1000th Match of IPL, MI vs RR Match Highlights : મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટથી જીતી મેચ, અંતિમ ઓવરમાં સિક્સરની હેટ્રિક જોવા મળી
1000th Match of IPL Highlights in Gujarati : આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની 1000મી મેચ રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટોસ હારીને પ્રથમ બોલિંગ કરવા ઉતરી હતી. ખાસ ઊજવણી બાદ આજની મેચ શરુ થઈ હતી.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ રમાઈ રહી છે. આઈપીએલ 2023ની 42મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શરુ થઈ હતી. રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. રાજસ્થાનનો ઓપનર યશસ્વી જયસ્વાલ આજે પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. 20 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 212 રન રહ્યો હતો. અંતે 1000મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટથી જીત મેળવી હતી.
બીજી ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સની શરુઆત ખરાબ રહી હતી. બર્થ બોય કેપ્ટન રોહિત શર્મા 3 રન બનાવી આઉટ થયો હતો. ઈશાન કિશન અને કેમરુન ગ્રીને તે સમયે મુંબઈની ઈનિંગ સંભાળી હતી. તેમના આઉટ થયા બાદ સૂર્યાકુમાર યાદવનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. સૂર્યકુમારના આઉટ થયા બાદ ટિમ ડેવિડે અંતિમ ઓવર સુધી મુંબઈની ઈનિંગ સંભાળી હતી. છેલ્લી ઓવરમાં જ્યાં 6 બોલમાં 17 રનની જરુર હતી. ત્યાં તેણે 3 સિક્સર ફટકારી ટીમને જીત અપાવી હતી.
LIVE NEWS & UPDATES
-
MI vs RR Match Live Score : મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર જીત
અંતિમ ઓવરમાં ટિમ ડેવિડે 3 સિક્સર ફટકારીને 3 બોલ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી હતી. 1000મી આઈપીએલ મેચમાં મુંબઈની 6 વિકેટથી જીત મેળવી છે.
-
MI vs RR Match Live Score : 19 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 196/4
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેવિડ 27 રન અને તિલક વર્મા 29 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 6 બોલમાં 17 રનની જરુર. 19 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 196/4
-
-
MI vs RR Match Live Score : 18 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 181/4
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેવિડ 15 રન અને તિલક વર્મા 27 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યો. રાજસ્થાન રોયલ્સની ટીમે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 12 બોલમાં 32 રનની જરુર. 18 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 181/4
-
MI vs RR Match Live Score : 17 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 170/4
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેવિડ 11 રન અને તિલક વર્મા 20 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિકસર અને એક ચોગ્ગો જોવા મળ્યો. રાજસ્થાન રોયલ્સની ટીમે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. 17 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 170/4. જીત માટે 18 બોલમાં 43 રનની જરુર.
-
MI vs RR Match Live Score : સૂર્યાકુમાર 55 રન બનાવી આઉટ
બોલ્ટની ઓવરમાં સૂર્યાકુમાર 55 રન પર આઉટ થયો છે. સંદિપ શર્માએ શાનદાર કેચ પકડીને રાજસ્થાનને સફળતા અપાવી હતી. સૂર્યાકુમારે 8 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી.
-
-
MI vs RR Match Live Score : 15 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 150/3
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યાકુમાર યાદવ 55 રન અને તિલક વર્મા 13 રન સાથે રમી રહ્યાં છે. સૂર્યાકુમારે 18મી આઈપીએલ ફિફટી ફટકારી છે. રાજસ્થાન રોયલ્સની ટીમે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. 15 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 150/3
-
MI vs RR Match Live Score : 14 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 141/3
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યાકુમાર યાદવ 48 રન અને તિલક વર્મા 12 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં તિલક વર્માએ 1 ચોગ્ગો અને 1 સિકસર ફટકારી. 14 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 141/3
-
MI vs RR Match Live Score : 13 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 124/3
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યાકુમાર યાદવ 24 રન અને તિલક વર્મા 1 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં સૂર્યાકુમારે 3 ચોગ્ગા અને 1 સિકસર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 20 રન જોવા મળ્યા હતા.
-
MI vs RR Match Live Score : 12 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 104/3
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યાકુમાર યાદવ 24 રન અને તિલક વર્મા 1 રન સાથે રમી રહ્યાં છે. ચહલની ઓવરમાં માત્ર 3 રન જોવા મળ્યા. રાજસ્થાન રોયલ્સની ટીમે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. 12 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 104/3
-
MI vs RR Match Live Score : કેમરુન ગ્રીન આઉટ
કેમરુન ગ્રીન અશ્વિનની ઓવરમાં 44 રન બનાવી આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. 11 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 101/2
-
MI vs RR Match Live Score : 10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 98/2
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યાકુમાર યાદવ 20 રન અને કેમરુન ગ્રીન 44 રન સાથે રમી રહ્યાં છે. સૂર્યાકુમાર યાદવે હોલ્ડરની ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા. રાજસ્થાન રોયલ્સની ટીમે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. 10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 98/2
-
MI vs RR Match Live Score : 9 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 84/2
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યાકુમાર યાદવ 7 રન અને કેમરુન ગ્રીન 42 રન સાથે રમી રહ્યાં છે. રાજસ્થાન રોયલ્સની ટીમે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. 9 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 84/2. સૂર્યાકુમાર યાદવે પોતાના પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી.
-
MI vs RR Match Live Score : ઈશાન કિશન આઉટ
અશ્વિનની ઓવરમાં ઈશાન કિશન 28 રન બનાવી કેચ આઉટ થયો છે. રાજસ્થાન રોયલ્સની ટીમે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. હવે સૂર્યાકુમાર યાદવ મેદાન પર આવ્યો છે.
-
MI vs RR Match Live Score : 7 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 62/1
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 23 રન અને કેમરુન ગ્રીન 32 રન સાથે રમી રહ્યાં છે. રાજસ્થાન રોયલ્સની ટીમે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. 7 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 62/1
-
MI vs RR Match Live Score : 6 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 58/1
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 21 રન અને કેમરુન ગ્રીન 30 રન સાથે રમી રહ્યાં છે. સંદીપ શર્માની ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 6 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 58/1
-
MI vs RR Match Live Score : 5 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 47/1
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 15 રન અને કેમરુન ગ્રીન 25 રન સાથે રમી રહ્યાં છે. અશ્વિનની ઓવરમાં અંતિમ બોલ પર કેમરુન ગ્રીને સિક્સર ફટકારી હતી. 5 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 47/1
-
MI vs RR Match Live Score : 4 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 36/1
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 13 રન અને કેમરુન ગ્રીન 17 રન સાથે રમી રહ્યાં છે. રાજસ્થાન રોયલ્સની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની ટીમને 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. 4 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 36/1
-
MI vs RR Match Live Score : 3 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 29/1
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન 10 રન અને કેમરુન ગ્રીન 14 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં કેમરુન ગ્રીને ચોગ્ગાની હેટ્રિક કરી હતી. 3 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 29/1
-
MI vs RR Match Live Score : બર્થ ડે બોલ રોહિત શર્મા 3 રન બનાવી આઉટ
સંદીપ શર્માની ઓવરમાં બર્થ ડે બોલ રોહિત શર્મા 3 રન બનાવી આઉટ થયો છે. 2 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 14/1
-
MI vs RR Match Live Score : 1 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 12/1
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ માટે આવ્યા છે. રાજસ્થાન રોયલ્સની ટીમે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. અંતિમ બોલ પર બર્થ ડે બોલ રોહિત શર્માએ બીજી ઈનિંગનો પ્રથમ ચોગ્ગો ફટકાર્યો છે. 1 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર – 12/1
-
MI vs RR Match Live Score : 20 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 212/7
અંતિમ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા હતા. કેપ્ટન રોહિત શર્માને જીત માટે 213 રનનો ટાર્ગેટ મળ્યો છે. 20 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 212/7
-
MI vs RR Match Live Score : 19 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 196/6
રાજસ્થાન રોયલ્સ તરફથી અશ્વિન 2 રન અને યશસ્વી જયસ્વાલ 116 રન સાથે રમી રહ્યાં છે. જોફ્રાની ઓવરમાં જયસ્વાલે સતત 2 સિક્સર ફટકારી હતી.
-
MI vs RR Match Live Score : 18 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 183/6
રાજસ્થાન રોયલ્સ તરફથી અશ્વિન 1 રન અને યશસ્વી જયસ્વાલ 104 રન સાથે રમી રહ્યાં છે. યશસ્વી જયસ્વાલે આઈપીએલ કરિયરની પ્રથમ સેન્ચુરી ફટકારી હતી. 18 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 183/6
-
MI vs RR Match Live Score : ધ્રુવ જુરેલ આઉટ
મેરેડીથની ઓવરમાં ધ્રુવ જુરેલ 2 રન બનાવી આઉટ થયો છે. 17.1 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 169/6
-
MI vs RR Match Live Score : હેટ માયર આઉટ થયો
અર્શદ ખાનની ઓવરમાં હેટમાયર 8 રન બનાવી આઉટ થયો છે. સૂર્યકુમાર યાદવે કેચ પકડતા જ રાજસ્થાનની અડધી ટીમ પવેલિયનમાં પહોંચી હતી. 17 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 168/5
-
MI vs RR Match Live Score : જેસન હોલ્ડર આઉટ
જોફ્રા આર્ચરની ઓવરમાં હોલ્ડર 11 રન બનાવી આઉટ થયો છે. ટિમ ડેવિડે કેચ પકડીને રાજસ્થાનની ચોથી વિકેટ લીધી હતી. 14.1 ઓવરમાં રાજસ્થાન રોયલ્સનો સ્કોર – 143/4
-
MI vs RR Match Live Score : 13 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 126/3
રાજસ્થાન રોયલ્સ તરફથી હોલ્ડર 3 રન અને યશસ્વી જયસ્વાલ 72 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. 13 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 126/3
-
MI vs RR Match Live Score : પડિક્કલ 2 રન બનાવી આઉટ
પિયુષ ચાવલાની ઓવરમાં પડિક્કલ 2 રન બનાવી આઉટ થયો છે. પિયુષ ચાવલાએ આજના દિવસે બીજી વિકેટ લીધી છે. 11 ઓવર બાદ રાજસ્થાન રોયલ્સનો સ્કોર – 103/3
-
MI vs RR Match Live Score : રાજસ્થાનની બીજી વિકેટ પડી
યુવા બોલર અર્શદ ખાનની ઓવરમાં સંજૂ સેમસન 14 રન બનાવી કેચ આઉટ થયો છે. તિલક વર્માએ શાનદાર કેચ કપડીને ટીમને સફળતા અપાવી હતી. 10 ઓવર બાદ રાજસ્થાન રોયલ્સનો સ્કોર – 97/2
-
MI vs RR Match Live Score : 1000મી મેચમાં મુંબઈને પહેલી સફળતા મળી
પિયુશ ચાવલાની ઓવરમાં ઓપનર જોસ બટલર 18 રન બનાવી આઉટ થયો છે. તેણે પોતાની ઈનિંગમાં 2 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી. જોસ બટલર કેચ આઉટ થતા હવે સંજૂ સેમસન બેટિંગ માટે આવ્યો છે. 7.3 ઓવરમાં રાજસ્થાનનો સ્કોર – 78/1
-
MI vs RR Match Live Score : 6 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 65/0
રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલર 11 રન અને યશસ્વી જયસ્વાલ 41 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં અંતિમ બોલ પર સિક્સર જોવા મળી. 6 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 65/0
-
MI vs RR Match Live Score : 5 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 58/0
રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલર 10 રન અને યશસ્વી જયસ્વાલ 35 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 4 ચોગ્ગા જોવા મળ્યા. 5 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 58/0
-
MI vs RR Match Live Score : 4 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 42/0
રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલર 10 રન અને યશસ્વી જયસ્વાલ 19 રન સાથે રમી રહ્યાં છે. જોફ્રા આર્ચરની ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા.
-
MI vs RR Match Live Score : 3 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 26/0
રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલર 1 રન અને યશસ્વી જયસ્વાલ 18 રન સાથે રમી રહ્યાં છે. ગ્રીનની ઓવરમાં અંતિમ બોલ પર એક ચોગ્ગો જોવા મળ્યો. 3 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 26/0
-
MI vs RR Match Live Score : 2 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 19/0
જોફ્રા આર્ચરની ઓવરમાં 11 રન જોવા મળ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલર 0 રન અને યશસ્વી જયસ્વાલ 14 રન સાથે રમી રહ્યાં છે. 2 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 19/0
-
MI vs RR Match Live Score : 1 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર – 8/0
રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વી જયસ્વાલ અને જોસ બટલ બેટિંગ માટે આવ્યા છે. પ્રથમ ઓવરમાં એક સિક્સર પણ જોવા મળી.
-
MI vs RR Match Live Score : 1000મી મેચની ઊજવણી શરુ
મેચ પહેલા બીસીસીઆઈ દ્વારા સચિન, રોહિત શર્મા , સંજૂ સૈમસેન અને કુમારા સંગાકારાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
-
MI vs RR Match Live Score : અર્જુન તેંડુલકર મુખ્ય ટીમમાંથી બહાર, જોફ્રા આર્ચર અંદર
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ
રાજસ્થાન રોયલ્સ ઇમ્પેક્ટ સબ્સ: ડોનોવન ફરેરા, એમ અશ્વિન, રિયાન પરાગ, કુલદિપ યાદવ, કુલદીપ સેન
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય, રિલે મેરેડિથ, અરશદ ખાન
મુંબઈ ઈન્ડિયન્સ ઈમ્પેક્ટ સબ્સ: નેહલ વાઢેરા, રમણદીપ સિંહ, વિષ્ણુ વિનોદ, શમ્સ મુલાની, અર્જુન તેંડુલકર
-
MI vs RR Match Live Score : રાજસ્થાન રોયલ્સે જીત્યો ટોસ
🚨 Toss Update 🚨@rajasthanroyals win the toss and elect to bat first against @mipaltan.
Follow the match ▶️ https://t.co/trgeZNGiRY #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/cy43uEDDTG
— IndianPremierLeague (@IPL) April 30, 2023
વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાનના કેપ્ટને ટોસ જીત્યો છે. અને તેમણે બેટિંગ પસંદ કરી છે. રોહિત શર્માની ટીમ પહેલા કરશે બોલિંગ. બંને ટીમ વચ્ચે 16મી સિઝનની આ પ્રથમ ટક્કર થશે.
-
MI vs RR Match Live Score : મેચ પહેલા થઈ બર્થ ડેની ઊજવણી
Cake cutting mein attitude toh aisa ki 5️⃣ time IPL winning captain ho 😏
Just RO things. Happy birthday, skipper ©️🎂#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 @ImRo45 pic.twitter.com/DD75sBhA0Q
— Mumbai Indians (@mipaltan) April 30, 2023
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાના કેપ્ટન રોહિત શર્માની બર્થ ડેની ઊજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર બર્થ ડેની ઊજવણીના ફોટો વાયરલ થઈ રહ્યાં છે.
-
MI vs RR Match Live Score : વાનખેડે સ્ટેડિયમનો મેચ પહેલાનો વીડિયો
Wankhede Stadium #1000th IPL VC – Jiya Saha pic.twitter.com/pRXtDxt1X3
— VK (@Motera_Stadium) April 30, 2023
આઈપીએલ 2023ની 42મી મેચ અને આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા સોશિયલ મીડિયા પર વાનખેડે સ્ટેડિયમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
-
MI vs RR Match Live Score : વાનખેડે સ્ટેડિયમમાં 1000મી મેચની થશે ઊજવણી
Celebration for the #1000thIPLGAME will start within a few hours in #Wankhede.#MIvsRR #MIvRR @IPL @mipaltan pic.twitter.com/BWnyMH4al3
— K.T.S (@FreakingHeart45) April 30, 2023
આઈપીએલની 1000મી મેચ પહેલા ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈ દ્વારા 1000મી મેચને ખાસ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવ્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં મેચ પહેલા લગભગ 15 મિનિટનો કાર્યક્રમ યોજાશે. જેની તૈયારીની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
-
MI vs RR Match Live Score : આઈપીએલ ઈતિહાસની ખાસ મેચો
- આઈપીએલની પ્રથમ મેચ 18 એપ્રિલ, 2008માં રમાઈ હતી.
- પ્રથમ મેચમાં બેંગ્લુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થઈ હતી.
- કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ 140 રનથી મેચ જીતી હતી.
- આઈપીએલની 100મી મેચ પણ બેંગ્લોર અને કોલકત્તા વચ્ચે રમાઈ હતી.
- દક્ષિણ આફ્રિકામાં રમાયેલી આ મેચમાં બેંગ્લોરની ટીમે 6 વિકેટથી જીત મેળવી હતી.
- આઈપીએલની 500મી મેચ દિલ્હી ડેયરડેવિલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી.
- મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીની ટીમે 14 રનથી જીત મેળવી હતી.
- આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે રમાશે.
-
MI vs RR Match Live Score : મુંબઈના કેપ્ટન રોહિત શર્મા માટે આજે ખાસ દિવસ
Hitman. Leader. Captain. Legend.
Here’s celebrating a special day of a special person #OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL #MIAvRR @ImRo45 https://t.co/tdk5oeoB0Q
— Mumbai Indians (@mipaltan) April 30, 2023
30 એપ્રિલ 1987, રોહિત શર્માનો જન્મ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયો હતો. આજેરોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અને વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોમાંનો એક છે. એટલા માટે દર વર્ષે 30 એપ્રિલનો આ દિવસ ભારતીય ચાહકો માટે ખાસ છે. આજે પણ એ જ તારીખ છે અને રોહિત 36 વર્ષનો થઈ ગયો છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સમાં 10 વર્ષ પણ પૂરા કર્યા છે. તેણે આ 10 વર્ષમાં કેપ્ટન તરીકે 5 વાર મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવી છે.
-
MI vs RR Match Live Score : આજે મુંબઈ-રાજસ્થાન વચ્ચે રમાશે આઈપીએલની 1000મી મેચ
આઈપીએલ ટુર્નામેન્ટ માટે આજે એક ખાસ દિવસ છે. આજે 30 એપ્રિલના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલ ઈતિહાસની 999મી મેચ રમાઈ અને આજે સાંજે 7.30 કલાકે આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ રમાશે. મુંબઈના વિશ્વ પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં આ 1000મી મેચ રમાવા જઈ રહી છે. આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે.
Published On - Apr 30,2023 6:34 PM