IND vs WI: વેસ્ટ ઇન્ડિઝનો ભારત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર! હવે ફક્ત અમદાવાદ અને કોલકાતામાં રમાઇ શકે છે મેચ
વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસ પર 3 વનડે અને 3 T20 મેચોની શ્રેણી રમવાની છે. મૂળ શેડ્યૂલ મુજબ, ODI સિરીઝ અમદાવાદ, જયપુર અને કોલકાતામાં રમવાની હતી. જ્યારે ટી20 શ્રેણી કટક, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમમાં યોજાવાની હતી.
ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ (West Indies tour of India) આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાવાનો છે. પરંતુ, 6 ફેબ્રુઆરીથી શરૂ થનારા આ પ્રવાસના શિડ્યુલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર કોરોનાના વધતા ખતરાને કારણે થયો છે. BCCI એ હવે વેસ્ટ ઈન્ડિઝ સામે સફેદ બોલની શ્રેણી માત્ર બે શહેરોમાં યોજવાનું વિચાર્યું છે. વેસ્ટ ઈન્ડિઝને ભારતના પ્રવાસમાં પહેલા 6 શહેરોમાં મેચ રમવાની હતી. પરંતુ, હવે એવા અહેવાલ છે કે માત્ર અમદાવાદ (Ahmedabad) અને કોલકાતા (Kolkata) જ યજમાન હશે. ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર 3 વનડે અને 3 ટી-20 મેચોની શ્રેણી રમવાની છે.
મૂળ શેડ્યૂલ મુજબ, ODI સિરીઝ અમદાવાદ , જયપુર અને કોલકાતા માં રમવાની હતી. જ્યારે T20 શ્રેણી કટક, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમમાં યોજાવાની હતી. ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 20 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.
બીસીસીઆઈના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે, “ટુર એન્ડ ફિક્સ્ચર કમિટીએ બુધવારે સેક્રેટરી અને પ્રમુખ સાથેની બેઠકમાં માત્ર અમદાવાદ અને કોલકાતામાં જ મેચ યોજવાનું સૂચન કર્યું છે. બીસીસીઆઈ આગામી બે દિવસમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે.
2022 માં ભારતનું વ્યસ્ત શેડ્યૂલ
વર્ષ 2022માં ભારતનું ક્રિકેટ શિડ્યુલ ખૂબ જ વ્યસ્ત છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સાથે ઘરેલુ T20 શ્રેણી પણ રમવાની છે. આ ઉપરાંત આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પણ રમાવાનો છે. જો કોરોનાની ગતિમાં ઘટાડો નહીં થાય તો આવનારા પ્રવાસના શિડ્યુલમાં ફેરફાર થઈ શકે છે.
કોરાનાની અસર દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પણ જોવા મળી
જો કે ભારતીય ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં તે ટેસ્ટ શ્રેણી બાદ હવે વનડે શ્રેણી રમી રહી છે. કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે ભારતનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પણ ટૂંકો કરવામાં આવ્યો છે. ટી-20 સિરીઝને ટૂર શેડ્યૂલમાંથી બાકાત રાખવામાં આવી છે. આ સાથે જ ODI સિરીઝની મેચો પણ કાપવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર 3 ODI શ્રેણીની પ્રથમ મેચ બુધવારે પાર્લમાં રમાઈ હતી, જેમાં યજમાન ટીમે ભારતને 31 રને હરાવ્યું હતું. આ હાર સાથે ભારતીય ટીમ શ્રેણીમાં 0-1થી પાછળ છે. હવે બંને ટીમો વચ્ચે બીજી મેચ 21 ફેબ્રુઆરીએ રમાશે, જે ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો હશે.