માત્ર 47 બોલમાં ફટકારી દીધા 104 રન, એક ચેલેન્જ અને 24 વર્ષના ખેલાડીએ કરી દીધો છગ્ગાનો વરસાદ, જુઓ Video
માત્ર 47 બોલમાં 104 રન… ભારતીય યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ફરી એકવાર પોતાની ધમાકેદાર બેટિંગથી ચર્ચામાં આવી ગયો છે. ભલે તેને 2026ના T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું ન હોય, પરંતુ જયસ્વાલે પોતાની ક્ષમતાઓ પર કોઈ શંકા રહેવા દીધી નથી. તેણે એક અનોખા પડકારમાં શાનદાર સદી ફટકારીને પોતાને ફરી સાબિત કર્યો છે.

2026ના T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાંથી જયસ્વાલની ગેરહાજરીએ ઘણા ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં મૂક્યા હતા. IPL સહિત આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમતી વખતે તેણે સતત પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. જોકે, ટીમમાં ભારે સ્પર્ધાને કારણે તે હાલ T20 ટીમથી દૂર છે. તેમ છતાં, જયસ્વાલે દરેક તકનો પુરેપુરો લાભ લઈ પોતાની બેટિંગ કાબેલિયત દર્શાવવાનું ચાલુ રાખ્યું છે.
આ સદી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ કે પ્રેક્ટિસ ગેમમાં આવી નથી. તાજેતરમાં તે ટીમ ઈન્ડિયા સાથેની ODI શ્રેણીમાં સામેલ હતો, પરંતુ તેને રમવાની તક મળી ન હતી. ત્યારબાદ, તેણે ભૂતપૂર્વ ઈંગ્લેન્ડ કેપ્ટન કેવિન પીટરસનના શો પર પોતાની બેટિંગનો જલવો બતાવ્યો.
50 બોલમાં 100 રન બનાવવાની આપી ચેલેન્જ
પીટરસનની યુટ્યુબ ચેનલ ‘ધ સ્વિચ’ પર ક્રિકેટરો માટે ખાસ પડકારો રાખવામાં આવે છે. આ શોમાં પીટરસને જયસ્વાલને 50 બોલમાં 100 રન બનાવવાની આપી ચેલેન્જ. આ ચેલેન્જમાં બે ખાસ શરતો હતી. દરેક બોલ સાથે બોલની ગતિ 1 માઇલ પ્રતિ કલાક વધશે અને જો જયસ્વાલ આઉટ થશે, તો તેના કુલ સ્કોરમાંથી 5 રન ઘટાડવામાં આવશે.
ઈંગ્લેન્ડના સ્થાનિક મેદાન પર યોજાયેલી આ ચેલેન્જમાં જયસ્વાલે બોલિંગ મશીન સામે બેટિંગ કરી. શરૂઆતમાં બોલની ઝડપ 51 માઇલ પ્રતિ કલાક હતી, પરંતુ ગતિ વધતી જતાં પણ જયસ્વાલે ચોગ્ગા અને છગ્ગા ફટકારવાનું ચાલુ રાખ્યું. તે બે વખત આઉટ થયો, જેના કારણે તેના સ્કોરમાંથી કુલ 10 રન કાપવામાં આવ્યા.. છતાં, વધતી ગતિ અને ફિલ્ડરોની હાજરી વચ્ચે પણ તેણે હિંમત ન હારી.
અંતે, જયસ્વાલે માત્ર 47 બોલમાં 100 રનનો આંકડો પાર કર્યો અને છગ્ગા સાથે પોતાની સદી પૂર્ણ કરી. આ પ્રદર્શનથી તેની ઝડપી પ્રતિક્રિયા, ટાઈમિંગ અને પાવર હિટિંગ ક્ષમતાઓ સ્પષ્ટ રીતે જોવા મળી.
હાલ માટે, જયસ્વાલનું ધ્યાન આગામી IPL સીઝન પર કેન્દ્રિત છે. તે ત્યાં રાજસ્થાન રોયલ્સ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. IPLમાં શાનદાર પ્રદર્શન કરીને તે ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં વાપસીનો દાવો મજબૂત કરવા ઈચ્છે છે.
વિદર્ભે ઇતિહાસ રચ્યો, સૌરાષ્ટ્રને હરાવીને પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી જીતી
