IND vs NZ: મુંબઇમાં જન્મ્યો અને ‘મુંબઇ’ માં જ ભારતીયોને મુશ્કેલીમાં મુકી દીધા ! કિવી ટીમ વતી કર્યુ એ કામ જે પહેલા કોઇ નથી કર્યુ

|

Dec 04, 2021 | 11:28 AM

ન્યૂઝીલેન્ડના આ બોલરે મુંબઈની પીચ પર ભારતીય ટીમ (Team India) ના બેટ્સમેનોને રોકી રાખ્યા છે અને આ સાથે એક રેકોર્ડ પણ બનાવ્યો છે.

IND vs NZ: મુંબઇમાં જન્મ્યો અને મુંબઇ માં જ ભારતીયોને મુશ્કેલીમાં મુકી દીધા ! કિવી ટીમ વતી કર્યુ એ કામ જે પહેલા કોઇ નથી કર્યુ
Ajaz Patel

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈ (Mumbai Test) ના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે દિવસની શરૂઆત ચાર વિકેટના નુકસાન પર 221 રનથી કરી હતી. એવી ધારણા હતી કે ભારત શરૂઆતના કલાકમાં વિકેટ બચાવશે અને મોટા સ્કોર તરફ આગળ વધશે, પરંતુ કિવી ટીમના બોલર એજાઝ પટેલે (Ajaz Patel) આવું થવા દીધું ન હતું. તેણે દિવસની બીજી ઓવરમાં જ ભારતને બે મોટા ઝટકા આપ્યા અને આ સાથે તેણે એવું કામ કર્યું જે આજ સુધી ભારતમાં કોઈ કિવી સ્પિનર ​​કરી શક્યું નથી.

ભારતે અત્યાર સુધીમાં તેની છ વિકેટ ગુમાવી છે અને તમામ વિકેટ આ ડાબા હાથના સ્પિનરે લીધી છે. એજાઝે દિવસની બીજી ઓવરમાં રિદ્ધિમાન સાહાને પેવેલિયન મોકલ્યો હતો. એજાઝ સાહાને એલબીડબ્લ્યુ કર્યો અને આ સાથે તેણે પોતાની પાંચ વિકેટ પૂરી કરીને ઈતિહાસ રચ્યો. ઇજાઝ ભારતમાં ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લેનારો ન્યૂઝીલેન્ડનો પ્રથમ સ્પિનર ​​બની ગયો છે. બીજા જ બોલ પર તેણે રવિચંદ્રન અશ્વિનને બોલ્ડ કર્યો.

તેમના પહેલા જીતન પટેલ ભારતમાં ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર હતા. જીતને 2012ના ભારતના પ્રવાસ પર હૈદરાબાદમાં રમાયેલી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

 

સાત મેચમાં મોટી સિદ્ધિ

એજાઝની આ સાતમી ટેસ્ટ મેચ છે. આ પહેલા તે કાનપુર ટેસ્ટમાં પણ રમ્યો હતો પરંતુ ત્યાં પણ તે પોતાની સ્પિનનો વધુ પ્રભાવ બતાવી શક્યો નહોતો. પરંતુ મુંબઈમાં તેણે ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. એશિયામાં સૌથી વધુ પાંચ વિકેટ લેનારો એજાઝ ન્યુઝીલેન્ડનો ચોથો બોલર બન્યો છે.

એજાઝની એશિયામાં આ ત્રીજી પાંચ વિકેટ છે. આ બાબતમાં તે ટિમ સાઉથીની બરાબરી પર છે પરંતુ સાઉદીએ તેના કરતા વધુ મેચ રમી છે. સાઉદીએ આ કામ 13 મેચમાં કર્યું હતું. એશિયામાં રમાયેલી 21 ટેસ્ટ મેચોમાં આઠ વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપનાર ભૂતપૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરી સૌથી આગળ છે. બીજા નંબર પર મહાન સર રિચર્ડ હેડલી છે, જેમણે 13 મેચની પાંચ ઇનિંગ્સમાં આ કામ કર્યું હતું.

 

એજાઝનો જન્મ મુંબઈમાં થયો હતો

એજાઝને મુંબઈ પ્રત્યે અલગ જ લગાવ હોય એવું લાગે છે. તેમનો જન્મ પણ આ શહેરમાં થયો હતો. એજાઝનો જન્મ 21 ઓક્ટોબર 1988ના રોજ મુંબઈમાં જ થયો હતો. જ્યારે તે આઠ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયો હતો અને ત્યારથી તે આ દેશના રહેવાસી છે. હવે તે ભારતને તેની જન્મભૂમિ પર હરાવવા માટે મક્કમ છે.

 

આ પણ વાંચોઃ IND vs NZ: વિરાટ કોહલીએ દશ વર્ષ પહેલા કરેલુ ટ્વિટ ખૂબ Viral થવા લાગ્યુ, અંપાયરની ભૂલ થી મુંબઇમાં ગુમાવી હતી વિકેટ!

આ પણ વાંચોઃ IND vs NZ: મયંક અગ્રવાલે બેટને ‘ઉંચુ-નિચુ’ કરવાની સલાહને માની અને કિસ્મત બદલાઇ ગઇ, દિગ્ગજે કહેલી ટેકનિકે સફળતા અપાવી

Published On - 11:26 am, Sat, 4 December 21

Next Article