BCCIની 24 ડીસેમ્બરે મળનારી વાર્ષિક સામાન્ય સભા મોટેરા યોજાશે, સદસ્ય પ્રતિનિધિઓનો કોવિડ ટેસ્ટ કરાશે

BCCIની 24 ડીસેમ્બરે મળનારી વાર્ષિક સામાન્ય સભા મોટેરા યોજાશે, સદસ્ય પ્રતિનિધિઓનો કોવિડ ટેસ્ટ કરાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક જનરલ મીટીંગ આગામી 24, ડિસેમ્બરે અમદાવાદમાં યોજાનારી છે. 89 મી વાર્ષિક સામાન્ય સભાને લઇને બીસીબીઆઇ સેક્રટરી જય શાહે આ અંગં રાજ્ય સંઘોને જાણકારી આપી છે. જે મુજબ મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેનુ સ્થળ નક્કી કરાયુ છે. સભામાં ભાગ લેનારા તમામ પ્રતિનિધીઓએ કોરોના માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. જેનો રીપોર્ટ સભાના આગળના દિવસે આવશે.

સેક્રેટરી જય શાહે રાજ્ય સંઘોને મોકલેલ મેઇલમાં જણાવાયુ છે કે, બીસીસીઆઇની મહત્વની બેઠક મોટેરા ખાતે થશે. હાલમાં જે કોરોના સામે ની લડાઇ ચાલી રહી છે, જે હજુ સમાપ્ત થઇ નથી. બીસીસીઆઇની મેડીકલ ટીમ આપની સુરક્ષા માટે વિસ્તૃત પ્લાન આપને સોંપશે. એજીએમમાં ઘરેલુ ક્રિકેટને સુચારુ રીતે શરુ કરવા માટે ચર્ચા કરવામાં આવશે. આપ સૌના સમર્થનને લઇને જ યુએઇમાં આઇપીએલને સફળ આયોજીત કરી શક્યા છીએ. હવે ઘરેલુ ક્રિકેટને પણ આ જ રીત સફળ આયોજીત કરવાનો સમય છે.

આ માટે બીસીસીઆઇ દ્રારા બેઠકના 21 દીવસ અગાઉ એફિલિએટેડ યુનિટ્સને 23 મુદ્દાઓનો એજન્ડા મોકલી આપવામાં આવ્યો હતો. બેઠકમાં બોર્ડના નવા વાઇસ પ્રેસિડેન્ટ પર પણ નિર્ણય લેવાઇ શકે છે. ઉપરાંત ટી-20 વિશ્વકપ અને આઇપીએલની આગામી સિઝનને લઇને તૈયારીઓની પણ ચર્ચા થઇ શકે છે. જેના માટે અમદાવાદની ફેન્ચાઇઝીની પણ વાત ચાલી રહી છે. જેને ગોયન્કા-આરપીજી અને અદાણી બંને બીઝનેશ ગૃપ દ્રારા ખરીદવાની ઇચ્છા દર્શાવી છે. દરમ્યાન સેક્રટરી જય શાહને આઇસીસી અને એશિયન ક્રિકેટ કાઉન્સીલમાં નવા પ્રતિનિધી પસંદ કરી શકાય છે. ઇંગ્લેંડના ભારત પ્રવાસની મેચ નહી મળવાને લઇને કેટલાક રાજ્ય સંઘ આ બાબતે નારાજગી પણ પ્રગટ કરી શકે છે.

બીસીસીઆઇની વાર્ષિક સામાન્ય સભાના એજન્ડાના મુખ્ય મુદ્દા.

બીસીસીઆઇ ઉપાધ્યક્ષની વરણી.
આઇપીએલ ગવર્નીંગ કાઉન્સીલમાં જનરલ બોડીના બે સભ્યોની વરણી.
નાણાકીય વર્ષ 2020-21ના વાર્ષિક બજેટ.
લોકપાલ અને એથિક્સ ઓફિસરને અપનાવવા અંગે.
બંધારણના નિયમ 25 અને 26માં દર્શાવાયા મુજબ ક્રિકેટ કમિટી અને સ્ટેન્ડીંગ કમિટીને અપનાવવી.
અમ્પાયરોની કમિટીની વરણી કરવી.
આઇસીસી પ્રતિનિધિ વરણી
આઇપીએલમાં બે નવી ટીમનો સમાવેશ.
2028ની લોસ એન્જેલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશ અંગે ચર્ચા.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati