Asian Games Breaking News : ભારતીય પુરૂષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો, પેરિસ ઓલિમ્પિક માટે થયા ક્વોલિફાય
Asian games Hockey Final, India vs Japan 2023 : ભારતે જાપાન પર શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે તેનો પ્રથમ ગોલ બીજા ક્વાર્ટરમાં કર્યો હતો. ભારત તરફથી મનપ્રીત સિંહ (25મી મિનિટ), અમિત રોહિદાસ (36મી મિનિટ), કેપ્ટન હરમનપ્રીત સિંહ (32મી મિનિટ) અને અભિષેકે (48મી મિનિટ) ગોલ કર્યા હતા.
China : ભારતીય પુરુષ હોકી ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચમાં ભારતે 2018ના ગોલ્ડ મેડલ વિજેતા જાપાનને 4-0થી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ નવ વર્ષ બાદ આ ગેમ્સમાં હોકીમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. છેલ્લી વખત એશિયન ગેમ્સમાં ભારતે 2014ની ઇંચિયોન એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો.
2023 અને 2014 પહેલા ભારતીય પુરુષ હોકી ટીમે 1966 અને 1998 એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. ચાર સુવર્ણ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ 1958, 1962, 1970, 1974, 1978, 1982, 1990, 1994, 2002 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે 1986, 2010 અને 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો : ICC World Cup 2023 PAK vs NED Live Score : પાકિસ્તાની ટીમ થઈ ઓલઆઉટ, નેધરલેન્ડને મળ્યો 287 રનનો ટાર્ગેટ
એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમની શાનદાર જીત
The moment Indian team won the historic Gold medal in Asian Games 2023 in Hockey….!!!
– What a moment for #AsianGames23 #IssBaar100Paar #Hockey #IndiaAtAG22#PAKvsNED Rizwan #Kabaddi “King Kohli” #ShubmanGill #PAKvAFG #AkshayKumar “Saud Shakeel”pic.twitter.com/va30FeyqH6
— Jagadish Msdian (@MsdianJr007) October 6, 2023
ભારતે પ્રથમ ગોલ બીજા ક્વાર્ટરમાં કર્યો હતો. આ પછી, ભારતે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં બે-બે ગોલ કર્યા. ભારત તરફથી મનપ્રીત સિંહ (25મી મિનિટ), અમિત રોહિદાસ (36મી મિનિટ), કેપ્ટન હરમનપ્રીત સિંહ (32મી મિનિટ) અને અભિષેકે (48મી મિનિટ) ગોલ કર્યા હતા. જાપાન તરફથી એકમાત્ર ગોલ તનાકા સીરેને કર્યો હતો.
Indian Hockey team beat Japan 5-1 to win gold medal and qualify for the Paris Olympics 2024. #AsianGames2023 pic.twitter.com/uEHSt44crF
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 6, 2023
આ પણ વાંચો : Sachin Tendulkar : માસ્ટર બ્લાસ્ટરનું જીવન બદલનાર સ્પાઈક કોણ છે જાણો
એશિયન ગેમ્સમાં ભારતની સફર
- પ્રથમ મેચ: ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું.
- બીજી મેચઃ સિંગાપોરને 16-1થી હરાવ્યું.
- ત્રીજી મેચ: જાપાનને 4-2થી હરાવ્યું.
- ચોથી મેચઃ પાકિસ્તાનને 10-2થી હરાવ્યું.
- પાંચમી મેચઃ બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું.
- સેમિફાઇનલ: દક્ષિણ કોરિયાને 5-3થી હરાવ્યું.