર્ષની છેલ્લી વન ડે સિરીઝને જીતી બાંગ્લાદેશ સામે મળેલી હારનો હિસાબ લેવા માંગશે.

ન્યુઝીલેન્ડની સરખામણીમાં ભારતીય ટીમ ધણા ફેરફાર જોવા મળી રહ્યા છે. રોહિત અને શિખર અહીં ઓપનિંગમાં જોવા મળશે. જ્યારે કેએલ રાહુલ ટીમમાં વિકેટકીપરની ભૂમિકામાં હશે.

આવી છે બંન્ને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શાહબાઝ અહેમદ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન

બાંગ્લાદેશ પ્લેઈંગ ઈલેવન: લિટન દાસ (કેપ્ટન), અનામુલ હક, નજમુલ હુસૈન, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, એમએચ મિરાજ, હસન મહમુદ, મુસ્તફિઝુર રહેમાન, ઈબાદત હુસૈન

પંત ODI સિરીઝમાંથી બહાર

ભારતના કેમ્પ સાથે જોડાયેલા એક મોટા સમાચાર એ પણ છે કે, ઋષભ પંત માત્ર આ મેચમાંથી જ નહીં પરંતુ ODI સીરિઝમાંથી પણ બહાર છે. તેની પાછળનું કારણ તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">