Cricket: ટેસ્ટ ટીમમાં પસંદગીના થતાં ભુવનેશ્વર માટે એવા સમાચારો વહેતા થયા કે ભુવીએ ખુલાસો કરવો પડ્યો

ઈંગ્લેંડ સામે રમાનારી ટેસ્ટ સિરીઝ અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ને લઈને ટીમમાં ભુવનેશ્વર કુમારને (Bhuvneshwar Kumar) સ્થાન નથી મળ્યુ.

Cricket: ટેસ્ટ ટીમમાં પસંદગીના થતાં ભુવનેશ્વર માટે એવા સમાચારો વહેતા થયા કે ભુવીએ ખુલાસો કરવો પડ્યો
Bhuvneshwar Kumar
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 15, 2021 | 11:12 PM

ઈંગ્લેંડ સામે રમાનારી ટેસ્ટ સિરીઝ અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ને લઈને ટીમમાં ભુવનેશ્વર કુમારને (Bhuvneshwar Kumar) સ્થાન નથી મળ્યુ. BCCIએ જાહેર કરેલી ટીમમાં તેને સ્થાન નહી મળતા તેને લઈને અનેક બાબતો સામે આવી રહી છે. જ્યાં બીસીસીઆઈએ તેને ટીમની બહાર રાખ્યા બાદ અનેક કારણે તેને લઈને ચર્ચાઓ થવા લાગી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

BCCIએ તેને બહાર રાખવાને લઈને ફિટનેસનું કારણ ધર્યુ હતુ તો વળી કેટલાક સમાચારમાં દાવો કરાયો હતો કે, ભુવનેશ્વર હવે ટેસ્ટ રમવા નથી માંગતો. જેને લઈને તેને વારંવાર મોકો નથી મળી રહ્યો. જેને લઈને હવે ભુવનેશ્વર જાતે જ આ મામલે નારાજ થઈ ખુલાસો કરવા સામે આવ્યો છે.

સમાચારો મુજબ કહેવામાં આવી રહ્યુ છે કે ભુવનેશ્વર કુમાર હવે પોતાનુ ધ્યાન મર્યાદિત ઓવરોના ફોર્મેટ પર લગાવી રહ્યો છે. તેમની ટેસ્ટ ક્રિકેટમાં રમવા માટે ઈચ્છા નથી. પાછલા કેટલાક સમયથી તેના વર્ક ડ્રિલમાં પણ ખૂબ બદલાવ આવ્યો છે અને તેમના નજીકના આ વાતને સારી રીતે જાણે છે.

આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટથી તે લાંબા સમયથી બહાર છે અને વ્હાઈટ બોલના ક્રિકેટના કમ્ફર્ટ ઝોન અને હેવી વેઈટ ટ્રેઈનીંગ પણ આ નિર્ણયના મોટા કારણમાં સામેલ છે. જોકે ભુવીએ કહ્યું હતુ કે, તેને ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટને છોડવાનો કોઈ જ ઇરાદો નથી.

ભુવનેશ્વરે ટ્વીટ કરીને નારાજગી દર્શાવી

ભુવનેશ્વરે આ અંગે સ્પષ્ટતા કરતા ટ્વીટ કરી હતી. તેણે આ ટ્વીટમાં તેણે કહ્યુ હતુ કે લોકો તેમના વિશે ખોટી વાતો લખી રહ્યા છે. સુત્રોના નામ પર કંઈ પણ ના કહેવામાં આવે. તેણે લખ્યુ હતુ કે, કેટલાક એવા આર્ટીકલ છપાયા છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે, હવે હું ટેસ્ટ ક્રિકેટ રમવા નથી માંગતો.

હું બસ સ્પષ્ટ કરવા ઈચ્છુ છુ કે, હું પોતાને ત્રણેય ફોર્મેટ માટે તૈયાર કરુ છુ. સિલેક્શન થાય અથવા ના થાય, પરંતુ હું આમ જ કરતો રહુ છુ. સલાહ- મહેરબાની કરીને પોતાની કલ્પનાઓને ફક્ત સુત્રોના નામ પર ના લખો.

આ પ્રકારના સમાચારો પણ એટલા માટે આગળ આવ્યા હતા કે ભુવનેશ્વરે ભારત માટે પોતાની આખરી ટેસ્ટ જહોનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે રમી હતી. ત્યારબાદ તેને ટેસ્ટ ક્રિકેટમાં મોકો જ નહોતો મળ્યો. ત્યારબાદ સ્પોર્ટસ હર્નિયાની સર્જરી કરાવવા બાદ તેની ફિટનેસ પર તેની ખૂબ અસર થઈ હતી.

આ પણ વાંચો: Cricket: હરભજનસિંહે ક્રિકેટરમાંથી પ્રધાન બનેલા મનોજ તિવારીને કટાક્ષ ભરી શુભેચ્છા પાઠવી, પછી થયુ આમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">