AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

England test : ભારતના બે દિગ્ગજો માટે, ટીમે દરવાજા બંધ કર્યા ? નિષ્ણાતોએ કહ્યુ – બ્રેક લો અને ઘરેલુ ક્રિકેટમાં રમો

ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન અજિંક્ય રહાણે ઓવલમાં માત્ર એક 50 ફટકારી છે. ઓવલમાં ચોથા ટેસ્ટની બીજી ઈનિગ્સમાં ખાતુ ખોલી શક્યો ન હતો

England test : ભારતના બે દિગ્ગજો માટે, ટીમે દરવાજા બંધ કર્યા ? નિષ્ણાતોએ કહ્યુ - બ્રેક લો અને ઘરેલુ ક્રિકેટમાં રમો
ajinkya rahane bad form worries india vvs laxman zaheer khan say he need rest india england test
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 10:29 AM
Share

England test :ભારતીય ટીમના ઉપકપ્તાન અજિંક્ય રહાણે (Ajinkya Rahane)ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં નિષ્ફળ રહ્યો હતો. ચાર ટેસ્ટની સાત ઇનિંગ્સમાં તે માત્ર 109 રન જ બનાવી શક્યો છે. અજિંક્ય રહાણેના બેટમાંથી માત્ર એક જ અર્ધસદી આવી છે. ઓવલ ખાતે ચોથી ટેસ્ટની બીજી ઇનિંગમાં તે ખાતું પણ ખોલી શક્યો ન હતો, જ્યારે આ પીચ બેટ્સમેનો માટે મદદરૂપ હતી.

અહીં લોઅર ઓર્ડરના બેટ્સમેનોએ સરળતાથી રન બનાવ્યા પરંતુ રહાણે (Ajinkya Rahane)ને અહીં પણ સમસ્યા હતી. પ્રથમ દાવમાં પણ તે માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયામાં તેમનું સ્થાન જોખમમાં છે. તેમની હકાલપટ્ટીની માંગ તીવ્ર બની છે. સામાન્ય ક્રિકેટ ચાહકોની સાથે, નિષ્ણાતો પણ માને છે કે, અત્યારે રહાણેની જગ્યા ટીમમાં બનાવવામાં આવી રહી નથી. તેમને બહાર કાઢવા જોઈએ.

ભૂતપૂર્વ ક્રિકેટરો વીવીએસ લક્ષ્મણ (vvs laxman ) અને ઝહીર ખાન (zaheer khan ) પણ સમાન અભિપ્રાય ધરાવે છે. તે કહે છે કે, રહાણેને હજુ પણ ટીમ ઇન્ડિયામાંથી બ્રેક આપવાની અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાની જરૂર છે.VVS લક્ષ્મણે રમતગજત સાથે જોડાયેલ એક ખાનગી વેબસાઈટ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, અજિંક્ય રહાણે અત્યારે કોઈ પણ પ્રકારની લયમાં નથી. તેથી તેને આગામી ટેસ્ટથી આરામ આપવો વધુ સારું છે.

લક્ષ્મણના (vvs laxman )મતે, ‘રહાણેને બ્રેક આપવાની જરૂર છે. મને ખબર નથી કે તેમના માટે ભવિષ્ય શું છે. તે એક મહાન ખેલાડી છે અને મેં હંમેશા માન્યું છે કે સારા ખેલાડીઓ ટીમમાં પાછા આવે છે. પરંતુ તેણે જે પ્રકારનું ફોર્મ અને આત્મવિશ્વાસ બતાવ્યો છે અને જે રીતે તેની બોડી લેંગ્વેજ રહી છે, તે આત્મવિશ્વાસમાં હોય તેવું લાગતું નથી. રવિન્દ્ર જાડેજાને બીજા દાવમાં પણ પ્રમોટ કરવામાં આવ્યો હતો. આમાંથી સંદેશ સ્પષ્ટ છે કે, અત્યારે ટીમ મેનેજમેન્ટને લાગે છે કે રહાણે સારી સ્થિતિમાં નથી. તેનો આત્મવિશ્વાસ ઓછો છે.

લક્ષ્મણે આગામી ટેસ્ટમાં અજિંક્ય રહાણે(Ajinkya Rahane)ની જગ્યાએ હનુમા વિહારીનો સમાવેશ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાનારી ટેસ્ટ માટે રહાણેના બદલે વિહારીને તક મળવી જોઈએ.

ઝહીર ખાને  (zaheer khan )કહ્યું કે રહાણે અત્યારે ફોર્મમાં નથી. આવી સ્થિતિમાં તેણે થોભવું પડશે અને વિચારવું પડશે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને થોડો સમય આપવો પડશે. ઝહિરે કહ્યું, ‘આ બધું ફોર્મની બાબત છે. તેને રોકવું પડશે અને જોવું પડશે, ગણતરી કરવી પડશે. સાથે મળીને આપણે મહેનત કરીને જ આગળ વધી શકીએ છીએ. તે જરૂરી છે કે, આવા ખેલાડીને દબાણમાંથી દૂર કરવામાં આવે અને તેને સુધારવાની તક આપવામાં આવે. અમે કહીએ છીએ કે,ખુબ મહેનતથી જ આગળ વધી શકાય છે.

આવા સમયમાં ખેલાડીને પ્રેશરમાંથી હટાવવામાં આવે અને તેની રમતમાં સુધાર લાવવાની તક આપવામાં આવવી જોઈએ.જ્યારે કોઈ શાનદાર ફોર્મમાં હોય ત્યારે તેણે શક્ય તેટલી મેચો રમવી જોઈએ. પરંતુ જ્યારે તમે સંઘર્ષ કરી રહ્યા હોવ ત્યારે, થોડા પગલાઓ પાછા લેવું અને દરેક વસ્તુને મોટા દ્રષ્ટિકોણથી જોવી મહત્વપૂર્ણ છે. જો તમે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા માંગતા હો તો તે કરો કારણ કે ત્યાં ઓછું દબાણ છે અને તમે નવી વસ્તુઓ કરી શકો છો.

આ પણ વાંચો : T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની પસંદગી થઈ, જાણો ટીમ ક્યારે જાહેર થશે ?

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">