AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021, PAK vs AUS: પાકિસ્તાનનુ ‘સપનુ’ રોળાયુ, ઓસ્ટ્રેલિયા શાનદાર રમત સાથે ફાઇનલમાં પહોંચ્યુ, રવિવારે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે

ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021)માં પાકિસ્તાને તેની પ્રથમ મેચ હારી હતી અને એ સાથે જ તેનુ ફાઇનલમાં પહોંચવાનુ સપનુ તૂટી ગયુ હતુ.

T20 World Cup 2021,  PAK vs AUS: પાકિસ્તાનનુ 'સપનુ' રોળાયુ, ઓસ્ટ્રેલિયા શાનદાર રમત સાથે ફાઇનલમાં પહોંચ્યુ, રવિવારે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે
Pakistan vs Australia
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 11:30 PM
Share

ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) ની બીજી સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan vs Australia) વચ્ચે રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને પાકિસ્તાની ટીમ બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. રિઝવાન (Mohammad Rizwan) અને ઝમાન (Fakhar Zaman) ના અર્ધશતક વડે પાકિસ્તાને 4 વિકેટ ગુમાવીને 176 રનનો સ્કોર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 5 વિકેટે મેચ ને જીતી લઇ ફાઇનલમાં સ્થાન બનાવ્યુ હતુ.

જવાબમાં ઓસ્ટ્રેલિયાના ઓપનીંગ બેટ્મસેન અને કેપ્ટન આરોન ફિંચ પ્રથમ બોલ પર શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠો હતો. ઓપનર ડેવિડ વોર્નરે આક્રમક રમત વડે શરુઆત કરી હતી. વોર્નરે 30 બોલમાં 49 રન નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા લગાવ્યા હતા. મીશેલ માર્શે પણ શાનદાર રમત રમી રહ્યો હતો. ત્યાં તે શાહબાદ ખાનનો શિકાર બન્યો હતો. તેણે 28 રન કર્યા હતા. સ્ટીવ સ્મિથ (5) અને ગ્લેન મેક્સવેલ (7) રન પર જ પેવેલિયન પરત ફરતા ઓસ્ટ્રેલિયાની સ્થિતી મુશ્કેલ બની ગઇ હતી.

સ્ટોઇનીશ-વેડે એ અપાવી ફાઇનલ ટિકિટ

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો એક બાદ એક પેવેલિયનનો રસ્તો માપવા લાગ્યા ત્યારે જ સ્ટોઇનીશ અને વેડે એ જવાબદારી પોતાના ખભે સ્વિકારી લીધી હતી. બંને એ જબરદસ્ત રમત રમી હતી. વેડે એ 17 બોલમાં જ 41 રન 4 છગ્ગા ફટકારી કરતા જ ઓસ્ટ્રેલિયાનો ગમ ખુશીમાં ફેરવાઇ ગયો હતો. એક સમયે ઓસ્ટ્રેલિયા હારની સ્થિતી પર આવી પહોંચ્યુ હતુ. જ્યારે પાકિસ્તાની છાવણીમાં ખુશીઓનો પાર નહોતો. પરંતુ વેડે અને સ્ટોઇનીશે મેચનુ પાસુ પલટી દીધુ હતુ. સ્ટોઇનીશે 31 બોલમાં 40 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા લગાવ્યા હતા.

શાદાબ ખાન ની 4 વિકેટ

પાકિસ્તાની બોલીંગ લાઇન મજબૂત માનવામાં આવે છે. આ જ પ્રમાણેની બોલીંગ આજે કરી દર્શાવી હતી. સ્વાભાવિક છે કે સવાલ ફાઇનલ ની ટિકિટ કાપવાનો છે. શાદાબ ખાને વોર્નર, મિશેલ માર્શ, સ્મિથ અને મેક્સવેલ જેવી મોટી ચાર વિકેટ ઝડપી હતી. તેની આ વિકેટ જ પાકિસ્તાનને મેચમાં રાખીને રમતને રોમાંચક બનાવી રાખી હતી. શાહિન આફ્રિદીએ એક વિકેટ મેળવી હતી. હસન અલીએ 4 ઓવરમાં 44 રન ગુમાવ્યા હતા.

રિઝવાન-ઝમાનની જમાવટ

આ પહેલા પાકિસ્તાને પ્રથમ બેટીંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરો પર દબાણ વધારતી બેટીંગ કરી હતી. ઓપનર મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમે (39) સારી શરુઆત કરી હતી. બંને વચ્ચે 71 રનની ભાગીદારી રમત નોંધાઇ હતી. રિઝવાને શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. આ દરમ્યાન તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

કેપ્ટન આઝમની વિકેટ ગુમાવ્યા બાદ ફખર ઝમાને રમતને રિઝવાન સાથે મળીને આગળ વધારી હતી. ઝમાને પણ અર્ધશતક જમાવ્યુ હતુ. તેણે 55 રનની અણનમ રમત રમી હતી. 32 બોલમાં જ તેણે આ રન 4 છગ્ગાની મદદ થી નોંધાવ્યા હતા. જોકે પાકિસ્તાને આસીફ અલીની ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી. શોએબ મલિક પણ માત્ર 1 જ રન બનાવીને મીશેલ સ્ટાર્કના બોલ પર ક્લીન બોલ્ડ આઉટ થયો હતો. હાફીઝ એક રન કરીને અણનમ રહ્યો હતો.

સ્ટાર્કની 2 વિકેટ

મિશેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 2 વિકેટ ઝડપી હતી. તેણે પાકિસ્તાનની તેજ ગતીને બનેલી બેટીંગને નિયંત્રીત રાખવામાં મહત્વનો પ્રયાસ કર્યો હતો. સ્ટાર્કે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. જોશ હેઝલવુડ આજે સૌથી વધુ ખર્ચાળ બોલર સાબિત થયો હતો, તેણે 4 ઓવરમાં 49 રન લુટાવ્યા હતા. પેટ કમિન્સ અને એડમ ઝમ્પાએ એક એક વિકેટ ઝડપી હતી. ઝમ્પાએ સૌથી કરકસર ભરી બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપ્યા હતા.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: 6,6,6,6,4,4,4… ફખર ઝમાને મેદાનમાં મચાવ્યુ તોફાન, 15 બોલમાં રમતને અલગ બનાવી દીધી!

આ પણ વાંચોઃ T20 World Cup: મોહમ્મદ હફીઝે ફેંક્યો ‘ગલી’ ક્રિકેટ જેવો ખરાબ બોલ, ડેવિડ વોર્નરે છગ્ગો લગાવી દેતા અંપાયરથી ઝઘડી પડ્યો!

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">