નીતા અંબાણી પીવે છે દુનિયાનું સૌથી મોંઘુ પાણી, એક ઘૂંટની કિંમત છે iPhone જેટલી
નીતા અંબાણી પાસે જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ અત્યંત કિંમતી અને મોંઘી હોય છે. જેની કિંમત લાખોમાં અને કરોડોમાં હોય છે. ચાલો જાણીએ કે નીતા અંબાણી જે પાણી પીવે છે તે કેટલુ મોંઘુ છે.

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ દિવસે દિવસે વધી રહી છે. બીજી તરફ તેમની પત્ની નીતા અંબાણીનો પણ મુકેશ અંબાણીના બિઝનસને સફળ બનાવવામાં મોટો હાથ છે. નીતા અંબાણીની લાઈફ સ્ટાઈલ એવી છે કે અનેક લોકો તેને ફોલો કરે છે.
ઘણું મોંઘુ પાણી પીવે છે નીતા અંબાણી
તમને જાણીને નવાઈ લાગશે કે નીતા અંબાણી જે બોટલનું પાણી પીવે છે તેની કિંમત લાખોમાં છે. એક અંદાજ અનુસાર તેમની એક બોટલની કિંમત 45 લાખ રૂપિયા છે. નીતા અંબાણી જે પાણી પીવે છે તેનું નામ Acqua di Cristallo Tributo a Modigliani છે અને તે દુનિયાનું સૌથી મોંઘુ પાણી ગણાય છે. આ પાણી ભારતમાં નથી મળતુ પરંતુ આ પાણીને વિદેશથી મગાવવામાં આવે છે, આ પાણી ફિઝી, ફિનલેન્ડ જેવા દેશોથી આયાત કરવામાં આવે છે.
આ પાણીમાં શુદ્ધ સોનું
જે બોટલમાં નીતા અંબાણી પાણી પીવે છે તે બોટલમાં અંદાજે 750 ML પાણી આવે છે. અને એવુ કહેવાય છે કે આ પાણીમાં 5 ગ્રામ સોનુ હોય છે જે 24 કેરેટવાળુ હોય છે. તેમા સોનુ નાખવાથી પાણી શુદ્ધ થઈ જાય છે. જે સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક છે.
બોટલ પણ સોનાની બનેલી હોય છે
આ પાણીની ખાસ બાબત એ છે કે જે બોટલમાં પાણી આવે છે તે સોનાની બનેલી હોય છે અને તેની ડિઝાઈન પણ ખાસ હોય છે. આ બોટલમાં પાણી જે પાણી હોય છે તે ગ્લેશિયરનું પાણી હોય છે અન બોટલને પણ સ્પેશ્યિલ માણસ પાસે ડિઝાઈન કરાવવામાં આવે છે. આથી આ બોટલની કિંમત બહુ મોંઘી હોય છે અને તેને ખરીદવાની દરેકની ક્ષમતા નથી.
અનેક પોષક તત્વોથી ભરપૂર પાણી
આપને જણાવી દઈએ કે નીતા અંબાણીના આ પાણીમાં અનેક પોષક તત્વો રહેલા છે. આથી જ તે આ પાણી પીવે છે અને એ જ કારણ છે કે તેઓ તેમની ઉમર કરતા ઘણા જવાન દેખાય છે અને વૃદ્ધાવસ્થાની કોઈ અસર જોવા મળતી નથી.
