Breaking News : ભારત પ્રવાસે આવેલી ટીમના ખેલાડીઓને થયું ફુડ પોઈઝિંગ,હોટલમાંથી લેવામાં આવ્યા ફુડના સેમ્પલ BCCIએ કાર્યવાહી કરી
ભારતના પ્રવાસ દરમિયાન, ઓસ્ટ્રેલિયાની A ટીમના ખેલાડીઓ બીમાર પડ્યા છે. તેમને અચાનક પેટમાં તીવ્ર દુખાવો અને ગંભીર સંક્રમણની ફરિયાદ કરી છે. BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ હવે આ ઘટના પર એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે.

ઓસ્ટ્રેલિયાની એ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે. ભારત એ વિરુદ્ધ 3 વનડે મેચની સિરીઝ રમાઈ રહી છે. આ સીરિઝ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કાનપુરમાં ઓસ્ટ્રેલિયાના 4 ખેલાડીઓ અચાનક બીમાર પડ્યા છે. ખેલાડીઓને અચાનક પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. ઓસ્ટ્રેલિયાના બોલર હેનરી થૉર્નટનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના પર બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પોતાનું નિવેદન આપ્યું છે.
ખેલાડીઓની તબયિત અચાનક બગડી
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની અચાનક તબિયત બગડવાના સમાચાર સામે આવ્યા છે. બોલર હેનરીને 2 દિવસ સુધી ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવ્યો છે. હજુ તે સંપૂર્ણ સ્વસ્થ નથી. અન્ય ખેલાડીઓને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જેમાં કેટલાકને તપાસ બાદ રજા આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની એ ટીમ કાનપુરની લેન્ડમાર્ક હોટલમાં રોકાઈ છે અને તેમને આજ હોટલમાં જમવાનું આપવામાં આવે છે. જેને લઈ ખાદ્યવિભાગ એક્ટિવ થયો છે.તેમજ હોટલના ફુડના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
Kanpur, UP: During the IND A vs AUS A match, some Australian players fell ill. The Food Department has collected samples of several food items from the Landmark Hotel for testing
Congress MP Rajeev Shukla says, “If there was anything wrong with the food, all India-Australia… pic.twitter.com/NLVeAC4rFh
— IANS (@ians_india) October 5, 2025
5 ઓક્ટોમ્બરના રોજ છેલ્લી મેચ રમાશે
તમને જણાવી દઈએ કે, ભારત એ અને ઓસ્ટ્રેલિયા એ ટીમ વચ્ચે 3 વનડે મેચ હાલમાં 1-1ની બરાબરી પર છે. આ પહેલા બંન્ને ટીમો વચ્ચે 2 અનઓફિશિયલ ટેસ્ટ મેચ પણ રમાઈ હતી. આ સીરિઝમાં ભારતીય ટીમે 1-0થી બાજી મારી હતી.
આ ઘટના પર મીડિયા સાથે વાત કરતા બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું લેન્ડમાર્ક હોટલ કાનપુરની સૌથી બેસ્ટ હોટલ છે. જો જમવામાં કોઈ પ્રોબ્લેમ હોય તો બધા ખેલાડીઓ બીમાર પડી શકતા હતા પરંતુ આવું થયું નથી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને સારી હોટલમાં જમવામાં આપવામાં આવી રહ્યું છે. અહી તમામ ખેલાડીઓ જમે છે. બની શકે કે,2-4 ખેલાડી કોઈ અન્ય જગ્યથી સંક્રમિત થઈ હોય. તેમજ હોટલ મેનેજમેન્ટનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની તબિયત ફુડથી ખરાબ થઈ નથી પરંતુ હવામાનમાં ફેરફારના કારણે તેઓ બીમાર પડ્યા છે.
