AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લંડન કોર્ટનો મોટો નિર્ણય ! નીરવ મોદીને બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવવાનો આપ્યો આદેશ, જાણો સમગ્ર મામલો

હીરા વેપારી નીરવ મોદીને લંડન હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બેંક ઓફ ઈન્ડિયાની તરફેણમાં ચુકાદો આપતા કોર્ટે નીરવ મોદીને 10.7 મિલિયન ડોલર (લગભગ ₹100 કરોડથી વધુ) રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તે તેની કંપનીને આપવામાં આવેલી લોન માટે વ્યક્તિગત ગેરંટી હેઠળ ચુકવણી માટે જવાબદાર છે.

Breaking News : લંડન કોર્ટનો મોટો નિર્ણય ! નીરવ મોદીને બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવવાનો આપ્યો આદેશ, જાણો સમગ્ર મામલો
Nirav ModiImage Credit source: X
| Updated on: Jun 24, 2026 | 2:04 PM
Share

હીરા વેપારી નીરવ મોદીને લંડન કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. લંડન હાઈકોર્ટે નીરવ મોદીને બેંક ઓફ ઈન્ડિયાને 10.7 મિલિયન ડોલર (લગભગ ₹100 કરોડથી વધુ) રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે નીરવ મોદી પોતે સહી કરેલી વ્યક્તિગત ગેરંટી હેઠળ ચુકવણી માટે જવાબદાર છે. નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે, કારણ કે તેઓ પંજાબ નેશનલ બેંક (PNB) ગોટાળામાં સામેલ છે. ભારત સરકાર તેમને પરત લાવવા માટે પ્રયત્ન કરી રહી છે.

મામલો શું છે?

જુલાઈ 2012માં, બેંક ઓફ ઈન્ડિયાએ નીરવ મોદીની દુબઈ સ્થિત કંપની, ફાયરસ્ટાર ડાયમંડ FZE ને 4.1 મિલિયન ડોલરની લોન આપી હતી. 3 ઓગસ્ટ 2013 ના રોજ નીરવ મોદીએ આ લોન માટે વ્યક્તિગત ગેરંટી આપી હતી. વ્યક્તિગત ગેરંટીનો અર્થ એ છે કે જો કંપની લોન ચૂકવે નહીં તો ગેરંટી આપનાર ચુકવણી માટે જવાબદાર રહેશે. હવે, વ્યાજ સહિત લોનની રકમ આશરે 10.7 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.

વિવાદ કેવી રીતે થયો શરૂ ?

2018માં પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના સમાચાર બહાર આવ્યા પછી, નીરવ મોદીના વ્યવસાય જૂથને કટોકટીનો સામનો કરવો પડ્યો. આ પછી, બેંક ઓફ ઈન્ડિયાએ વસૂલાત પ્રક્રિયા શરૂ કરી અને કંપની અને નીરવ મોદીને નોટિસ મોકલી. જોકે, બેંકે જણાવ્યું હતું કે આ નોટિસોનો કોઈ જવાબ મળ્યો નથી.

નીરવ મોદીએ કોર્ટમાં ત્રણ મુખ્ય દલીલો કરી હતી

  • વ્યક્તિગત ગેરંટી કાયદેસર રીતે અમલમાં મૂકી શકાતી નથી
  • બેંક દ્વારા મોકલવામાં આવેલી માંગ કે નોટિસ તેમને યોગ્ય રીતે મળી ન હતી
  • બેંક લોન ચૂકવી શકે તેવો કોઈ નોંધપાત્ર નકારાત્મક ફેરફાર થયો ન હતો

કોર્ટએ દલીલો કેમ ફગાવી?

જજ સાયમન ટિંકલરે નીરવ મોદીની તમામ દલીલો ફગાવી દીધી. Times of Indiaની રિપોર્ટ મુજબ અદાલતે માન્યું કે

  • વ્યક્તિગત ગેરંટી સંપૂર્ણપણે કાયદેસર અને અમલમાં લાયક છે
  • બેંક દ્વારા મોકલવામાં આવેલી નોટિસો નીરવ મોદી સુધી પહોંચી હતી
  • PNB ઘોટાળા બાદ ફાયરસ્ટાર ગ્રુપના વ્યવસાય પર ગંભીર અસર પડી હતી
  • આવી પરિસ્થિતિમાં બેંકને લોન પાછી માંગવાનો સંપૂર્ણ અધિકાર હતો

નીરવ મોદીના ઈમેલને પણ પુરાવો માનવામાં આવ્યો

ફેબ્રુઆરી 2018માં નીરવ મોદીએ બેંકને મોકલેલા ઈમેલમાં સ્વીકાર્યું હતું કે મીડિયા રિપોર્ટ્સ અને તપાસના કારણે તેમની કંપનીઓનો વ્યવસાય લગભગ બંધ થઈ ગયો છે. જેના કારણે બેંકોનું પૈસું પરત કરવાની ક્ષમતા અસરગ્રસ્ત થઈ છે. અદાલતે આ ઈમેલને મહત્વપૂર્ણ પુરાવા તરીકે માન્યું.

હાલમાં નીરવ મોદી ક્યાં છે?

નીરવ મોદી માર્ચ 2019થી બ્રિટનની કસ્ટડીમાં છે. તેના પર ભારતમાં PNB કૌભાંડ સંબંધિત ગંભીર આરોપ છે. માર્ચ 2026માં બ્રિટિશ અદાલતે તેમની પ્રત્યર્પણ પ્રક્રિયા ફરી શરૂ કરવાની માંગ પણ ફગાવી દીધી હતી, આનાથી તેના ભારત પાછા ફરવાનો માર્ગ વધુ સ્પષ્ટ થાય છે.

નિર્ણયનું મહત્વ

આ કેસ PNB કૌભાંડથી અલગ એક સિવિલ રિકવરી કેસ હતો, જે બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેના બાકી રહેલા ભંડોળની વસૂલાત માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ કોર્ટનો નિર્ણય બેંક માટે એક મોટી કાનૂની જીત દર્શાવે છે અને નીરવ મોદીને બેંકનું દેવું ચૂકવવા માટે જવાબદાર બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો, Ketan Agarwal Case Pune: સિયા અને ચેતનની 5 ભૂલો, જેણે કેતન અગ્રવાલ હત્યા કેસનું રહસ્ય ખોલ્યું

Follow Us
g clip-path="url(#clip0_868_265)">