Corona: CSK, રિષભ પંત અને વિરુષ્કા આવ્યા મદદની વહારે, કોરોના સામે લડવા આપ્યો મહત્વનો ફાળો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે કોવિડ 19 રોગચાળા સામે લડતમાં ફાળો આપતા તમિલનાડુમાં અસરગ્રસ્ત દર્દીઓ માટે 50 ઓક્સિજન કોન્સંટ્રેટર્સ આપ્યા છે.

Corona: CSK, રિષભ પંત અને વિરુષ્કા આવ્યા મદદની વહારે, કોરોના સામે લડવા આપ્યો મહત્વનો ફાળો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 09, 2021 | 6:34 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે કોવિડ 19 રોગચાળા સામે લડતમાં ફાળો આપતા તમિલનાડુમાં અસરગ્રસ્ત દર્દીઓ માટે 50 ઓક્સિજન કોન્સંટ્રેટર્સ આપ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડના ડિરેક્ટર આર શ્રીનિવાસે શનિવારે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનને ઓક્સિજન કોન્સંટ્રેટર્સ આપ્યા છે. આ પ્રસંગે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રૂપા ગુરુનાથ પણ હાજર હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોવિડ 19 રાહત કામગીરી સાથે સંકળાયેલી સંસ્થા ભૂમિકા ટ્રસ્ટ ઓક્સિજન કન્સન્ટ્રેટરની ડિલિવરીની વ્યવસ્થા કરવામાં મદદ કરી રહી છે. આનાથી ત્યાંના દર્દીઓને ફાયદો થશે. ત્રણ વખતના આઈપીએલ ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમે પણ ટ્વીટર પર પોસ્ટ મુકી માહિતી આપી છે.

https://twitter.com/ChennaiIPL/status/1391068890470309891

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ આવ્યા આગળ

હાલમાં દેશ કોરોના વાઈરસ સામે લડી રહ્યો છે અને કટોકટીની ઘડીમાં ઘણી ફિલ્મ હસ્તીઓ લોકોને મદદ કરવા આગળ આવી રહ્યા છે. હવે અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ આ યાદીમાં જોડાયા છે. તેઓએ ઓનલાઈન ભંડોળ ઉભુ કરવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે. તેઓ જરૂરિયાતમંદો માટે નાણાં એકત્ર કરી રહ્યા છે.

આ સાથે તેમણે કોરોના રોગચાળા સામે લડવામાં મદદ કરવા માટે બે કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. તેમનો લક્ષ્યાંક 7 કરોડ રૂપિયા છે. બંને આ નાણાં સામાન્ય લોકો પાસેથી ભંડોળ ઉભુ કરતી સંસ્થા કેટો દ્વારા એકત્રિત કરી રહ્યા છે. આ અંગે તેમણે એક વીડિયો દ્વારા માહિતી પણ આપી હતી. તેમના દ્વારા વીડિયો અપલોડ કરાતા જ 24 કલાકમાં 3.80 કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું થઇ ગયુ છે.

રિષભ પંતે પણ મદદ માટે કરી જાહેરાત

ભારતીય ટીમનો વિકેટ કિપર અને બેટ્સમેન રિષભ પંતે શનિવારે જાહેરાત કરી હતી કે તે ઓક્સિજન સિલિન્ડર અને બેડ તેમજ કોવિડ રિલીફ કીટ દાન કરશે. તે હેમકર્ટ ફાઉન્ડેશન સાથે મળીને જરૂરિયાતમંદ લોકો સુધી આ સહાયતા પહેંચાડશે.

રિષભ પંતે ટ્વીટ કરીને કહ્યું હતુ કે ‘હું હેમકર્ટ ફાઉન્ડેશન સાથે મળીને 2 બેડ તથા ઓક્સિજન સિલિન્ડર અને કોવિડ રિલીફ કીટનું વિતરણ કરીશે. હું ફાઉન્ડેશન સાથે મળીને ગામડાંઓ તેમજ નાના શહેરોને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશ’ આમ કોરોના સામે લડવા માટે ઘણા બધા લોકો મદદનો હાથ લંબાવી રહ્યા છે અને પોતોનાથી થતાં પ્રયાસો કરી રહ્યા છે.

આ પણ વાંચો: દેશના આ 10 રાજ્યોમાં કોરોનાથી બગડયા હાલાત, 71 ટકાથી વધારે નવા કેસો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">