Breaking News : IPL 2026 ઓક્શન પહેલા આ ખેલાડીએ લીધો સંન્યાસ, હવે KKR માટે આ કામ કરશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન પહેલા વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડરે મોટો નિર્ણય લીધો છે. તેમણે આઈપીએલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આંદ્ર રસેલ છેલ્લા 12 વર્ષથી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ હતો.

વેસ્ટઈન્ડિઝનો ઓલરાઉન્ડર આંદ્રે રસેલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આ નિર્ણય જાહેર કરી તેમણે કહ્યું કે, તે મેદાનમાંથી ભલે વિદાય લઈ રહ્યો છે, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સના પરિવારનો ભાગ જરુર રહેશે. તમને જણાવી દઈએ કે, કોલકાતા નાઈટ રાઈડર્સે હાલમાં આંદ્રે રસેલને ટીમમાંથી રિલીઝ કર્યો હતો. એવું માનવામાં આવી રહ્યું હતુ કે, તે ઓક્શનમાં ઉતરશે પરંતુ હવે તેમણે આઈપીએલમાં ન રમવાની જાહેરાત કરી છે.તેમજ કોચિંગ સ્ટાફમાં મહ્તવની ભૂમિકા નિભાવશે.
14 વર્ષના આઈપીએલ કરિયરનો અંત
આંદ્ર રસેલે 2012માં દિલ્હી કેપિટલ્સની સાથે આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ વર્ષ 2014માં તે કેકેઆરની ટીમ સાથે જોડાયો હતો. તેમણે પોતાના આઈપીએલ દરમિયાન કુલ 140 મેચ રમી છે અને શાનદાર પ્રદર્શન પણ કર્યું હતુ. આ દરમિયાન તેમણે 115 ઈનિગ્સમાં 2651 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 174.17 રહી હતી. બોલિંગમાં પણ તેમણે શાનદાર કામ કર્યું અને 121 ઈનિગ્સમાં 123 વિકેટ લીધી હતી. આઈપીએલની પોતાની છેલ્લી સીઝનમાં તેમણે 10 ઈનિગ્સમાં 167 રન બનાવ્યા હતા અને 8 વિકેટ પોતાને નામ કરી હતી.
View this post on Instagram
રસેલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના સંન્યાસની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હું આઈપીએલમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. પરંતુ સ્વૈગર નહી. આઈપીએલની સફર શાનદાર રહી. 12 સીઝનની યાદ અને કેકેઆર પરિવાર તરફથી ખુબ જ પ્રેમ. તમે મને કેકેઆર સપોર્ટ સ્ટાફમાં 2026ના પાવર કોચના રુપમાં એક નવી ભૂમિકામાં જોવા મળશે. નવો અધ્યાય તેમજ ઉર્જા હંમેશા માટે એક નાઈટ
2 વખત ચેમ્પિયન
આંદ્ર રસેલે પોતાના કરિયર દરમિયાન 2 વખત ખિતાબ જીત્યો છે. તે વર્ષ 2014 અને 2024માં ખિતાબ જીતનારી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ રહેશે. તેમણે 2015 અને 2019માં 2 વખત આઈપીએલ એમવીપી એવોર્ડ જીત્યો પરંતુ હાલમાં તેનું પ્રદર્શ સારું જોવા મળ્યું ન હતુ. જેના કારણે ટીમે તેને રિટેન કર્યો ન હતો.
