સચિનના તેંડુલકરના લાડલા અર્જુનની નેટવર્થ કેટલી છે? કમાણીનો મુખ્ય સ્ત્રોત શું છે અને વર્ષે કેટલુ કમાય છે- વાંચો
જ્યારથી સચીનના લાડલાએ સગાઈ કરી છે ત્યારથી તેની ચર્ચા થઈ રહી છે. અર્જુન એક ઓલરાઉન્ડર પ્લેયર છે. તેની નેટવર્થની જો વાત કરીએ તો મોટી કમાણી ક્રિકેટમાંથી કરે છે. છેલ્લા પાંચ વરષમાં અર્જુનની નેટવર્થ સતત વધી રહી છે. ડાબોડી બોલર અર્જુન ડાબોડી બેટ્સમેન પણ છે. હાલ અર્જુન પિતા સચિન સાથે મુંબઈમાં જ રહે છે.

સચિન તેંડુલકરના લાડલા અર્જુન તેંડુલકરે તાજેતરમાં જ સગાઈ કરી છે. 25 વર્ષના અર્જુને સાનિયા ચંડોકને પોતાની મંગેતર બનાવી છે. બંને બાળપણથી એકબીજાને ઓળખે છે. અર્જુને ગુપચુપ રીતે સગાઈ કરી લીધી છે. જેમા માત્ર બંને પરિવારના લોકો અને કેટલાક નજીકના મિત્રો જ આમંત્રિત કરાયા હતા. અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર છે. પિતાની જેમજ, અર્જુને પણ નાની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. અર્જુન ઘરેલુ સ્તરે ગોવા માટે રમે છે. અર્જુન ક્રિકેટમાંથી સારી કમાણી કરે છે. તેની નેટવર્થ સતત વધી રહી છે. આ ડાબોડી લોઅર ઓર્ડર બોલરનો પાસે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે કરાર છે. અર્જુન તેના માતાપિતા સાથે મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. તેના પિતાનું લંડનમાં પણ એક આલીશાન ઘર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન તેંડુલકરની નેટવર્થ લગભગ 22 કરોડ છે. અર્જુને IPLમાંથી સૌથી વધુ કમાણી કરી છે. IPLમાં પહેલીવાર, અર્જુનને મુંબઈ ઇન્ડિયન્સે 2021માં તેના બેઝ પ્રાઈસ 20 લાખમાં તેમની સાથે જોડ્યો હતો. આ પછી, 2022માં, મુંબઈએ ફરીથી અર્જુનને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો. જે બાદ, અર્જુન મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે. અર્જુન છેલ્લા 5 વર્ષમાં IPLમાંથી 1 કરોડ 40 લાખ રૂપિયા કમાયો છે.
ગોવા માટે રણજી રમે છે અર્જુન તેંડુલકર
અર્જુન તેંડુલકર રણજી ટ્રોફીમાં ગોવા માટે રમે છે. આ ઉપરાંત, તે વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં ગોવા માટે રમે છે.આ ટુર્નામેન્ટમાં રમીને તે સારી કમાણી કરે છે. અર્જુન ઘરેલુ ક્રિકેટ રમીને દર વર્ષે લગભગ 10 લાખ રૂપિયા કમાય છે. ક્રિકેટમાંથી તેની વાર્ષિક આવક લગભગ 50 લાખ રૂપિયા છે. અર્જુનની વાર્ષિક આવકના લગભગ 75 થી 80 ટકા IPLમાંથી છે. તે ઘરેલુ ક્રિકેટમાંથી લગભગ 25 ટકા કમાણી કરે છે.
અર્જુન તેંડુલકર મુંબઈમાં એક વૈભવી ઘરમાં રહે છે
અર્જુન તેંડુલકર તેના પિતા સચિન સાથે મુંબઈના એક પોશ વિસ્તારમાં એક વૈભવી ઘરમાં રહે છે. તેંડુલકરનું ઘર 6000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. તેમાં અનેક માળ, બે બેસમેન્ટ અને એક ટેરેસ પણ છે. તેંડુલકરના ઘરમાં એક હરિયાળીથી છવાયેલો બગીચો, એક આધુનિક લિવિંગ રૂમ અને એક વૈભવી ડાઇનિંગ એરિયા પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સચિને 2007 માં આ બંગલો 39 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ સંપૂર્ણપણે નવીનીકરણ કરાયેલ ઘરની કિંમત હવે લગભગ 100 કરોડ રૂપિયા છે.
અર્જુનના પિતાએ લંડનમાં પણ એક એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું છે
અર્જુન તેંડુલકરના પિતા સચિને લંડનમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક એપાર્ટમેન્ટ લીધું છે. સચિન અને તેનો પરિવાર ઘણીવાર ઉનાળાના વેકેશન માટે લંડનના ઘરમાં જાય છે. ઘરની નજીક સચિનની ક્રિકેટ એકેડેમી પણ છે. અર્જુન ઘણીવાર તેના પિતા સચિન સાથે આ ઘરમાં જોવા મળે છે. જ્યારે અર્જુન લંડનમાં હોય છે, ત્યારે તે તેના પિતાની ક્રિકેટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરે છે.
