AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC 2026 Breaking News : ICCની દરિયાદિલી, બાંગ્લાદેશને નહીં કરે દંડ, મળ્યું આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું યજમાનપદ

ICCની દરિયાદિલી, બાંગ્લાદેશને નહીં કરે દંડ, ઉલટું 2028-2031 વચ્ચે એક ICC ઇવેન્ટ હોસ્ટ કરવાની તક આપી છે. જાણો આખી વાત

T20 WC 2026 Breaking News : ICCની દરિયાદિલી, બાંગ્લાદેશને નહીં કરે દંડ, મળ્યું આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું યજમાનપદ
Breaking News ICC T20 World Cup 2026 ICC Does Not Impose Any Sanction on Bangladesh
| Updated on: Feb 10, 2026 | 8:09 AM
Share

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) માટે મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. ભારત ખાતે યોજાનારા T20 વર્લ્ડ કપ 2026માં સુરક્ષા સંબંધિત ચિંતાઓને કારણે બાંગ્લાદેશે પોતાની મેચ રમવાનું ટાળવાનું નક્કી કર્યું હતું.

આ નિર્ણય બાદ ICCએ બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાંથી બહાર રાખી તેની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કર્યું હતું. ત્યારથી ક્રિકેટ જગતમાં એવી ચર્ચા હતી કે ICC બાંગ્લાદેશ સામે કડક કાર્યવાહી કરી શકે છે. પરંતુ હવે ICCએ તમામ અટકળોને વિરામ આપતા સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ પર કોઈ પણ પ્રકારની ફાઇનાન્શિયલ, સ્પોર્ટિંગ કે એડમિનિસ્ટ્રેટિવ સજા લાગુ કરવામાં આવશે નહીં. આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ માટે મોટી રાહત સમાન છે.

ICCએ બાંગ્લાદેશને કોઈ સજા આપી નહીં

ICC દ્વારા જાહેર કરાયેલી મીડિયા રિલીઝ અનુસાર, લાહોરમાં ICC, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB) વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માત્ર T20 વર્લ્ડ કપ 2026 જ નહીં પરંતુ દક્ષિણ એશિયામાં ક્રિકેટના ભવિષ્ય, સુરક્ષા મુદ્દા અને સહકાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો સૌથી મોટો નિર્ણય એ રહ્યો કે બાંગ્લાદેશને 2028થી 2031 વચ્ચે કોઈ એક ICC ઇવેન્ટનું યજમાનપદ આપવામાં આવશે.

નોંધનીય છે કે બાંગ્લાદેશ પહેલેથી જ ભારત સાથે મળીને 2031 ODI વર્લ્ડ કપનું યજમાન બનવાનું છે. તે પહેલા એક વધુ ICC ઇવેન્ટ મળવાથી બાંગ્લાદેશની ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા બંનેને ફાયદો થશે.

ICC ચીફ એક્ઝિક્યુટિવનું નિવેદન

ICCના ચીફ એક્ઝિક્યુટિવ સંજોગ ગુપ્તાએ આ મુદ્દે નિવેદન આપતાં કહ્યું હતું કે, “ICC પુરુષ T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશની ગેરહાજરી નિરાશાજનક છે, પરંતુ બાંગ્લાદેશ પ્રત્યે અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા યથાવત રહેશે. અમે BCB સહિત તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે મળીને કામ કરીશું જેથી દેશમાં ક્રિકેટ સતત વિકાસ થઇ શકે.”

આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ICC માત્ર નિયમો નહીં પરંતુ સભ્ય દેશોની પરિસ્થિતિ અને સુરક્ષા ચિંતાઓને પણ સમજીને નિર્ણય લે છે. બાંગ્લાદેશ માટે આ સમય મુશ્કેલ હતો, પરંતુ હવે તેને ભવિષ્યમાં ક્રિકેટના મોટા મંચ પર ફરીથી મજબૂત રીતે ઉભરવાની તક મળી છે.

T20 World Cup Breaking : સૂર્યકુમાર યાદવના દમ પર જીત્યું ભારત, T20 વર્લ્ડ કપ 2026 ની પહેલી મેચમાં USA ને હરાવ્યું

વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
g clip-path="url(#clip0_868_265)">