AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ચટાડી ધૂળ, પહેલીવાર બન્યું ‘ચેમ્પિયન’

રોમાંચક ફાઇનલ મુકાબલામાં અફઘાનિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની આ ખિતાબી લડાઈમાં અફઘાનિસ્તાને તાબડતોબ બેટિંગના દમે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને પહેલીવાર ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથે જ અફઘાને સમગ્ર ક્રિકેટ જગતમાં ડંકો વગાડી દીધો છે.

અફઘાનિસ્તાને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ચટાડી ધૂળ, પહેલીવાર બન્યું 'ચેમ્પિયન'
| Updated on: Nov 01, 2026 | 6:07 PM
Share

હોંગકોંગ સુપર સિક્સીસ 2026 ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો મિશન રોડ ગ્રાઉન્ડ, મોંગ કોક ખાતે 1 નવેમ્બરે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે રમાયો હતો.

ગુલબદ્દીન નૈબની કેપ્ટનશીપમાં રમવા પહોંચેલી અફઘાનિસ્તાનની ટીમ ખિતાબી મેચમાં ઇતિહાસ રચવામાં સફળ રહી હતી, જેમાં તેમણે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને પહેલીવાર આ ખિતાબ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી.

આ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 ઓવરમાં 4 વિકેટના નુકસાને 115 રનનો સ્કોર બનાવ્યો હતો. જો કે, અફઘાનિસ્તાનની ટીમે 5.1 ઓવરમાં માત્ર 2 વિકેટના નુકસાને ટાર્ગેટ મેળવીને ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી હતી.

ઇમરાન નઝીરની 14 બોલમાં 53 રનની ઇનિંગ

અફઘાનિસ્તાનને હોંગકોંગ સુપર સિક્સીસના ફાઇનલ મુકાબલામાં ઇમરાન નઝીરની ઇનિંગે ખાસ ભૂમિકા ભજવી હતી. 115 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાન ટીમની શરૂઆત સારી રહી નહોતી, જેમાં તેમણે પોતાની પહેલી વિકેટ 15 ના સ્કોર પર કરીમ જનતના રૂપમાં ગુમાવી દીધી હતી. ત્યારબાદ 32 ના સ્કોર પર કેપ્ટન ગુલબદ્દીન નૈબ પણ 17 રનની ઇનિંગ રમ્યા બાદ પેવેલિયન પરત ફર્યો હતો.

અહીંથી બેટિંગ કરવા ઉતરેલા ઇમરાન નઝીરે માત્ર ઇનિંગ સંભાળી જ નહીં પરંતુ એક છેડેથી ઝડપથી રન બનાવવાનો સિલસિલો શરૂ કર્યો. ઇમરાન નઝીરની તાબડતોબ ઇનિંગના દમ પર અફઘાનિસ્તાને માત્ર 5.1 ઓવરમાં જ મુકાબલો પોતાના નામે કરી લીધો, તો વળી નઝીરના બેટથી 14 બોલમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગા સહિત કુલ 53 રનની અણનમ ઇનિંગ જોવા મળી.

ફરમાઉલ્લાહ સૈફીએ પણ 26 રનની અહમ ઇનિંગ રમી, જેમાં તેના અને ઇમરાન નઝીર વચ્ચે ત્રીજી વિકેટ માટે 21 બોલમાં 87 રનની ભાગીદારી જોવા મળી.

સાઉથ આફ્રિકાને પણ અફઘાનિસ્તાને આપી હતી ‘માત’

અફઘાન ટીમનું હોંગકોંગ સુપર સિક્સીસમાં ગ્રુપ સ્ટેજથી લઈને ફાઇનલ સુધી અજેય અભિયાન જારી જોવા મળ્યું, જેમાં તેમણે ગ્રુપ સ્ટેજમાં સાઉથ આફ્રિકાને હરાવવામાં સફળતા મેળવી હતી. અફઘાનિસ્તાને તે મુકાબલો 3 વિકેટથી જીત્યો હતો.

ત્યારબાદ ઓમાનની ટીમને 4 વિકેટથી હરાવીને સેમિફાઇનલ માટે પોતાની જગ્યા પાક્કી કરી હતી. અફઘાનિસ્તાનની ટીમનો સેમિફાઇનલમાં સામનો સ્કોટલેન્ડ સાથે થયો હતો અને તેમણે તે મુકાબલો 21 રનના અંતરથી જીત્યો હતો.

મેદાન પર ગર્જ્યો ‘પોકેટ ડાયનેમો’! ઈશાન કિશને T20 ક્રિકેટમાં રચ્યો ‘ઇતિહાસ’, સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ ધ્વસ્ત

Follow Us
બનાસકાંઠા જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ
બનાસકાંઠા જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
સુરતની બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ! Video
સુરતની બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ! Video
રેલવે ફાટક બંધ કરવાનું ભૂલ્યું તંત્ર! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન
રેલવે ફાટક બંધ કરવાનું ભૂલ્યું તંત્ર! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન
વ્યારા સુગર મિલ: બાકી લેણાં મુદ્દે 800થી વધુ ખેડૂતોના ધરણાં
વ્યારા સુગર મિલ: બાકી લેણાં મુદ્દે 800થી વધુ ખેડૂતોના ધરણાં
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ બનાવશે શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ બનાવશે શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ
સુરતમાં એમ્બ્રોયડરી કામદારોનું ત્રણ મહિનાથી ચાલતું આંદોલન સમેટાયું !
સુરતમાં એમ્બ્રોયડરી કામદારોનું ત્રણ મહિનાથી ચાલતું આંદોલન સમેટાયું !
g clip-path="url(#clip0_868_265)">