Cricket: અઝીમ રફીકનો ખુલાસો, કાળા અને બ્રાઉન ખેલાડીઓને ‘કેવિન’ કહેતા ઇંગ્લેન્ડના બે દિગ્ગજ ક્રિકેટર, કુતરાના નામ પણ એ જ રાખ્યા હતા
પાકિસ્તાનમાં જન્મેલા ક્રિકેટરે યોર્કશાયર ક્રિકેટ કાઉન્ટી (Yorkshire Cricket County) અને તેના ખેલાડીઓ પર જાતિવાદના ગંભીર આરોપો લગાવ્યા છે અને તેમના ખેલાડીઓ સાથે ખરાબ વ્યવહાર વિશે વાત કરી છે.
જાતિવાદનો શિકાર બનેલા ઈંગ્લેન્ડ કાઉન્ટી યોર્કશાયર (Yorkshire Cricket County) ના ભૂતપૂર્વ ખેલાડી અઝીમ રફીકે (Azeem Rafiq) મંગળવારે UK ની સંસદીય સમિતિને જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડ ક્રિકેટ (England Cricket) માં જાતિવાદ સંસ્થાકીય રીતે વસ્યો છે. તેણે ક્લબમાં તેની સાથે કરવામાં આવેલ વ્યવહારને શરમજનક ગણાવ્યો છે. તેણે ક્લબમાં તેની સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો તે પણ જણાવ્યું.
રફીકે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે યોર્કશાયરમાં હતો ત્યારે તેણે જાતિવાદી ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. આ મામલાની તપાસ કરી રહેલા એક સ્વતંત્ર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે પાકિસ્તાનમાં જન્મેલા ક્રિકેટર વંશીય ભેદભાવનો શિકાર હતો. રફીકે જણાવ્યું હતું કે આ કારણે તેણે આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું.
જોકે, કાઉન્ટીએ આ સંબંધમાં માફી માંગી હતી, પરંતુ સાથે જ કહ્યું હતું કે તે આ સંબંધમાં કોઈ શિસ્તભંગના પગલાં લેશે નહીં. આ નિર્ણયની વ્યાપક ટીકા થઈ હતી. રફીકે આજે આ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે તે, ઘણી વખત એકલતા અનુભવતો હતો અને અપમાનિત થતો હતો.
તેણે કહ્યું, હું એકલો અને અપમાનિત અનુભવતો હતો. મારા માટે અથવા એશિયન પૃષ્ઠભૂમિના લોકો માટે આ એકદમ સામાન્ય હતું. અમે એવી કોમેન્ટ સાંભળતા હતા કે તમે ટોયલેટ પાસે જઈને બેસો. પાકી શબ્દ હંમેશા વપરાતો હતો. એવું લાગતું હતું કે આ બધું કાઉન્ટીના નેતાઓની બાજુથી માન્ય હતું. અને કોઈએ તેના વિશે ક્યારેય કંઈ કહ્યું નથી.
એલેક્સ હેલ્સ વિશે કહી મહાન વાત
રફીકે ઈંગ્લેન્ડના બે ક્રિકેટરો દ્વારા કરવામાં આવેલા વર્તન વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું કે ગેરી બેલેન્સ અન્ય રંગના લોકોને બોલાવવા માટે ‘કેવિન’ શબ્દનો ઉપયોગ કરતો હતો. તેણે એમ પણ કહ્યું કે એલેક્સ હેલ્સ તેના કૂતરાને કેવિન કહીને બોલાવતા હતા. તેણે કહ્યું, ગેરી બેલેન્સ કોઈપણ અન્ય રંગના લોકોને ‘કેવિન’ કહેતા હતા. તે ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં ખુલ્લું રહસ્ય હતું. બેલેન્સનો નજીકનો મિત્ર એલેક્સ હેલ્સ તેના કાળા કૂતરાને ‘કેવિન’ કહેતો હતો.”
હું માત્ર ક્રિકેટ રમવા માંગતો હતો
રફીકે કહ્યું કે તે માત્ર ક્રિકેટ રમવા માંગતો હતો. તેણે કહ્યું, હું માત્ર ક્રિકેટ રમવા અને ઈંગ્લેન્ડ માટે રમવા માંગતો હતો. હું મારું અને મારા પરિવારનું સપનું પૂરું કરવા માંગતો હતો. પ્રથમ વખત મને સારી રીતે ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. મને લાગે છે કે હું અવજ્ઞાકારી માનસિકતામાં હતો.