AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતીય ક્રિકેટ ટીમ Asian Games 2026ની સેમિફાઇનલમાં પહોંચી

Asian Games 2026 ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. અફઘાનિસ્તાન સામેની તેની ક્વાર્ટર ફાઇનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

Breaking News : ભારતીય ક્રિકેટ ટીમ Asian Games 2026ની સેમિફાઇનલમાં પહોંચી
| Updated on: Sep 28, 2026 | 10:44 AM
Share

જાપાનની આઈચી નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે બીજી ક્વાર્ટર ફાઈનલ મેચ રદ થઈ છે.ભારતની પુરુષ ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2026 ( Asian Games 2026)ની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે તે રદ કરવામાં આવી હતી. રદ થયા પછી, ટીમ ઇન્ડિયાએ તેમના શ્રેષ્ઠ રેન્કિંગના આધારે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. પાકિસ્તાન પછી સેમિફાઈનલમાં સ્થાન બનાવનારી બીજી ટીમ બની છે.

ભારત – અફઘાનિસ્તાન મેચ કેમ રદ થઈ?

હવે સવાલ એ છે કે, મેચ રદ કેમ થઈ? ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ રદ કરવાનો નિર્ણય વરસાદના કારણે નહી પરંતુ ભીના આઉટફીલ્ડના કારણે લેવામાં આવ્યો છે. ભારત-અફઘાનિસ્તાનની મેચ રદ કરવામાં આવી. ત્યારે વરસાદ બંધ હતો. પરંતુ મેદાનની બહારનો વિસ્તાર એટલો ભીનો હતો કે, મેચ રમાડવી શક્ય ન હતી. જેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત-અફધાનિસ્તાનની મેચનું પરિણામ કેવી રીતે આવ્યું?

ભારત -અફઘાનિસ્તાન ક્વાર્ટર ફાઈનલ મેચ રદ થયા બાદ પરિણામ કેવી રીતે આવ્યું? કેમ ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલની ટિકિટ આપવામાં આવી. તેની પાછળ કારણ ભારત અને અફઘાનિસ્તાનની આઈસીસી ટી20 રેન્કિંગ. ટીમ ઈન્ડિયા આઈસીસીની હાલની ટી20 રેન્કિંગમાં અફઘાનિસ્તાનથી ખુબ આગળ છે. ટીમ ઈન્ડિયા રેન્કિંગમાં પહેલા સ્થાન પર છે. તો અફઘાનિસ્તાન 10માં સ્થાન પર છે. આ કારણે ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલની ટિકિટ મળી છે. અને અફઘાનિસ્તાનની ટીમની ઘર વાપસી થઈ છે.

ભારત પહેલા પાકિસ્તાનની મેચ પણ રદ થઈ

ભારત પહેલા પાકિસ્તાનની ટીમ ક્વાર્ટર ફાઈનલ પણ હોન્ગ કોંગ સાથે રદ થઈ હતી. પાકિસ્તાન હોન્ગ કોંગની મેચ પણ વરસાદના કારણે રદ થઈ હતી. શાનદાર રેન્કિંગના આધારે પાકિસ્તાનને સેમિફાઈનલની ટિકિટ મળી હતી.

જો આ ચાલુ રહેશે, તો ક્રિકેટનો ઉત્સાહ ક્યાં રહેશે?

જાપાનના આઈચી નાગોયામાં વરસાદની આશા આગળ પણ છે. મોટો પ્રશ્ન એ છે કે, શું સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે? શું ચાહકોને ક્રિકેટનો ઉત્સાહ જોવા મળશે, કે પછી વરસાદ અને ભીના આઉટફિલ્ડ મેચનો નિર્ણય લેતા રહેશે? આ પ્રશ્ન તે ટીમોના હિતોનો પણ છે જેમને ફક્ત તેમના નીચા રેન્કિંગને કારણે મેચ રમ્યા વિના બહાર કરવામાં આવી રહી છે.

IND vs AFG, Asian Games Cricket 2026: ભારતીય ટીમ સેમિફાઈનલમાં કેવી રીતે પહોંચી, જાણી લો નિયમ અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
g clip-path="url(#clip0_868_265)">