Breaking News: હાર્દિક-રોહિતને BCCI નું અલ્ટીમેટમ, પહેલા ફિટનેસ સાબિત કરો, સિલેક્શન ની વાત પછી….
અફઘાનિસ્તાન સામેની વન ડે સિરિઝ પહેલા હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ફિટનેસને લઈને સસ્પેન્સ યથાવત્ છે. BCCI એ બંને ખેલાડીઓને બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સીલેન્સ (CoE) માં રિપોર્ટ કરવા કહ્યુ છે. હાર્દિક એક સપ્તાહથી વધુ સમયથી ફિટનેસ ડ્રિલ અને મેચ સિમુલેશનમાંથી પસાર થશે. RTP (રિટર્ન ટુ પ્લે) ક્લિયરેન્સ મળ્યા બાદ જ સિરિઝમાં તેના સિલેક્શનનું પિક્ચર ક્લિયર થશે.

અફઘાનિસ્તાન સામેની આગામી ત્રણ મેચોની વન ડે સિરિઝ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની ફિટનેસ સાબિત કરવી પડશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સ્પષ્ટ કર્યુ છે કે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવતા પહેલા તેને સેન્ટર ઓફ એક્સીલેન્સ (CoE) થી ફિટનેસ ક્લિયરેન્સ મેળવવુ પડશે.
હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સામેની વનડે સિરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ તો કરાયો છે, પરંતુ તેના નામ સાથે ફિટનેસને લઈને એક શર્ત પણ રાખવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર હાર્દિક 2 જૂને બેંગલુરુ સ્થિતિ BCCI સેન્ટર ઓફ એક્સીલેન્સ પહોંચ્યા અને સિરિઝ શરૂ થયા પહેલા એક સપ્તાહ સુધી ત્યાં રોકાશે.
આ દરમિયાન 32 વર્ષિય ઓલરાઉન્ડરને ફિટનેસ ડ્રિલ, ફિઝિકલ એસેસમેનટમાંથી પસાર થવુ પડશે. તમામ જરૂરી સ્ટાન્ડર્ડમાં ખરા ઉતર્યા બાદ જ તેને RTP મળશે. ત્યારબાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ વન ડે સિરિઝ માં તેના સિલેક્શનને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે.
હાર્દિક માટે આ ફિટનેસ ટેસ્ટ એટલે પણ મહત્વનો છે કારણ કે IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી દરમિયાન તેને બેક સ્પાસ્મ ની સમસ્યા થઈ હતી. આ જ કારણે તે ટુર્નામેન્ટ કેટલીક મેચમાં રમી શક્યો નહીં. તેની અંતિમ વન ડે મેચ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે હતી.
રોહિત શર્માને પણ CoE માં રિપોર્ટ કરવાનો આદેશ
માત્ર હાર્દિક પંડ્યા જ નહીં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પણ BCCI એ સેન્ટર ઓફ એક્સિલેન્સ માં રિપોર્ટ કરવા માટે કહ્યુ છે. રોહિત IPL 2026 દરમિયાન હેમસ્ટ્રીંગની ઈજામાંથી પસાર થઈ રહ્યા હતા. આ જ કરાણે અફઘાનિસ્તાન સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતમાં તેના નામ સામે પહેલા ફિટનેસ સંબંધી શર્ત મુકવામાં આવી છે.
જો કે મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ મહિલા જયવર્ધને હાલમાં જ દાવો કર્યો હતો કે રોહિત સંપૂર્ણ રીતે ફિટ છે. જયવર્ધનના જણાવ્યા અનુસાર રોહિતને ઈજામાંથી બહાર આવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને મેડિકલ ટીમ તેને 100 ટકા ફિટ માને છે.
તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે IPL માં રોહિતનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ એ ટીમની રણનીતિનો ભાગ હતો. તેને રોહિતની ફિટનેસ સાથે કંઈ લેવાદેવા નથી. જયવર્ધને કહ્યુ કે મુંબઈ ઈન્ડિયન્સ તેની ટીમની જરૂરિયાતો ના હિસાબે નિર્ણયો લે છે અને રોહિત હંમેશા ટીમની માગ અનુસાર ખુદને ઢાળે છે.
ક્યારે છે ભારત-અફઘાનિસ્તાન ની વનડે સિરિઝ ?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વન ડે સિરિઝ 13 જૂનથી ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં શરૂ થશે. બીજી મેચ 17 જૂને લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજી અને અંતિમ મેચ ચેન્નાઈમાં 20 જૂને રમાશે.
અફઘાનિસ્તાન સામે ભારતની વન ડે ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા*, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા*, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદિપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિંસ યાદવ, ગુરનૂર બ્રાર અને હર્ષ દૂબે
હવે સહુની નજર હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ફિટનેસ રિપોર્ટ પર ટકેલી છે. જો આ બંને ક્રિકેટરને સમય પર ક્લિયરેન્સ મળી જશે તો અફઘાનિસ્તાન સામેની ટીમ ઈન્ડિયા પણ મજબુત જોવા મળશે.
