Anshu Malik : અંશુ મલિકને રેપચેજ રાઉન્ડમાં હાર મળી, રશિયન ખેલાડીએ 5-1થી માત આપી
અંશુ મલિક બ્રોન્ઝ મેડલ મેચમાં હારી ગઇ હતી. તેને રેપેચેજ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રેપેચેજ મેચમાં તેને રશિયન ઓલિમ્પિક સમિતિની વેલેરિયા કોબલોવાએ 5-1થી હરાવી હતી.
Anshu Malik : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં અંશુ મલિક (Anshu Malik) ની કુસ્તીમાં સારી શરુઆત રહી ન હતી.મહિલાઓના 57 કિલો કેટેગરીમાં ભારતની અંશુ મલિક રેપચેજ રાઉન્ડમાં રશિયનની ખેલાડી વેલેરિયા સામે હાર મળી હતી. બીજી તરફ, વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં બેલારુસિયન કુસ્તીબાજ સામે હાર ગઈ હતી.
જો અંશુ રેપચેજ રાઉન્ડમાં મેચ જીતી હોત તો બ્રોન્ઝ મેડલ જીતવાની તેમની પાસે તક હતી. પરંતુ રશિયાની કુસ્તીબાજની જીત બાદ અંશુએ બ્રોન્ઝ મેડલ જીતવાની તક ગુમાવી છે. વેલેરિયાએ અંશુને 5-1 ના વિશાળ અંતરથી હાર આપી છે. બીજી તરફ વિનેશ ફોગાટે તેની પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ સરળતાથી જીતી હતી પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં હારી મળી છે.
મેચના પ્રથમ રાઉન્ડમાં રશિયન કુસ્તીબાજ વેલેરિયાએ 1-0ની લીડ મેળવી હતી. પરંતુ આ પછી ભારતના અંશુ મલિકે (Anshu Malik) બીજા રાઉન્ડની જોરદાર શરૂઆત કરી. તેણે મેચની બરાબરી કરી. પરંતુ તેને લીડમાં રૂપાંતરિત કરી શકી નહીં.જ્યારે રશિયન કુસ્તીબાજે 4 પોઈન્ટની લીડ મેળવી લીધી. પઆવ્યું રિણામ એ કે રેપચેજ રાઉન્ડ દ્વારા મેડલ જીતવાનું ભારતીય કુસ્તીબાજનું સપનું અધુરું રહ્યું.
અંશુ મલિક (Anshu Malik) સાથેની મેચ બાદ વિનેશ ફોગાટે ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)માં પોતાની મેચ રમી હતી. આ મેચ મહિલાઓની 53 કિલો કેટેગરી માટે હતી. પ્રી-ક્વાર્ટરમાં વિનેશે સ્વીડનની સોફિયાને આસાનીથી હરાવી દીધી હતી, પરંતુ તે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. વિનેશને બેલારુસના કુસ્તીબાજે હાર આપી હતી.
જોકે, વિનેશ પાસે હજુ પણ મેડલ જીતવાની તક રહેશે, પરંતુ આ માટે બેલારુસ કુસ્તીબાજ માટે ફાઇનલમાં પહોંચવું જરૂરી છે. જો તે ફાઇનલમાં જશે તો વિનેશ રેપચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ પર દાવ લગાવી શકે છે.
આ પણ વાંચો : Lovlina Borgohain: મોહમ્મદ અલીની ફૈન લવલીનાએ બ્રોન્ઝ મેડલ પર પંચ માર્યો, જાણો અનોખી સ્ટોરી