Cricket: હરભજનસિંહે ક્રિકેટરમાંથી પ્રધાન બનેલા મનોજ તિવારીને કટાક્ષ ભરી શુભેચ્છા પાઠવી, પછી થયુ આમ

પશ્વિમ બંગાળમાં પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી (Manoj Tiwary) ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ હવે મમતા સરકારમાં રમત ગમત અને યુવા રાજ્ય કક્ષાના પ્રધાન પદ પર છે. મમતા બેનર્જીના ટીએમસી પક્ષમાંથી ચૂંટણી લડીને તેણે શાનદાર જીત મેળવી હતી.

Cricket: હરભજનસિંહે ક્રિકેટરમાંથી પ્રધાન બનેલા મનોજ તિવારીને કટાક્ષ ભરી શુભેચ્છા પાઠવી, પછી થયુ આમ
File Image
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 15, 2021 | 9:11 PM

પશ્વિમ બંગાળમાં પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી (Manoj Tiwary) ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ હવે મમતા સરકારમાં રમત ગમત અને યુવા રાજ્ય કક્ષાના પ્રધાન પદ પર છે. મમતા બેનર્જીના ટીએમસી પક્ષમાંથી ચૂંટણી લડીને તેણે શાનદાર જીત મેળવી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તેણે પોતાનું પદ સંભાળવા સાથે જ ટ્વીટ કરીને તસ્વીર પણ શેર કરી હતી. જેને લઈને તેને અનેક લોકોએ શુભેચ્છા પાઠવી હતી. શુભેચ્છકોની યાદીમાં હરભજન સિંહ (Harbhajan Singh)નો પણ સંદેશો હતો, જોકે તેનો સંદેશો હટકે હતો. જોકે જે સંદેશો વાયરલ થવા લાગતા ડિલીટ કરી દેવાયો હતો.

હરભજન સિંહે કટાક્ષ સાથે મનોજ તિવારીને તેની નવી કારર્કિદીને લઈ શુભેચ્છા પાઠવી હતી. જે ખૂબ જ વાયરલ થવા લાગી હતી. જેને લઈને આખરે તે ટ્વીટને ડીલીટ કરી લેવામાં આવી હતી અને બાદમાં ફરીથી નવી ટ્વીટ કરી હતી. હરભજને તેની કટાક્ષ ભરેલી ટ્વીટમાં લખ્યુ હતુ કે શુભેચ્છા થશો. મનોજ તિવારી. કોઈ પણ બાળક સાથે એવુ ના થવા દેશો જે આપના કરિયરની સાથે થયુ છે. ભગવાન આપ પર કૃપા કરે. શુભકામનાઓ.

ભજ્જીના આ ટ્વીટ બાદ લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. જેને લઈને બાદમાં તેઓએ પોતાની ટ્વીટને હટાવી દીધુ હતુ. જોકે ત્યાં સુધીમાં તો તેનુ ટ્વીટ વાયરલ થઈ ચુક્યુ હતુ. જોકે ત્યારબાદ કેટલાક સમય બાદ નવુ જ ટ્વીટ કર્યુ હતુ,

જેમાં તે વાતને લઈને થોડા અલગ અંદાજમાં લખ્યુ હતુ. તેમણે લખ્યુ કે શુભેચ્છા મનોજ તિવારી. જે અડચણોનો તમે પોતાના કરિયરમાં સામનો કર્યો છે, (દમદાર ખેલાડી હોવા છતાં પણ) મને આશા છે કે, કોઈ અન્ય ક્રિકેટર તેવા કાંટાળા રસ્તાઓથી ના પસાર થાય. ભગવાન આપ પર કૃપા કરે, શુભેચ્છાઓ.

આમ જોવામાં આવે તો હરભજન સિંહે મનોજ તિવારીની દુ:ખતી નસ પર હાથ રાખી દીધો હતો. મનોજ તિવારી અનેક ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં પણ ભારતીય ટીમમાં પરત ફરી શક્યો નહોતો. જેને લઈને તેણે અનેક વાર તેણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી પ્રગટ કરી ચુક્યો છે. જોકે 35 વર્ષીય મનોજ તિવારી શિવપુર વિધાનસભા વિસ્તારમાંથી વિજેતા થયો હતો. તેણે 32 હજાર મતથી જીત મેળવી હતી.

આ પણ વાંચો: Israel Air strike: ઈઝરાયેલ-હમાસ વચ્ચે ભીષણ જંગનાં એંધાણ, ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં 12 માળની મિડિયા હાઉસની બિલ્ડિંગ ઘરાશાયી, જુઓ વિડિયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">