Asian Games 2023 : ભારતના એક ખેલાડીએ જેટલા મેડલ જીત્યા તેટલા પાકિસ્તાનની આખી ટીમે જીત્યા , ટીમ ઈન્ડિયા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ માટે રમશે
એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023)ના 13માં દિવસે પુરુષોની સેમિફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે.
એશિયન ગેમ્સ (Asian Games 2023)નો આજે 13મો દિવસ છે. ભારતે 12 દિવસમાં કુલ 86 મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે પહેલા દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ, સાતમા દિવસે પાંચ, આઠમા દિવસે 15 મેડલ જીત્યા હતા. નવમા દિવસે સાત, દસમા દિવસે નવ, 11મા દિવસે 12 અને 12મા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. આજે ભારતના મેડલની સંખ્યા 100ની નજીક પહોંચી શકે છે.
એશિયન ગેમ્સમાં પણ કંગાળ રહ્યું પાકિસ્તાન
કંગાળ પાકિસ્તાન એશિયન ગેમ્સમાં પણ કંગાળ રહ્યું પાકિસ્તાનના ખાતામાં માત્ર 2 મેડલ છે. તે પણ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ આ સાથે મેડલ ટેલીમાં તે 32માં સ્થાને છે. તો ભારત 21 ગોલ્ડ મેડલ, 32 સિલ્વર મેડલ અને 33 બ્રોન્ઝ મેડલની સાથે કુલ 86 મેડલ સાથે ચોથા સ્થાને છે. કહી શકાય કે ભારતના એક ખેલાડીએ જેટલા મેડલ જીત્યા તેટલા પાકિસ્તાનની આખી ટીમે જીત્યા છે.
ભારત 9 વિકેટે જીત્યું
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં મેડલ નિશ્ચિત કરી લીધો છે. સેમીફાઈનલમાં ભારતે બાંગ્લાદેશ સામે 9 વિકેટે મોટી જીત નોંધાવી હતી. તિલક વર્મા 55 અને સુકાની ઋતુરાજ ગાયકવાડ 40 રન બનાવીને અણનમ રહ્યા હતા.ભારતીય મહિલા ટીમ પહેલા જ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. હવે પુરૂષોની ટીમ પણ વધુ એક ગોલ્ડ મેડલ ઉમેરી શકે છે.
BRONZE GLORY FOR OUR RECURVE WOMEN
#TOPScheme Archers Ankita Bhakat, and #KheloIndiaAthletes Simranjeet and Bhajan Kaur clinch the Bronze medal, defeating Vietnam at the #AsianGames2022
Proud of you all Keep Shining#Cheer4India#JeetegaBharat#BharatAtAG22… pic.twitter.com/kTjWf5KxLM
— SAI Media (@Media_SAI) October 6, 2023
ભારત પાસે કેટલા મેડલ છે?
- ગોલ્ડ મેડલ : 21
- સિલ્વર મેડલ : 32
- બ્રોન્ઝ મેડલ :34
- કુલ મેડલ : 87
મહિલા રિકર્વ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો
એશિયન ગેમ્સમાં 12મા દિવસે ભારતને પાંચ મેડલ મળ્યા હતા. દિવસની શરૂઆત મહિલા ટીમે તીરંદાજીમાં ગોલ્ડ જીતીને કરી હતી. આ પછી મિશ્ર ટીમ અને પુરૂષ તીરંદાજોએ સ્ક્વોશમાં ગોલ્ડ જીત્યો. દિવસનો અંત સૌરવ ઘોષાલ માટે સિલ્વર અને પંખાલ માટે બ્રોન્ઝ સાથે થયો હતો. ગેમ્સના 13માં દિવસે ભારતને પહેલો મેડલ મળ્યો છે. મહિલા રિકર્વ ટીમે તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે વિયેતનામને 6-2થી હરાવ્યું હતું. અંકિતા, ભજન અને સિમરનજીત કૌરની ત્રિપુટીએ શાનદાર રમત રમી હતી.
એશિયન ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
ભારતના કુલ 87 મેડલ છે.એશિયન ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આજે કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ પોતાની જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે પ્રથમ રાઉન્ડ 10-0થી જીત્યો હતો.મહિલા કુસ્તીબાજ સોનમ મલિકે પોતાની જીત સાથે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેણે સોમાલિયાના રેસલરને 10-0થી હાર આપી છે.