T20 World Cup: મોહમ્મદ હફીઝે ફેંક્યો ‘ગલી’ ક્રિકેટ જેવો ખરાબ બોલ, ડેવિડ વોર્નરે છગ્ગો લગાવી દેતા અંપાયરથી ઝઘડી પડ્યો!

મોહમ્મદ હફીઝે (Mohammad Hafeez) પોતાના સ્પેલના પહેલા જ બોલ પર એક મોટી ભૂલ કરી હતી, જેના માટે તેને નુકસાન સહન કરવું પડ્યું હતું.

T20 World Cup: મોહમ્મદ હફીઝે ફેંક્યો 'ગલી' ક્રિકેટ જેવો ખરાબ બોલ, ડેવિડ વોર્નરે છગ્ગો લગાવી દેતા અંપાયરથી ઝઘડી પડ્યો!
Pakistan vs Australia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 11:02 PM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ની સેમીફાઈનલમાં પાકિસ્તાનના સૌથી અનુભવી ખેલાડીમાંથી એક મોહમ્મદ હફીઝે (Mohammad Hafeez) એવી બાલિશ ભૂલ કરી કે તમામ ક્રિકેટ ચાહકો દંગ રહી ગયા. આટલું જ નહીં, ભૂલ બાદ આ ખેલાડીએ અમ્પાયર સાથે દલીલ પણ શરૂ કરી દીધી હતી. વાસ્તવમાં, મોહમ્મદ હફીઝે 8મી ઓવરમાં ખૂબ જ ખરાબ બોલ ફેંક્યો હતો અને વોર્નરે (David Warner) તેને સિક્સર ફટકારી હતી. હાફિઝની આ ભૂલ જોઈને કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ ન થઈ શક્યો.

મોહમ્મદ હાફીઝ 8મી ઓવરમાં આક્રમણ પર આવ્યો હતો. બોલ હાફિઝના હાથમાંથી નીકળીને વચ્ચેની પીચ પર પડ્યો હતો. આ પછી ડેવિડ વોર્નરે તે બોલ પર મિડવિકેટ પર લાંબી સિક્સર ફટકારી હતી. વોર્નરના આ શોટ પછી હાફિઝે અમ્પાયર સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેણે કહેવાનું શરૂ કર્યું કે બોલ તેના હાથમાંથી સરકી ગયો છે, તેથી આ બોલને ડેડ જાહેર કરવામાં આવે પરંતુ નિર્ણય પાકિસ્તાનની વિરુદ્ધ ગયો. અમ્પાયરે આ બોલને નો બોલ પણ ગણાવ્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વોર્નર અડધી સદી ચૂકી ગયો હતો

તમને જણાવી દઈએ કે સેમીફાઈનલ મેચમાં ડેવિડ વોર્નરે એક ઈનિંગ રમી હતી. પરંતુ તે 30 બોલમાં 49 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. શાદાબ ખાનની બોલ પર વોર્નરે તેની વિકેટ ગુમાવી હતી જોકે તે અણનમ રહ્યો હતો. વોર્નર શાદાબના બોલ પર રિઝવાનના હાથે કેચ આઉટ થયો હતો. પરંતુ બોલ બેટની કિનારી લઈ શક્યો ન હતો. આશ્ચર્યજનક રીતે, વોર્નર પોતે પેવેલિયન તરફ ચાલ્યો ગયો.

મતલબ કે તેને એવું પણ લાગ્યું કે બોલ તેના બેટની કિનારી લઈ ગયો છે, પરંતુ એવું બન્યું નહીં. વોર્નરની આ વિકેટ ઓસ્ટ્રેલિયા માટે ભારે પડી હતી. તેના પછી ગ્લેન મેક્સવેલ પણ માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, કેપ્ટન એરોન ફિન્ચે 0, સ્ટીવ સ્મિથ-5 અને મિચેલ માર્શે 28 રન બનાવ્યા હતા. શાદાબ ખાને 4 ઓવરમાં માત્ર 26 રન આપીને 4 વિકેટ લઈને કાંગારૂ ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. ફખર અને મોહમ્મદ રિઝવાન બંનેએ અડધી સદી ફટકારી હતી. રિઝવાને 52 બોલમાં 67 રન અને ફખર ઝમાને 32 બોલમાં 55 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમે પણ 39 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: 6,6,6,6,4,4,4… ફખર ઝમાને મેદાનમાં મચાવ્યુ તોફાન, 15 બોલમાં રમતને અલગ બનાવી દીધી!

આ પણ વાંચોઃ Geeta Phogat 2.0: ‘દંગલ ગર્લે’ 3 વર્ષ પછી લોકોની વાતને અવગણીને પુરુષ કુસ્તીબાજો સાથે લીધી તાલીમ

g clip-path="url(#clip0_868_265)">